અવિકા ગોર (જન્મ ૩૦ જૂન ૧૯૯૭) એ ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે બાળકલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટેલિવિઝન ધારાવાહિક બાલિકાવધુમાં આનંદી તરીકે તથા સસુરાલ સીમર કામાં રોલી તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે. ૨૦૦૯માં હિન્દી ફિલ્મ મોર્નિંગ વૉકમાં બાળ કલાકારની ભૂમિકાથી તેણે હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. ૨૦૧૩માં તેલુગુ ફિલ્મ ઉયલ્લા ઝંપલા દ્વારા તેણે મુખ્ય અભિનેત્રી તરીકે પ્રદાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેણે કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે.
૨૦૦૮માં કલર્સ ચેનલ પર પ્રસારિત થતી બાલિકાવધુ ધારાવાહિકમાં મુખ્ય કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. આ ધારાવાહિકમાં તેણે આનંદી જગદીશસિંહની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૯માં હિન્દી ફિલ્મ મોર્નિંગ વૉકમાં બાળ કલાકારની ભૂમિકા ભજવ્યા બાદ તે જ વર્ષે તેની અન્ય એક ફિલ્મ પાઠશાલા રજૂ થઈ હતી. જોકે બન્ને ફિલ્મોમાં તેની ભૂમિકા ખૂબ જ ટૂંકી હતી. બાલિકાવધુ ધારાવાહિક બાદ આ જ ચેનલ પર અન્ય એક ધારાવાહિક સસુરાલ સીમર કામાં રોલી સિદ્ધાંત ભારદ્વાજ તરીકે અભિનય આપ્યો હતો. એક વર્ષ બાદ આવેલી ફિલ્મ તેજમાં તેણે બોમન ઇરાનીની પુત્રી તરીકે પ્રિયા રૈનાનું પાત્ર ભજવ્યું હતું. ૨૦૧૩માં તેની મુખ્ય અભિનેત્રી તરીકે રજૂ થયેલી પહેલી જ ફિલ્મ ઉયલ્લા ઝંપલા માટે દ્વિતીય દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
વર્ષ | કાર્યક્રમ | ભૂમિકા | ભાષા | ચેનલ | નોંધ |
---|---|---|---|---|---|
૨૦૦૮–૨૦૧૦ | બાલિકા વધુ | આનંદી ખજાનસિંઘ/આનંદી જગદીશસિંઘ | હિન્દી | કલર્સ ટીવી | બાળ કલાકાર રૂપાંતરણ તમિલ તેલુગુ મલયાલમ |
૨૦૦૯ | ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ (સીઝન ૧) | મહેમાન/આનંદી | હિન્દી | સમાપન સમારોહમાં પરફોર્મન્સ | |
૨૦૦૮ | રાજકુમાર આર્યન | યુવા રાજકુમારી વૈભવી | હિન્દી | ઇમેજીન ટૅએવી | મુખ્ય મહિલા પાત્ર |
૨૦૧૧–૨૦૧૬ | સસુરાલ સિમર કા | રોલી જમનાલાલ દ્વિવેદી/રોલી સિદ્ધાંત ભારદ્વાજ/ઝુમકી/શ્રુતિ વર્મા | હિન્દી | કલર્સ ટીવી | ટોચનું મહિલા પાત્ર રુપાંતરણ તમિલ તેલુગુ મલયાલમ મરાઠી |
૨૦૧૨ | ઝલક દિખલા જા (સિઝન ૫) | સ્પર્ધક | હિન્દી | વાઈલ્ડ કાર્ડ પ્રવેશ | |
૨૦૧૩ | કોમેડી નાઈટ્સ વીથ કપિલ શર્મા | મહેમાન ભૂમિકા | હિન્દી | ટીના દત્તા સાથે | |
૨૦૧૪ | બેઇન્તેહા | મહેમાન ભૂમિકા/રોલી | હિન્દી | હોળી પ્રસંગે ખાસ પ્રસારણ | |
૨૦૧૪ | કોન્ચેમ ટચલો ઉન્તે ચેપ્ટા (તેલુગુ:కొంచెం టచ్ లో ఉంటే చెపప్త) | મહેમાન તરીકે | તેલુગુ | ઝી તેલુગુ | એક સેલીબ્રીટી ટૉક શો |
૨૦૧૫ | કોમેડી નાઈટ્સ બચાઓ | મહેમાન તરીકે | હિન્દી | કલર્સ ટીવી | |
૨૦૧૬ | બોક્ષ ક્રિકેટ લીગ (સિઝન ૨) | સ્પર્ધક | હિન્દી | કલર્સ ટીવી | ખેલાડી |
