ઉનાઇ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
બોલી | કુકણા, ધોડીયા |
ઉનાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે, તેમ જ આસપાસનાં ગામડાંઓ માટે વેપારમથક પણ છે. અહીં આવેલા ઉનાઇ માતાના મંદિર પાસેના ગરમ પાણીના કુંડને કારણે ગુજરાતભરમાં ઉનાઇ ગામ પ્રખ્યાત છે. આ મંદિરે બારેમાસ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.[૧] ઉનાઇ સરા લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલ્વે દ્વારા બીલીમોરા સાથે જોડાયેલ છે, જે ગાડી દિવસમાં બે વાર બીલીમોરાથી વઘઇ વચ્ચે દોડે છે અને પરત થાય છે.
ઉનાઇ ગામમાંથી વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પસાર થાય છે, જેના કારણે અહીંથી વિવિધ સ્થળોએ જવાની સગવડ સરળતાથી મળી રહે છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલીસ મથક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સગવડો પ્રાપ્ય છે.
ઉનાઇની આસપાસ ચરવી, સિણધઇ, ખંભાલીયા, ચઢાવ, બારતાડ વગેરે ગામો આવેલાં છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |