ગુજરાત રાજ્યમાં કુલ ૧૮ હવાઈમથકો આવેલાં છે. આ હવાઈમથકોનું સંચાલન અને માલિકી એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ભારતીય વાયુસેના, ગુજરાત સરકાર અથવા ખાનગી કંપનીઓ હેઠળ છે.[૧][૨] ગુજરાતમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈમથકો, નવ સ્થાનિક હવાઈમથકો, બે ખાનગી હવાઈમથકો અને ત્રણ સંરક્ષણ હવાઈમથકો છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ)ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઉડ્ડયન માળખાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.[૩]
આ સૂચિમાં નીચેની માહિતી શામેલ છે:
હવાઈમથક પ્રકાર | વર્ણન |
---|---|
આંતરરાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને યાતાયાત સંભાળતું હોય એવું હવાઈમથક. |
આંતરરાષ્ટ્રીય (CE) | સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે. |
કસ્ટમ્સ | કસ્ટમ ચેકિંગ અને ક્લિયરન્સ સુવિધા સાથેનું એરપોર્ટ અને આખા વર્ષ દરમિયાન સ્થાનિક યાતાયાતનું સંચાલન કરે છે. આમાંનાં કેટલાંક કસ્ટમ્સ એરપોર્ટ પરથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનોનું મર્યાદિત સમય માટે સંચાલન થાય છે. |
સ્થાનિક | માત્ર સ્થાનિક (ડોમેસ્ટિક) યાતાયાતનું સંચાલન કરતું હોય તેવું હવાઈમથક. |
સ્થાનિક (CE) | સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે. |
રાજ્ય/ખાનગી | રાજ્ય સરકાર અને/અથવા ખાનગી સંસ્થાઓનાં નિયંત્રણ હેઠળનું હવાઈમથક. વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોર્પોરેશનોની માલિકીનું હવાઈમથક, એરફિલ્ડ અથવા એરસ્ટ્રીપ માત્ર ખાનગી ઉપયોગ માટે છે. |
સંરક્ષણ | ભારતીય સશસ્ત્ર દળોના નિયંત્રણ હેઠળનું એક એરફિલ્ડ જ્યાં વ્યાવસાયિક અને ખાનગી ઉડાનોનું સંચાલન થતું નથી. એરફોર્સ સ્ટેશનો, નેવલ એર સ્ટેશનો અને એરફોર્સ ટ્રેનિંગ સુવિધાઓ સિવાય અહીં સૂચિબદ્ધ છે. |
હવાઈમથક કાર્યાત્મક સ્થિતિ | વર્ણન |
---|---|
કાર્યરત | સૂચવે છે કે હવાઈમથક જાહેર ઉપયોગ માટે સક્રિય વ્યાવસાયિક સેવા ધરાવે છે. |
બંધ | સૂચવે છે કે હવાઈમથક હવે વ્યાવસાયિક સેવા માટે કાર્યરત નથી. |
પ્રસ્તાવિત અથવા બાંધકામ હેઠળ | સૂચવે છે કે હવાઈમથક પ્રસ્તાવિત છે અથવા બાંધકામ હેઠળ છે. |
સૂચિમાં તેમની સંબંધિત ICAO અને IATA સંજ્ઞા સાથે આંતરરાષ્ટ્રીય, સ્થાનિક, સંરક્ષણ અને બિન-કાર્યરત એરપોર્ટનો સમાવેશ થાય છે.
