વર્ગીસ કુરિયન (૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨) જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે[૨] સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ,[૩][૪] ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો,[૫] અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો,[૬] અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો,[૭] જેને કારણે રોજગારી, આવક, રોકાણ, પોષક, શિક્ષણ, તંદુરસ્તીમાં વધારો અને જાતિગત ભેદભાવોમાં ઘટાડો તેમજ નીચલા સ્તર સુધી લોકશાહી અને નેતાગીરીમાં પરિવર્તનો જોવા મળ્યા હતા.[૮]
કુરિયન ટૂંકી માંદગી પછી ૯૦ વર્ષની વયે ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ નડીઆદમાં[૯][૧૦][૧૧] અવસાન પામ્યા હતા અને થોડા સમય પછી તેમના પત્નિ મુંબઈમાં અવસાન પામ્યા હતા.
વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ તેઓ દૂધ પીતા નહોતા.[૧૨] તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં થયો હતો પરંતુ તેઓ પછીથી નાસ્તિક બન્યા હતા.[૧૩][૧૪][૧૫]
↑Kurien, Verghese (૨૦૦૭). "India' s Milk Revolution: Investing in Rural Producer Organizations". માં Narayan, Deepa; Glinskaya, Elena (સંપાદકો). Ending Poverty in South Asia: Ideas that work. Washington D.C., USA: (The World Bank). પૃષ્ઠ ૫૨. ISBN0-8213-6876-1. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨.
↑Kurien, Verghese. "I AM: Verghese Kurien." The Times of India. N.p., 1 Apr. 2006. Web. "When I was young, I had to memorise parts of the Bible and perform rituals. It was perhaps this experience that turned me into an atheist."
↑Gandhi, A. K. Verghese Kurien. N.p.: Prabhat Prakashan, n.d. Print. "He was an atheist"
↑"Verghese Kurien." The Economist. N.p., 22 Sept. 2012. Web. 28 Oct. 2016. "He was born a Christian, became an atheist..."