૨૦૧૭ | બિગ બોસ ૧૧ | મહેમાન | હિન્દી | કલર્સ ટીવી | તેની ટેલિવિઝન ધારાવાહિક લાડો-૨ના પ્રમોશન માટે |
૨૦૧૭–૨૦૧૮ | લાડો-૨ (લાડો – વીરપુર કી મર્દાની) | અનુષ્કા સાંગવાન/અનુષ્કા યુવરાજ ચૌધરી/જુહી સેઠી | હિન્દી | કલર્સ ટીવી | મુખ્ય પાત્ર (મહિલા) |
૨૦૧૮ | નાગીન ૩ | હિન્દી | મહેમાન | ||
૨૦૧૯ | ફિઅર ફેક્ટર: ખતરોં કે ખિલાડી - ૯ | સ્પર્ધક | હિન્દી | બીજા અઠવાડિયે સ્પર્ધામાંથી બહાર | |
કિચન ચેમ્પિયન | હિન્દી | મહેમાન | |||
ખતરા ખતરા ખતરા | હિન્દી | મહેમાન |
વર્ષ | ફિલ્મનું નામ | ભૂમિકા | ભાષા | વિશેષ નોંધ | Ref. |
---|---|---|---|---|---|
૨૦૦૯ | મોર્નિંગ વૉક | ગાર્ગી | હિન્દી | બાળ કલાકાર | |
૨૦૧૦ | પાઠશાલા | અવિકા | હિન્દી | બાળ કલાકાર | |
૨૦૧૨ | તેજ | પિયા રૈના | હિન્દી | બાળ કલાકાર | |
૨૦૧૩ | ઉયલ્લા ઝંપલા (તેલુગુ:ఉయ్యాల జంపాల) |
ઉમાદેવી | તેલુગુ | મુખ્ય અભિનેત્રી તરીકે પ્રદાર્પણ | |
૨૦૧૪ | લક્ષ્મી રાવે મા ઇંતિકી | લક્ષ્મી | તેલુગુ | મુખ્ય અભિનેત્રી | |
૨૦૧૫ | સિનેમા ચૂપિસ્તા માવા (તેલુગુ: సినిమా చూపిస్త మావ) (English : I will show you a cinema, uncle) |
પરીણિતા ચેટરજી | તેલુગુ | મુખ્ય અભિનેત્રી | |
૨૦૧૫ | થાનુ નેનુ | કિર્તી | તેલુગુ | મુખ્ય અભિનેત્રી | |
૨૦૧૫ | કેર્ ઓફ ફૂટપાથ – ૨ | ગીતા | કન્નડા | મુખ્ય અભિનેત્રી | [૧] |
૨૦૧૫ | કીલ ધેમ યંગ | ગીતા | હિન્દી | મુખ્ય અભિનેત્રી | |
૨૦૧૫ | માંઝા | કિર્તી | તેલુગુ | મુખ્ય અભિનેત્રી | |
2016 | ઈક્કડીકી પોથાવુ ચિન્નાવડા (તેલુગુ : ఎక్కడికి పోతావు చిన్నవాడా) | આયેશા / અમલા | તેલુગુ | અભિનેત્રી (ડબલ રોલ) | [૨] |
૨૦૧૯ | નટસાર્વભોમ (English: Emperor of actors) | બ્રાઈડ | કન્નડા | ખાસ ભૂમિકા (ગીત) | |
૨૦૧૯ | Raju Gari Gadhi 3 (તેલુગુ:రాజు గారి గది 3) | તેલુગુ |
વર્ષ | ફિલ્મ | ભૂમિકા | ભાષા | વિશેષ નોંધ | Ref. |
---|---|---|---|---|---|
૨૦૧૬ | અનકહી બાતેં | હિન્દી | [૩] | ||
૨૦૧૭ | આઈ, મી, માય સેલ્ફ | હિન્દી | પટકથા લેખક | [૩] |
વર્ષ | પુરસ્કાર સમારોહ | શ્રેણી | ફિલ્મ/શો | પરિણામ |
---|---|---|---|---|
૨૦૦૮ | ૮મો ભારતીય ટેલિવિઝન અકાદમી પુરસ્કાર | શ્રેષ્ઠ બાળ કલાકાર | બાલિકા વધુ | વિજેતા[૪][૫] |
શ્રેષ્થ અભિનેત્રી – ડ્રામા (જ્યુરી) | ||||
૨૦૦૯ | ૧૨મો રાજીવ ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર | યુવા પ્રતિભા | વિજેતા[૬][૭] | |
૯મો ભારતીય ટેલિવિઝન અકાદમી પુરસ્કાર | શ્રેષ્ઠ બાળ કલાકાર | વિજેતા[૮] | ||
૨૦૧૦ | ૧૦મો ભારતીય ટેલિવિઝન અકાદમી પુરસ્કાર | વિજેતા[૯][૧૦] | ||
૨૦૧૪ | ૩જો દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર | શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ – તેલુગુ | ઉયલ્લા ઝંપલા | વિજેતા |
|access-date=
and |archive-date=
(મદદ)CS1 maint: bot: original URL status unknown (link)