સેવાનો વિસ્તાર | હવાઈમથકનું નામ | IATA | ICAO | હવાઈમથકનો પ્રકાર | કાર્યરત | માલીકી/સંચાલન | Ref(s) |
---|---|---|---|---|---|---|---|
અમદાવાદ | સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક | AMD | VAAH | આંતરરાષ્ટ્રીય | હા | AAI અને અદાણી ગ્રુપ | [૫] |
અંબાજી | અંબાજી હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૬] |
અમરેલી | અમરેલી વિમાનમથક | — | XAM | રાજ્ય/ખાનગી | હા | ગુજરાત સરકાર | [૩] |
અંકલેશ્વર | અંકલેશ્વર હવાઈમથક | — | — | સ્થાનિક | બાંધકામ હેઠળ | AAI | [૬] |
ભાવનગર | ભાવનગર હવાઈમથક | BHU | VABV | સ્થાનિક | હા | AAI | [૭] |
ભુજ | ભુજ હવાઇમથક | BHJ | VABJ | સ્થાનિક (CE) | હા | MoD અને AAI | [૮] |
બોટાદ | બોટાદ હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૬] |
દહેજ | દહેજ હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | — | [૯] |
દાહોદ | દાહોદ હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૬] |
ડીસા | ડીસા હવાઇ મથક | — | VADS | સ્થાનિક (CE) | બાંધકામ હેઠળ | MoD અને AAI | [૧૦] |
ધોળાવીરા | ધોળાવેરા હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૬] |
ધોલેરા | ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક | — | — | આંતરરાષ્ટ્રીય | બાંધકામ હેઠળ | AAI | [૧૧] |
ધોરડો | ધોરડો હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૬] |
દ્વારકા | દ્વારકા હવાઈમથક | — | — | સ્થાનિક (CE) | પ્રસ્તાવિત | MoD અને AAI | [૧૨] |
જામનગર | જામનગર હવાઈમથક | JGA | VAJM | સ્થાનિક (CE) | હા | MoD અને AAI | [૧૩] |
જુનાગઢ | કેશોદ હવાઈમથક | IXK | VAKS | સ્થાનિક | હા | AAI | [૧૪] |
કંડલા | કંડલા હવાઈમથક | IXY | VAKE | સ્થાનિક | હા | AAI | [૧૫] |
કેવડિયા | કેવડિયા હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૬] |
માંડવી | માંડવી હવાઈમથક | — | — | રાજ્ય/ખાનગી | હા | ગુજરાત સરકાર | [૧૬] |
મહેસાણા | મહેસાણા હવાઈમથક | — | — | રાજ્ય/ખાનગી | હા | ગુજરાત સરકાર | [૧૭] |
મીઠાપુર | મીઠાપુર એરસ્ટ્રીપ | — | IN-0106 | રાજ્ય/ખાનગી | હા | ટાટા કેમિકલ્સ | [૩] |
મોરબી | મોરબી હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
મુન્દ્રા | મુન્દ્રા હવાઈમથક | — | VAMA | રાજ્ય/ખાનગી | હા | અદાણી ગ્રુપ | [૧૯] |
નલિયા | નલિયા એરફોર્સ સ્ટેશન | — | VANY | સંરક્ષણ | હા | IAF (MoD ) | [૨૦] |
પાલીતાણા | પાલીતાણા હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
પોરબંદર | પોરબંદર હવાઈમથક | PBD | VAPR | સ્થાનિક | હા | AAI | [૨૧] |
રાજકોટ | રાજકોટ ઈન્ટરનેશનલ હવાઈમથક | HSR | VAHS | આંતરરાષ્ટ્રીય | હા | AAI | [૨૨] |
રાજકોટ હવાઈમથક | RAJ | VARK | સ્થાનિક | હા | AAI | ||
રાજપીપલા | રાજપીપળા હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
રાજુલા | રાજુલા હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
સિદ્ધપુર | સિદ્ધપુર હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
સુરત | સુરત આંતરરાષ્ટ્રીય હવાઈમથક | STV | VASU | આંતરરાષ્ટ્રીય | હા | AAI | [૨૩] |
વડોદરા | વડોદરા હવાઈમથક | BDQ | VABO | કસ્ટમ્સ | હા | AAI | [૨૪] |
વડનગર | વડનગર હવાઈમથક | — | — | સ્થાનિક | પ્રસ્તાવિત | AAI | [૧૮] |
ગુજરાત સરકાર પાસે ચાડ બેટ, ધ્રાંગધ્રા, વાંકાનેર, વઢવાણ, રાધનપુર , ખંભાળિયા, મોરબી , પરસોલી અને લીમડીમાં ખાતે આવેલ અન્ય બિન-કાર્યરત હવાઈપટ્ટી અને હવાઈમથકોની માલિકી છે.[૨૫][૨૬] તેમાંથી મોટા ભાગના બ્રિટિશ ભારતના સમયગાળા દરમિયાન અગાઉના રજવાડાઓ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાની માલિકીની બિન-કાર્યરત સંરક્ષણ હવાઈપટ્ટી કચ્છના ખાવડા ખાતે આવેલી છે.[૩]
ગુજસેલ દ્વારા મોરબી અને પાલિતાણા, અંબાજી, દ્વારકા અને ધોળાવીરા જેવા પ્રવાસન અને તીર્થસ્થાનોમાં નવા એરફિલ્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે.[૨૭] ૨૦૧૬માં, ગુજરાત સરકારે પ્રાદેશિક પહેલના ભાગરૂપે મહેસાણા, સુરત, ભાવનગર, જામનગર, પોરબંદર, કેશોદ, જૂનાગઢ, અમરેલી, ભુજ, કંડલા, ડીસા, માં સ્થિત ૧૧ હવાઈમથકો અને રનવેને સુધારવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો હતો.[૨૮] એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના બનાવી છે અને રાજપીપળા ખાતે ડોમેસ્ટિક એરપોર્ટની દરખાસ્ત કરી છે.[૨૯][૩૦][૩૧]
|url-statusની=
ignored (મદદ)