Coonoor | |||||||
— town — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 11°21′N 76°49′E / 11.35°N 76.82°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | તમિલનાડુ | ||||||
જિલ્લો | Nilgiris | ||||||
વસ્તી | ૫૦,૦૭૯ (2001) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | તમિલ[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 1,502 metres (4,928 ft) | ||||||
કોડ
|
કુન્નુર તમિળ: குன்னூர் એ ભારતના તામિલનાડુ રાજ્યમાં નીલગીરી જિલ્લામાં આવેલું શહેર અને મ્યુનિસિપાલિટી છે. તે નીલગિરિ ચાના ઉત્પાદન માટે જાણીતું છે. કુન્નુર એ દરિયા સપાટીથી 1,800 મીટરની ઉંચાઈએ આવેલું છે અને નીલગિરિ પર્વતમાળામાં આવેલું તે બીજું સૌથી ઉંચું ગિરિમથક છે. નીલગિરિના પર્વતો તરફ અનેક આરોહણ અભિયાનો માટે આદર્શ મથક સમાન છે.
કુન્નુર 11°21′N 76°49′E / 11.35°N 76.82°E પર આવેલું છે.[૧] તે સરેરાશ 1502 મીટરની (4927 ફૂટ) ઉંચાઈ ધરાવે છે.
As of 2001[update]ભારતીય જનગણના, [૨] પ્રમાણે કુન્નુર 50,079ની વસ્તી ધરાવે છે. પુરૂષોની વસ્તી 49% અને સ્ત્રીઓની વસ્તી 51% ટકા છે. કુન્નુરનો સાક્ષરતાનો સરેરાશ દર 82% છે, જે 59.5%ના સરેરાશ રાષ્ટ્રીય સાક્ષરતા દરની સરખામણીએ ઉંચો છે:પુરૂષોમાં સાક્ષરતા દર 86% છે જ્યારે મહિલાઓમાં 78% છે. કુન્નુરની કુલ વસ્તીના 9% ટકા છ વર્ષની નીચેની વયના છે.
આ શહેર નીલગિરિ પર્વતોમાં આવેલ જિલ્લા મથક ઊટી બાદનું બીજું સૌથી મોટું શહેર છે. કુન્નુરએ ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટનું મુખ્યમથક હોવાના કારણે, અહીં નજીકના વેલિંન્ગટન કન્ટોમેન્ટમાં (વેલિન્ગટન છાવણીમાં) ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કૉલેજ (DSSC), સ્થાનિક છાત્રાલયો શાળાઓ અને પ્રવાસીઓની નોંધપાત્ર વસ્તીના કારણે કદાચ ધર્મો, ભાષા અને સંસ્કૃતિઓનો સુભગ સમન્વય ધરાવે છે
કુન્નુરનું અર્થતંત્ર ઉનાળાની મોસમમાં આવતા પ્રવાસીઓ પર અને ચા ઉદ્યોગના વાર્ષિક ચક્ર પર આધારિત છે.
સ્થાનિક લોકો લગભગ સંપૂર્ણ રીતે ચાના વેપાર પર નભે છે. પર્વતીય વિસ્તારોમાં મોટા પાયે ખાનગી ધોરણે ચાનું વાવેતર કરવામાં આવે છે, જેમાંથી તાજા લીલા ચાના પાંદડાઓને ચૂંટી કાઢવામાં આવે છે, સ્થાનિક ફેક્ટરીઓમાં તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે અને જથ્થામાં તેનું પેકિંગ થાય છે જેથી તેને કુન્નુર, કોઈમ્બતુર અને કોચિના નિલામગૃહોમાં તેનું વેચાણ થઈ શકે.
