અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | |
---|---|
વ્યવસાય | લેખક, સાહિત્યિક વિવેચક ![]() |
સહી | |
![]() |
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (૧૧ નવેમ્બર ૧૯૩૫ - ૩૧ જુલાઇ ૧૯૮૧) એક ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે.
તેમનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૫ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાંથી લીધું. ૧૯૫૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયન વિદ્યાશાખામાંથી સ્નાતક અને ૧૯૬૦માં અનુસ્નાતકની પદવી મેળવીને ડભોઈની આર્ટસ કોલેજમાં અધ્યાપન કાર્યનો પ્રારંભ કર્યો અને બાદમાં બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ ૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીનાં ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત તેઓ ‘ભૂમિકા’ (પછીથી ‘કિમપિ’) સામાયિકના તંત્રી પણ રહ્યા હતા.
૧૯૮૧ની ૩૧મી જુલાઈના દિવસે લ્યુકેમિયાને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું.[૧]