અપર્ણા પોપટ

અપર્ણા પોપટ
અપર્ણા પોપટને અર્જુન એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, ૨૦૦૫.
Personal information
Birth nameઅપર્ણા લાલજી પોપટ
Countryભારત
Born (1978-01-18) 18 January 1978 (ઉંમર 47)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
Height1.63 m (5 ft 4 in)
Years active૧૯૮૯–૨૦૦૬
Handednessજમણેરી
એકલ મહિલા
Highest ranking૧૬[]
BWF profile

અપર્ણા પોપટ (૧૮ જાન્યુઆરી ૧૯૭૮) ભૂતપૂર્વ ભારતીય બેડમિંટન ખેલાડી છે. તે ૧૯૯૭ અને ૨૦૦૬ વચ્ચેની તમામ સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી, લગાતાર નવ વર્ષ ભારતની રાષ્ટ્રીય ચેમ્પિયન બની રહેવાનો રેકોર્ડ ધરાવે છે.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

અપર્ણા પોપટનો જન્મ ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં લાલજી પોપટ અને હીના પોપટના ઘેર, એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે મુંબઈની જે. બી. પેટીટ હાઇસ્કૂલ અને બેંગલોરની માઉન્ટ કાર્મેલ કૉલેજમાંથી પૂર્વ-વિશ્વવિદ્યાલયનો અભ્યાસ કર્યો હતો. અપર્ણાએ મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

અપર્ણાએ ૧૯૮૬ માં મુંબઈમાં બેડમિંટન રમવાનું શરૂ કર્યું હતું. ૮ વર્ષની વયે જ્યારે તેણીએ અનિલ પ્રધાનનો કોચિંગ માટે સંપર્ક કર્યો ત્યારે તેણે યુવતીમાં એક ચમક જોઈ અને તેના માતાપિતાને કહ્યું કે "આ છોકરી મને આપો અને હું તેને ભારતીય બેડમિંટનના નક્શા પર મૂકીશ." અનિલ પોતે રાષ્ટ્રીય ચેમ્પિયન હોવાને કારણે તેણીને રમતના અનેક પડકારોનો સામનો કરવા માટે જરૂરી કુશળતા વિકસાવવામાં મદદ કરી.[]

૧૯૯૪માં તે પોતાની ખેલ ક્ષમતાઓના વિકાસ માટે બેંગલુરુની પ્રકાશ પાદુકોણ બેડમિંટન એકેડેમીમાં દાખલ થઈ. પૂર્વ ઑલ-ઇંગ્લેંડના ચેમ્પિયન, સુપ્રસિદ્ધ પ્રકાશ પાદુકોણ હેઠળની તાલીમ હેઠળ તેણીએ પોતાની તંદુરસ્તી બનાવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બનવાની તકનીકો શીખી.

પોતાની રમતને વધુ સ્પર્ધાત્મક કરવા માટે, ૨૦૦૨ માં તેણી બેંગલુરુના કેંગેરી ખાતેના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના તાલીમ કેન્દ્રમાં દાખલ થઈ, જ્યાં તેણે કોચ ગંગુલા પ્રસાદ હેઠળની રમતની વિગતવાર બાબતો શીખી.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

અપર્ણાએ ૧૯૯૭ માં હૈદરાબાદમાં પોતાનો પહેલો સિનિયર રાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો. તેમણે ૨૦૦૬ સુધી સિનિયર રાષ્ટ્રીય ખિતાબ જીત્યો અને પ્રકાશ પદુકોણના સતત નવ રાષ્ટ્રીય સિંગલ્સ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરી.

તેણે જાન્યુઆરી ૨૦૦૬ માં બેંગ્લોર ખાતે ૧૫ વર્ષની સાયના નેહવાલને હરાવીને ૨૭ વર્ષની ઉંમરે નવમા સિનિયર નેશનલ ટાઇટલનો છેલ્લો ખિતાબ મેળવ્યો હતો.[]

આંતરરાષ્ટ્રીય સ્તર તેણીની સિદ્ધિઓ: ૨ ઓલિમ્પિક રમતોમાં ભાગ, ૧ એશિયન ગેમ્સમાં ભાગ, ૧૯૯૬ માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં રજત પદક અને ૩ કોમનવેલ્થ ગેમ્સમાં ૪ પદકો.

કારકિર્દીની ટોચમાં તે વિશ્વ રેન્કિંગમાં ૧૬મા ક્રમાંકે પહોંચી હતી.

નિવૃત્તિ

[ફેરફાર કરો]

૧૭ વર્ષના વ્યવસાયિક બેડમિંટન પછી, કાંડાની ઇજા બાદ તે ૨૦૦૬માં રમતમાંથી નિવૃત્ત થઈ હતી, આ ઈજાનું નિદાન પહેલાં થયું ન હતું. તે રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં અજેય રહી હતી.

નિવૃત્તિ પછી તે ૨૦૧૫ સુધી મુંબઇમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં નોકરી કરતી હતી.

કોચિંગ

[ફેરફાર કરો]

ભારતીય બેડમિંટન લીગની પહેલી આવૃત્તિમાં અપર્ણા પોપટે મુંબઈ માસ્ટર્સ માટે કોચિંગની ભૂમિકા નિભાવી હતી.[]

પુરસ્કારો અને સિદ્ધિઓ

[ફેરફાર કરો]

ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૫માં અર્જુન ઍવોર્ડ આપવામાં આવ્યો, જે ભારતના સર્વોચ્ચ રમતગમત સન્માનોમાંનો એક છે.

યુ. એસ.ના વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટન અને ઈ. એસ. પી. એન. ડબ્લ્યુ, દ્વારા પ્રમોટ કરવામાં આવેલી, ગ્લોબલ સ્પોર્ટસ મેન્ટરિંગ પ્રોગ્રામ માટે વિશ્વભરમાંથી પસંદગી પામનારા ૧૭ સહભાગીઓમાં તે એકમાત્ર ભારતીય હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનો ઉદ્દેશ રમતગમત દ્વારા મહિલાઓ અને છોકરીઓનું સશક્તિકરણ કરવાનો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Previous stars – Aparna Popat". Tata Padukone Academy. મૂળ માંથી 21 May 2007 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2013.
  2. "Mumbai Masters – Aparna Popat". Badminton India. મૂળ માંથી 14 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2013.
  3. "Aparna Popat's Profile". Studyrays. મૂળ માંથી 31 July 2012 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2013.
  4. "Aparna Popat to train with Ganguly Prasad". The Times of India. 19 August 2001. મૂળ માંથી 14 ઑગસ્ટ 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2013. Check date values in: |archive-date= (મદદ)
  5. "No stopping Aparna". The Hindu. મેળવેલ 10 September 2015.
  6. "IBL will benefit Indian players: Aparna Popat". ibnlive. 28 July 2013. મૂળ માંથી 21 ઑગસ્ટ 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 August 2013. Check date values in: |archive-date= (મદદ)