કુન્નુર એ મેત્તુપલ્યમ 28 (કિ.મી.) અને ઊટી વચ્ચે મીટરગેજ રેલવે પર આવેલું છે. નજીકના મુખ્ય આકર્ષણોમાં નાનો પણ સુંદર રીતે જાળવણી કારયેલો વનસ્પતિશાસ્ત્રને લગતો બાગ સિમ્સ પાર્ક છે. જેમાં અનેક પ્રજાતિના છોડ આવેલા છે. તે 12 હેક્ટરમાં પથરાયેલ છે. તે ઊટીના દક્ષિણ ભાગે લગભગ 19 કિ.મી.ના અંતરે આવેલો છે, રેલ તેમજ રોડ બંને દ્વારા અહીં પહોંચી શકાય તેમ છે. ઉનાળામાં વાર્ષિક ફળ મેળાની યજમાની પણ કરે છે. શહેરમાંથી પ્રવતારોહણ માટેની અનેક નાની પગદંડીઓ નીકળે છે. પર્વતારોહણ માટેની જાણીતી આવી પગદંડીઓમાની એક પ્રવાસીઓને લામ્બના પર્વત સુધી લઈ જાય છે, જે કુન્નુરથી 9 કિ.મી. દૂર આવેલા છે. લામ્બના પર્વતો ઉપરથી કોઈમ્બતુર આખુય, અને ખાસ કરીને તેના અદભૂત ચાના બગીચા તેમજ કોફીના વાવેતરોનું દૃશ્ય સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. લામ્બ પર્વતથી સહેજ આગળ જતા લેડી કેનનીંગ બેઠક આવેલી છે, જ્યાંથી નીલગિરિનું વિહંગ દૃશ્ય નિહાળી શકાય છે.
પ્રવાસીઓ લેડી કેનનીંગ બેઠકથી ડોલ્ફીન બેઠક સુધી પ્રવતારોહણ કરી શકે છે, જે કુન્નુરથી 12 કિ.મી. અંતરે આવેલું છે. નજીકમાં લૉનું ઝરણું આવેલ છે, જે કુન્નુરથી 5 કિ.મી.ના અંતરે છે. ઝરણાથી શરૂ કરીને દ્ગુગ સુધી પર્વતારોહણ શકાય છે, જે કુન્નુરથી 13 કિ.મી.ના અંતરે આવેલ છે. દ્રુગએ પક્કાસુરન કોત્તાઈ તરીકે પણ જાણીતું છે. બિસ્માર હાલતમાં 16મી સદીના દ્રુગના કિલ્લાને જોઈ શકાય છે. આ કિલ્લો 750 મીટરની ઉંચાઈએ આવેલો છે.
સિમનો બાગ
સિમનો બગીચોએ કુન્નુરમાં મુલાકાત લેવા જેવા સ્થળોમા સૌથી મહત્વનો છે. 12 હેક્ટરમાં ફેલાયેલ આ બાગમાં 1000 જાતિના છોડનો સંગ્રહ છે, જેમાં મૅગ્નોલિઆ (એક જાતનું ફૂલઝાડ), પાઈન (દેવદાર), ટ્રી ફર્ન (હંસરાજ) અને કમીલિઆ (બારે માસ લીલો રહેતો એક ફૂલછોડ ) સમાવિષ્ટ છે. વનસ્પતિશાસ્ત્રને લગતો આ બાગ અંશતઃ જાપાનિઝ શૈલીમાં વિકસાવવામાં આવ્યો છે અને 1874માં મદ્ગાસ કલ્બના સચિવ જે. ડી. સિમના નામ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. આ બાગનું મુખ્ય આકર્ષણ મે માસમાં યોજાતો ફળ અને શાકભાજીનો વાર્ષિક મેળો છે.
પોમોલોજિકલ સ્ટેશન (ફળોનો વૈજ્ઞાનિક અભ્યાસ અને તેમનું વાવેતર કેન્દ્ર)
આ સંસ્થા રાજ્યના કૃષિ વિભાગનું સંશોધન કેન્દ્ર છે, જ્યાં પર્સિમન(નારંગી રંગનું આલું જેવું ફળ), દાડમ અને જરદાળુ જેવા ફળો અંગે સંશોધન કરવામાં આવે છે.
ડોલ્ફીનની ચોટીનો નજારો
ડોલ્ફીનની ચોટીનો નજારો કુન્નુરથી 10 કિ.મી.ના અંતરે આવેલ છે. નીલગિરિ પર્વતોનું વિશાળ વિહંગ દૃશ્ય જ નહીં પરંતુ કેથરિન પર્વતોનો નજારો પણ અહીંથી જોઈ શકાય છે.
