![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
![]() |
જોસેફ મેક્વાન | |
---|---|
જન્મ | જોસેફ ઇગ્નાસ મેકવાન 9 October 1936 તરણોલ, આણંદ, ગુજરાત |
મૃત્યુ | March 28, 2010 નડીઆદ, ગુજરાત | (ઉંમર 73)
વ્યવસાય | નવલકથાકાર, ચરિત્રકથાકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., બી.એડ. |
લેખન પ્રકાર | નવલકથા, ચરિત્રકથા |
સાહિત્યિક ચળવળ | ભારતમાં દલિત સાહિત્ય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૫૬ - ૨૦૧૦ |
જીવનસાથી | રેજીનાબેન (લ. 1955; મૃત્યુ સુધી 2010) |
સહી | ![]() |
જોસેફ ઇગ્નાસ મેક્વાન (૯ ઓક્ટોબર, ૧૯૩૬ - ૨૮ માર્ચ, ૨૦૧૦) ગુજરાતી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક તેમજ નિબંધકાર હતા. તેમની નવલકથા આંગળિયાત (૧૯૮૬) માટે તેમને ૧૯૮૯નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ૧૯૯૦નો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમના જાણીતા સર્જનોમાં વ્યથાનાં વીતક (૧૯૮૫), આંગળિયાત (૧૯૮૬) અને મારી પરણેતર (૧૯૮૮)નો સમાવેશ થાય છે. ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ નડીઆદ ખાતે કિડની નિષ્ફળ જવાથી તેમનું અવસાન થયું હતું.[૧][૨]
જોસેફ મેકવાનના દાદા ધર્મે હિંદુ હતા પણ ૧૮૯૨માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ ખેડાના તરણોલ (હાલમાં આણંદ તાલુકો) ગામમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન બાજુનું ઓડ ગામ હતું. તેમના પિતા ઇગનાસ (ડાહ્યાલાલ) તરણોલની ખ્રિસ્તી મિશનરી સંસ્થામાં કામ કરતા હતા. તેમનું બાળપણ ગરીબીમાં અને તેમની માતા હીરીબેન (હીરા)નું અવસાન તેઓ નાના હતા ત્યારે જ થવાથી માતા વગર પસાર થયું. તેમના પિતાએ તુરંત અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જે જોસેફ સાથે ક્રૂરતાથી વર્તતી હતી.[૩]
૧૯૬૭માં તેઓ પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ.એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી.એડ. થયા. કોલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કોલેજની નોકરી છોડી દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તક્લીફો સહન કરવી પડી.[સંદર્ભ આપો]
જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.
વ્યથાનાં વીતક (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) એમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.
આંગળિયાત (૧૯૮૬) દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે.
ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવ.
પુરસ્કારો
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |