અંકિત ત્રિવેદી | |
---|---|
![]() અંકિત ત્રિવેદી અમદાવાદ ખાતે; નવેમ્બર ૨૦૧૫ | |
જન્મનું નામ | અંકિત અમરીષકુમાર ત્રિવેદી |
જન્મ | અંકિત અમરીષકુમાર ત્રિવેદી ૯ માર્ચ ૧૯૮૧ અમદાવાદ |
વ્યવસાય | કવિ, લેખક, કટારલેખક, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.કોમ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
લેખન પ્રકારો | ગઝલ, ગીત |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી | ![]() |
અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક અને વિવેચક છે.[૧] તેમનાં મુખ્ય સર્જનમાં ગઝલ પૂર્વક (ગઝલનો સંગ્રહ) અને ગીત પૂર્વક (ગીતનો સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યા છે.[૨] તેમણે ૨૦૦૬ થી ૨૦૦૭ દરમિયાન ગુજરાતી ગઝલ સામયિક ગઝલવિશ્વનું સંપાદન કર્યું હતું.
તેમનો જન્મ ૯ માર્ચ ૧૯૮૧ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. શાળાજીવન અમદાવાદ ખાતે કર્યા બાદ તેમણે વાણિજ્યમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.[૩]
તેમણે પ્રથમ ગઝલ સંગ્રહ ગઝલ પૂર્વક ૨૦૦૬માં પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યાર બાદ ગીતપૂર્વક પ્રકાશિત થયો હતો. મૈત્રીવિશ્વ (૨૦૦૬) તેમનો નિબંધ સંગ્રહ છે.[૩]
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમના પુસ્તક ગઝલ પૂર્વક માટે તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર (૨૦૦૬-૦૭) મળ્યો હતો. ૨૦૦૮માં ઇન્ડિયન નેશનલ થિએટર (INT), મુંબઈ તરફથી તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.[૨]