લામ્બની શિલા
ડોલ્ફીન ચોટીના રસ્તામાં કુન્નુરથી અંદાજે સાડા પાચ કિ.મી.ના અંતરે લામ્બનો ડુંગર આવેલો છે, અદ્ભૂત કુદરતી દૃશ્ય તેમજ ચા અને કોફીના વાવેતરો નિહાળવાની આ વધુ એક જગા છે.
દ્રુગ
કુન્નુરથી 13 કિ.મી.ના અંતરે બિસ્માર હાલતમાં આવેલું કિલ્લાના અવશેષો, દ્રુગ આવનારને ભૂતકાળમાં લઈ જાય છે, 16 સદીમાં એક સમયે ટીપુ સુલ્તાન દ્વારા આ કિલ્લાનો ઉપયોગ થતો હતો.
લૉનું ઝરણું
આ ભવ્ય ઝરણું કુન્નુરથી મેત્તુપલ્યમના રસ્તામાં 5 કિ.મી.ના અંતરે આવેલ છે.
ઊટી કુન્નુરના ઉત્તર પશ્ચિમે 19 કિ.મી.ના અંતરે આવેલ ઊટી હવા ખાવાના સ્થળોમાં રાણી તરીકે વિખ્યાત છે. ઊટી પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય સ્થળ છે. કુન્નુરની જેમ, ઊટી પણ નીલગિરિના લીલા પર્વતો વચ્ચે આવેલું છે, જેમાં અનેક તળાવો, બાગ અને વસાહતી સ્થાપત્ય ધરાવતી ઈમારતો આવેલી છે.
કાતારેય ઝરણું આ વીજમથક અહીંનું સૌથી આકર્ષક સ્થળ છે, સિલસ નજીક 1000 કિલોવૉટ વીજળી પૂરી પાડે છે.
પાશ્ચર ઈન્સ્ટિટ્યૂટ: આ સંસ્થાની મુલાકાત લેવા માટે પ્રવાસીઓએ ખાસ પરવાનગી લેવી અનિવાર્ય છે. આ સંસ્થા સિમ્સ પાર્ક નજીક આવેલી છે. 1907માં તે શરૂ થઈ હતી. આ સંસ્થા હડકવા (કૂતરું કરડવાથી થતો રોગ)ની રસી તેમજ ત્રણ રસી (ડીપીટી (DPT), ડીટી (DT) અને ટીટી (TT)ની રસી વિકસાવે છે. શરૂઆતના દિવસોમાં ઈન્ફ્લુએન્ઝા તાવની રસી શોધવામાં પણ તે મહત્વની ભૂમિકા ભજવતું હતું. હાલમાં તે હડકવા વિરોધી રસી માટે પેશી સંવર્ધન (ટીસીએઆરવી (TCARV)) અને ડીટીપી (DPT)જૂથની રસીનું ઉત્પાદન કરે છે.
કુન્નુરમાં નાના પાયા પર રેશમના કીડાનો ઉછેરપણ થાય છે. સરકાર રેશમના ઉત્પાદન માટે એક ખેતર ચલાવે છે, જોકે, મહદઅંશે તે સંશોધનની સુવિધા માટે જ. તાજેતરમાં ફૂલોનું વાવેતર અને સ્ટ્રોબેરીના વાવેતરનો પણ પાયો નખાયો છે.
સ્થાનિક અર્થતંત્રમાં શાળાઓનો મહત્વનો ફાળો છે. સદી પહેલાની મોઘીંદાટ છાત્રાલયશાળાઓ આજે નીલગિરિ અને કુન્નુરની વિશેષતા બની ગઈ છે. જનરલ થિમય્યા સેન્ટ. જોસેફ કૉલેજમાં સેવા આપે છે, બીજા વિશ્વયુદ્ધથી ચાલી આવતુ ઓ કૉનવન્ટનું સંચાલન હાલમાં બે આઇરિશ ભાઈઓ દ્વારા થાય છે. મૂળ રીતે તેને બ્રિટિશ વ્યવસાય કેન્દ્રના નમૂનારૂપ તૈયાર કરવામાં આવ્યું છે, હવે તેમાં ભારતીય (કેન્દ્રીય અથવા રાજ્ય) શાળા પદ્ધતિ પ્રમાણેની સંયુક્ત રીતે બાલમંદિર - ઉચ્ચ માધ્યમિક (K-12) શાળા ચાલે છે.
