ગંગુબાઇ હંગલ | |
---|---|
![]() | |
જન્મ | ૫ માર્ચ ૧૯૧૩ ![]() હંગલ ![]() |
મૃત્યુ | ૨૧ જુલાઇ ૨૦૦૯ ![]() હુબલી ![]() |
શૈલી | હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ![]() |
ગંગુબાઇ હંગલ (કન્નડ ભાષા:ಗಂಗೂಬಾಯಿ ಹಾನಗಲ್) (માર્ચ ૫ ૧૯૧૩ – જુલાઇ ૨૧ ૨૦૦૯), ભારતીય શાસ્ત્રીય સંગીતની ખયાલ (khyal)શૈલીનાં ગાયિકા હતા, તેઓ તેમનાં ઉંડા અને બુલંદ અવાજ માટે જાણીતા હતા. [૧] હંગલ 'કિરાના ઘરાના' (Kirana gharana)નાં નોંધનીય સભ્યોમાંના એક હતા.[૨]
ગંગુબાઇ હંગલનો જન્મ કર્ણાટકનાં ધારવાડ ગામે, ખેતીકામ કરનાર,'ચિક્કુરાવ નાદીગર' (Chikkurao Nadiger)[૩] અને કર્ણાટકી સંગીતનાં ગાયિકા,અંબાબાઇ, નેં ત્યાં થયેલો. [૪] ગંગુબાઇએ ફક્ત પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું [૫] અને તેમનું કુટુંબ, ૧૯૨૮માં, હુબલી રહેવા ગયું.[૩] પ્રારંભમાં,માનવંતા ગુરુ 'સવાઇ ગંધર્વ' પાસે શિક્ષણ લેતા પહેલાં,ક્રિષ્નાચાર્ય અને દત્તોપંત દેસાઈ પાસે તેણીએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો.[૧][૬]
હંગલનું કુટુંબ નીચા કુળનું ગણાતું અને તે સમયે સ્ત્રીઓ માટે ગાયન એક અયોગ્ય વ્યવસાય ગણાતો.૱ હંગલે આ સમસાઓનો સામનો કરી ગાયન માં પોતાની કારકીર્દી બનાવી. તેઓએ કર્ણાટક વિદ્યાપીઠમાં માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને ૨૦૦૨માં ભારતનું સર્વોચ્ચ ખિતાબ પદ્મ વિભૂષણ અર્પણ કરાયું હતું. તેમણે પોતાનો છેલ્લો કાર્યક્રમ માર્ચ ૨૦૦૬માં તેમની ૭૫ વર્ષની ઉંમર ઓળંગવા પર આપ્યો. તેમણે ૨૦૦૩માં મૅરો કેન્સરને માત આપી હતી. તેઓ ૨૧ જુલાઈ ૨૦૦૯માં હૃદયરોગના હુમલાથી ૯૬ વર્ષની વયે અવસાન પામ્યા. તેમણે અંગ દાન ના સંદેશને ફેલાવવા નેત્ર દાન કર્યાં
તેઓની આત્મકથાનું નામ "મારા જીવનનું સંગીત" (Nanna Badukina Haadu) છે. [૪]
તેમના લગ્ન ૧૬ વર્ષની આયુમાં ગુરુ રાવ કૌલગી નામના એક બ્રાહ્મણ વકીલ સાથે થયાં. તેમને બે પુત્રો હતાં નારાયણ રાવ અને બાબુ રાવ. તેમને એક પુત્રી પણ હતી કૃષ્ણા જે ૨૦૦૪માં કેંસરને લીધે ૭૫ વર્ષની વયે મૃત્યુ પામી. [૭] [૮] .[૯]
ગંગુ બાઈ હંગલને ઘનાં સન્માન મળ્યાં: • કર્ણાટક સંગીત નૃત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૬૨ • પદ્મ ભુષણ, ૧૯૭૧[૭] • પદ્મ વિભુષણ, ૨૦૦૨[૭] • સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૩[૧૧] • સંગીત નાટક અકાદમી ફેલોશીપ, ૧૯૯૬- કર્ણાટક રાજ્ય સરકરે હંગલના મૃત્યુ પર બે દિવસનો શોક જાહેર કર્યો ધારવાડ જિલ્લાના કમિશનરે ૨૨ જુલાઈએ રાજકીય અંતિમ સંસ્કાર ની ઘોષણા કરી.
|publisher=
(મદદ)
|access date=
ignored (|access-date=
suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher=
(મદદ)