અંબોલી ઘાટ | |
---|---|
સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
પર્વતમાળા | સહ્યાદ્રી |
અંબોલી ઘાટ એ સહ્યાદ્રીનો એક પર્વતીય માર્ગ છે. આ ઘાટ પર અંબોલીનું હિલ સ્ટેશન આવેલું છે. તે કોલ્હાપુરથી સાવંતવાડી (અંબોલી થઈને) જવાના માર્ગ પર છે. આ ઘાટ પર ભારે વરસાદ પડે છે અને તે ગાઢ જંગલો, ધોધ અને સુંદર કુદરતી પર્યાવરણ ધરાવે છે.[૧] આ ઘાટ મહારાષ્ટ્રના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક છે.
અંબોલી ઘાટ ગોવા જવા માટેનો લોકપ્રિય રસ્તો છે.
૩૧ જુલાઈ ૨૦૧૭ના રોજ, સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે અંબોલી ઘાટમાં ૨૦૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.[૨] [૩] [૪]