સ્ટેન્સ સ્કુલ, કુન્નુરની સ્થાપના થોમસ સ્ટેન્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક ઉદ્યોગ સાહસિક અને દાનેશ્વરી હતા. શાળાનું સૂત્ર 'નિસિ ડોમિનસ ફ્રસ્ટ્રા' એ સ્લામ 127:1 માંથી લેવામાં આવ્યું છે - "જ્યાં સુધી ઈશ્વર ઘરની રચના કરે છે, ત્યાં સુધી બિલ્ડરોનો શ્રમ વ્યર્થ છે". શાળા ક્રિશ્ચિયન નિયમો પ્રમાણે ચાલે છે અને છેલ્લા 150 વર્ષો દરમિયાન તેના સૂત્રને જીવંત રાખ્યું છે. મોટાભાગની શાળાઓ માલિકીની છે અને તે કેથોલિક મિશનરીઓ દ્વારા ચાલવવામાં આવે છે. તેમાંની કેટલીક કૉલેજો છે:
કુન્નુર અનેક જાણીતી વ્યક્તિઓનું મૂળ વતન છે. હેન્નસે બ્રાન્ડના કર્નલ રોચેરોફ્ટ તેમનુ નિવૃત જીવન વેલિંગ્ટન પર નજર રાખતા એક ભવ્ય હવેલીમાં વિતાવ્યું હતું. કોચિનના મહારાજાઓનો ઉનાળુ મહેલ "સ્પ્રિંગફિલ્ડ" (વસંતક્ષેત્ર) કોટાગિરિ માર્ગ પર આવેલો હતો. આ રીતે વિઝૈનગરમના મહારાજાઓનો મહેલ "ઇલ્ક હિલ હાઉસ" તરીકે જાણીતો હતો. વિજયનગરમ્ પેલેસ ટાઇગર હિલ રોડ પર આવેલો હતો. કોચિનના મહારાજાના પત્ની પરુકુટ્ટી નિથ્યરામ્મા ટાઈગર હિલ રોડ પર સ્થિત હોમડાલેમાં રહેતા હતા, તેમના પૂત્ર અને કોચિન રાજ્યના મુખ્ય ઈજનેર વી. કે. અરવિન્દક્ષ મેનન પણ અહીં જ રહેતા હતા સંરક્ષણ દળોના વડા ( નિવૃત ) ફિલ્ડ માર્શલ સામ માણેકશો કન્નુરમાં રહેતા હતા. જનરલ થિમૈય્યા પણ કુન્નુરમાં તેમનું મકાન ધરાવતા હતા. છેત્તીનદના રાજા વિખ્યાત સિમ્સ બાગ નજીક રહેતા હતા. ટાટાના વહીવટી નિર્દેશક ગોપાલકૃષ્ણન ઉનાળો કુન્નુરના બ્રુકલેન્ડમાં વિતાવે છે. બેન્કર-શરાફ અને લેખક રઘુ પાલતેએ કુન્નુરમાં બાળપણ વિતાવ્યું છે. "અજ્ઞાત હિન્દુ" (ઍન ઓબસ્ક્યુઅર હિન્દુ )ના નામ તખ્ખલુસથી લખતા બહુપ્રસૂ લેખક-એસ.આર.નારાયણ ઐયર કુન્નુરના દેવીનિલયમમાં રહેતા હતા.શિવમ અરોરાનું જન્મ સ્થળ કુન્નુર છે.
