ખાડિયા
ખાડીઆ | |
---|---|
વિસ્તાર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૮૦૦૦૧ |
વાહન નોંધણી | GJ-1 |
ખાડિયા કે ખાડિઆ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે, કે જે એક સમયે અમદાવાદનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીનાં નળ અહીં નાખવામાં આવ્યાં હતાં, તે જ રીતે સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાંખવામાં આવી હતી. લોક બોલીમાં ખાડિયા તરીકે ઓળખાતા આ વિસ્તારને ક્યારેક ખાડિઆ પણ લખવામાં આવે છે. રાજકારણમાં ખાડિયાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે[૧], જો કે વર્ષ ૨૦૧૭માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખાડિયાની બેઠક ગુમાવી હતી. ખાડિયાની ફરતે સારંગપુર, રાયપુર, માણેકચોક અને કાલુપુર જેવા વિસ્તારો આવેલા છે, જો કે શાસકિય રીતે ખાડિયા વૉર્ડમાં રાયપુર અને સારંગપુરનો સંપૂર્ણપણે સમાવેશ થઈ જાય છે અને કાલુપર અને માણેકચોક ઉપરાંત આસ્ટોડિયાના પણ અમુક વિસ્તારો આ વોર્ડમાં સમાવવામાં આવેલા છે.
અમદાવાદની ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખાડિયામાં રહેતી હતી. પ્રખ્યાત હાસ્ય લેખક અશોક દવે ખાડિયામાં જન્મ્યા હતાં. સાંઇબાબા પણ ખાડિયાની સેવકાની વાડીમાં રહેતાં હતાં તેવું અધિકાંશ લોકો માને છે,[સંદર્ભ આપો] જોકે તેમનાં પૂર્વ જીવનની બહુ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય, ન્યાય અને કાયદા મંત્રી તથા સ્પિકર રહી ચુકેલા અશોક ભટ્ટ ખાડિયા વૉર્ડમાંથી જ ચૂંટાઇ આવતા હતા.[૨] વર્ષ ૨૦૧૮માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાડિયા વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર મયુર દવેની સાથે ખાડિયામાં ઉત્તરાયણ મનાવી હતી.[૩]
ખાડિયાની બધીજ પોળોમાં જૂના મકાનો છે, જે તેમની કાષ્ટકલાને (કોતરણી) કારણે જોવાલાયક છે.[૪] ગુજરાત સરકારે જેઠાભાઈની પોળને હેરિટેજ એક્ટ હેઠળ મૂકીને પોળનાં જૂનાં કલાત્મક મકાનો વેચવા ઉપર અંકુશ મુક્યો છે. રાજ્યનું સૌથી જૂનું સાંઇ બાબાનું મંદિર અહીં આવેલું છે જે ૧૯૬૫માં બનાવવામાં આવ્યું હતું.[૫] અહીં આવેલું બાલા હનુમાનનું મંદિર દર શનિવારે ભક્તોનાં માનવ મહેરામણથી ઉભરાઇ જાય છે.
અમદાવાદ શહેરમાં શેરીઓને પોળ તરીકે ઓળખવામાં આવે છે. ખાડિયા વિસ્તારની પોળોની યાદી નીચે આપેલી છે:
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |