બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM | |
---|---|
જન્મ | મોન્ટગોમરી, પંજાબ, બ્રિટિશ ભારત (હવે પાકિસ્તાનમાં) | 22 November 1940
મૃત્યુ | 17 November 2018[૧] મોહાલી, પંજાબ, ભારત | (ઉંમર 77)
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય સૈન્ય |
સેવાના વર્ષો | ૧૯૬૨-૧૯૯૬ |
હોદ્દો | બ્રિગેડિયર |
દળ | ૨૩મી પંજાબ રેજિમેન્ટ |
યુદ્ધો | ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ લોંગેવાલાની લડાઈ |
પુરસ્કારો | મહાવીર ચક્ર વિશિષ્ઠ સેવા પુરસ્કાર |
બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી MVC, VSM (૨૨ નવેમ્બર ૧૯૪૦ – ૧૭ નવેમ્બર ૨૦૧૮) ભારતીય ભૂમિસેનાના એક પુરસ્કૃત અધિકારી હતા.[૨] તેઓ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં લોંગેવાલાની લડાઈમાં તેમના પરાક્રમી નેતૃત્વ માટે પ્રખ્યાત છે. જે માટે તેમને ભારત સરકાર તરફથી બીજો સર્વોચ્ચ ભારતીય લશ્કરી પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૭ની હિન્દી ફિલ્મ બોર્ડર આ યુદ્ધ પર આધારિત હતી, જેમાં તેમની ભૂમિકા સની દેઓલે ભજવી હતી.[૩][૪] તેઓ ૨૦૦૬ થી ૨૦૧૧ દરમિયાન ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહ્યા હતા.
કુલદીપ સિંઘ ચાંદપુરીનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૪૦ ના રોજ મોન્ટગોમરી, પંજાબ, બ્રિટિશ ઇન્ડિયા (હવે પંજાબ, પાકિસ્તાન) માં થયો હતો.[૫] તેમનું કુટુંબ તેમના મૂળ ગામ ચાંદપુર રૂરકી, બલાચૌરમાં સ્થાયી થયું હતું. તેઓ એક સક્રિય NCC સભ્ય હતા અને ૧૯૨૨માં સરકારી કોલેજ, હોશિયારપુરમાંથી સ્નાતકના અભ્યાસ દરમિયાન NCC પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી.[૫] ચાંદપુરી તેમના કુટુંબમાંથી ભારતીય સૈન્યમાં દાખલ થયેલ ત્રીજી પેઢીના સભ્ય હતા. તેમના બંને નાના કાકાઓ ભારતીય હવાઇ સેનામાં અધિકારી હતી. ચાંદપુરી તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા.
૧૯૬૩માં ચાંદપુરી ઓફિસર્સ ટ્રેઇનિંગ એકેડમી, ચેન્નાઇ માંથી ૨૩મી બટાલિયન, પંજાબ રેજિમેન્ટ (૨૩ પંજાબ)માં પસંદ કરવામાં આવ્યા, જે ભારતીય લશ્કરની સૌથી જૂની અને સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટ છે. છે. તેમણે ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પશ્ચિમ ક્ષેત્રમાંથી ભાગ લીધો હતો. યુદ્ધ પછી તેમણે યુનાઇટેડ નેશન્સ ઇમરજન્સી ફોર્સ (UNEF)માં ગાઝા (ઈજિપ્ત) માટે એક વર્ષ સેવા આપી હતી. તેમણે પ્રતિષ્ઠિત એવી મ્હો, મધ્ય પ્રદેશની ઇન્ફન્ટ્રી સ્કૂલમાં બે વખત અધ્યાપક તરીકે સેવા આપી હતી.[૫]
જ્યારે પાકિસ્તાની સૈન્યે ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન રાજસ્થાનના લોંગેવાલા પર આક્રમણ કર્યું ત્યારે કુલદીપ સિંઘ ચાંદપુરી ૨૩ પંજાબમાં મેજરની પદવી પર હતા. ચાંદપુરી અને તેમના ૧૨૦ સૈનિકોએ ૨૦૦૦-૩૦૦૦ સૈનિકોના મજબૂત સૈન્ય ધરાવતા પાકિસ્તાનના ૫૧મા પાયદળ અને ૨૨મી બખ્તરીયા રેજિમેન્ટના આક્રમણ સામે મથકની સુરક્ષા કરી. ચાંદપુરી અને તેમની કંપનીએ આખી રાત્રિ દરમિયાન ભારતીય વાયુ સેનાની મદદ સવારમાં આવી ત્યાં સુધી પાકિસ્તાની સૈન્યને રોકી રાખ્યું હતું.
ચાંદપુરીએ તેમના સૈનિકોને બંકરથી બંકર જઇને ઉત્સાહ પૂરો પાડ્યો હતો અને જ્યાં સુધી મદદ ન આવે ત્યાં સુધી દુશ્મનને રોકી રાખવાની પ્રેરણા આપી હતી. ચાંદપુરની કંપનીએ દુશ્મનોને ભારે નુકશાન પહોંચાડીને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી અને દુશ્મનો ૧૨ ટેંકો ત્યાં જ છોડી ગયા હતા. તેમના આ શૌર્ય અને નેતૃત્વ માટે ચાંદપુરીને ભારત સરકાર દ્વારા મહાવીર ચક્ર (MVC) એનાયત થયો હતો.
તેઓ લશ્કરમાંથી બ્રિગેડિયરની પદવી પરથી નિવૃત્ત થયા હતા.
મહાવીર ચક્ર | વિશિષ્ટ સેવા ચંદ્રક | પરાક્રમ ચંદ્રક (વાઉન્ડ મેડલ) | |
સામાન્ય સેવા મેડલ | સમર સેવા ચંદ્રક | પશ્ચિમી ચંદ્રક | રક્ષા ચંદ્રક |
સંગ્રામ ચંદ્રક | સૈન્ય સેવા ચંદ્રક | ઉચ્ચ ઊંચાઇ સેવા ચંદ્રક | વિદેશ સેવા ચંદ્રક |
સ્વતંત્રતાની ૨૫મી વર્ષગાંઠ ચંદ્રક | ૨૦ વર્ષ સેવા ચંદ્રક | ૯ વર્ષ સેવા ચંદ્રક | યુનાઇટેડ નેશન્સ દળ ચંદ્રક |
|url status=
ignored (મદદ)