કુન્નુરએ મેત્તુપલ્યમ સાથે જમીનમાર્ગ દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઊટી સાથે જે રસ્તો જોડાયેલો છે તે નીલગિરિ ઘાટ રોડ છે, જે સમગ્ર જિલ્લા માટેનો પણ મુખ્ય માર્ગ છે. વૈકલ્પિક રીતે એક અન્ય રસ્તો છે કે જે કુન્નુરથી કોટાગિરિ વાયા બંદીશોલા અને બેત્તાતી ટોલગેટને સાંકળે છે. આ રસ્તો રાજ્ય ધોરીમાર્ગ 15 સાથે જોડાય છે, જે કોતાગિરિથી ઊટી તરફ જાય છે. બેંગલુરુ, મૈસૂર, કોઈમ્બતુર, કાલિકટ, કન્યાકુમારી, તાન્જાવુર, તિરૂપતિ કોચિનથી અહીં નિયમિત બસો છે.
46 કિ.મી. દૂર આવેલું મેત્તુપલ્યમએ અહીંનું સૌથી નજીકનું રેલ્વે મથક છે. મુખ્ય રેલવે મથક કોઈમ્બતુરમાં આવેલું છે (80 કિં.મી.). નીલગિરિ માઉન્ટેન રેલ્વે ભારતની સૌથી જૂની માઉન્ટેન રેલવેમાંની એક છે. જુલાઈ,2005માં યુનેસ્કો દ્વારા નીલગિરિ પ્રવતીય રેલવેને હેરિટેજ સાઇટ (સાંસ્કૃતિક વારસા) તરીકે જાહેર કરવામાં આવી છે. આ રેલવે કુન્નુરને મેત્તુપલ્યમ શહેરના છેક છેવડાના પર્વતો સાથે જોડે છે. નીલગિરિ પ્રવાસી ટ્રેન એ રાજ્યના મુખ્ય મથક ચેન્નઈથી વાયા કોઈમ્બતુર સુધીની નીલગિરિ એક્સપ્રેસ ટ્રેન સાથે અનૂકુળ જોડાણો ધરાવે છે. લાઈન ઊટી સુધી વિસ્તારવામાં આવી એ પૂર્વે પર્વતોમાં કુન્નુર એનએમઆર (NMR)નું છેલ્લું મથક હતું. મેત્તુપલ્યમથી ઊટી સુધી પર્વતીય રેલવેનું વિકટ બાંધકામ કરવાની કામગીરી રાવ બહાદુર બેલ્લિઈ ગાઉડેર દ્વારા કરવામાં આવી હતી, ત્યાર બાદ સ્થાનિક નેતા અને એક બડાગા જેઓ તેને હુબ્બથાલાઈ ગામ સુધી લઈ ગયા હતા. તેમને બ્રિટિશ રાજ તરફથી "રાવ બહાદુર" અને "રાવ સાહેબ" ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. તેઓને નીલગિરિના અનક્રાઉડ કિંગ (રાજ્યાભિષેક વિનાના રાજા) તરીકે પણ ઓળખવામાં આવતા.
નજીકનું હવાઈમથક કોઈમ્બતુર જમીનમાર્ગથી અંદાજે 80 કિ.મી દૂર આવેલું છે (આઈએટીએ (IATA) કોડ સીજેબી (CJB)). કોઈમ્બતુર એ ઘણા રાષ્ટ્રીય ગંતવ્ય સ્થાનો પર સેવા આપે છે, આ સાથે તે કોલંબો, સિંગાપોર અને શારજહા જેવા કેટલાક આંતર રાષ્ટ્રીય માર્ગો પણ ધરાવે છે.
કુન્નુર એ તાલુકા મથક છે, જે તેની અંતર્ગતના છ પંચાયત ગામો માટે જવાબદાર છે.
નીચેના આઠ મહેસૂલ ગામો કુન્નુર એકમમાં સમાવિષ્ટ છે (જેમાંના કેટેલાકનો ઉપર ઉલ્લેખ થયો છે):
અદીગાર્ત્તી, બુર્લીઅર, કુન્નુર કસ્બો, યેદાપલ્લી, હુબ્બથાલાઈ, હુલ્લીકલ, કેત્તી, મેલુર
કુન્નુર વિધાનસભા બેઠક (એસસી - અનુસૂચિત જાતિ માટે અનામત) (SC) નીલગિરિ(લોકસભાની બેઠક)નો ભાગ છે.[૩]