આશારામ દલીચંદ શાહ | |
---|---|
![]() | |
જન્મ | ૮ ફેબ્રુઆરી ૧૮૪૨[૧] |
મૃત્યુ | ૨૬ માર્ચ ૧૯૨૧ (વય ૭૯)[૧] |
વ્યવસાય | લેખક |
ભાષા | ગુજરાતી |
નોંધપાત્ર સર્જનો | ગુજરાતી કહેવત સંગ્રહ (૧૯૧૧) |
સંતાનો | મુળચંદ |
સહી | ![]() |
આશારામ દલીચંદ શાહ ગુજરાતી ભાષાના લેખક હતા, જેમણે ગુજરાતી કહેવતો અને રૂઢિપ્રયોગો પર પાયાનું સંશોધન કર્યું હતું.
તેમનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૮૪૨ અને અવસાન ૨૬ માર્ચ ૧૯૨૧ના રોજ થયું હતું.[૧] તેમણે કાઠિયાવાડના અનેક રજવાડામાં સંચાલક તરીકેની સેવા આપી હતી.[૨]
તેમણે ગુજરાતી કહેવત સંગ્રહ પુસ્તક ૧૯૧૧માં પ્રકાશિત કર્યું હતું. તે કહેવતો અને રૂઢિપ્રયોગો તેમની આવૃત્તિઓ, મૂળ અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં અને સંજોગો અથવા ઘટનાઓ મુજબનો વપરાશનો સમાવેશ કરે છે. તેમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલી કહેવતોનું પણ વર્ણન કરે છે તેમજ તેમણે અનુરૂપ હિન્દી અને મરાઠી કહેવતોનો પણ સમાવેશ કરે છે.[૩][૪]
તેમના પુત્ર મુળચંદે તેમનું જીવનચરિત્ર આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય (૧૯૩૪) લખી હતી.[૫]