સ્થાપના | ૧૯૪૯ |
---|---|
સ્થાપક | મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ |
હેતુ | ભારતીય શાસ્ત્રીય નૃત્યો, નાટક, કઠપૂતળી નૃત્ય કળાની તાલીમ સંસ્થા |
સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ | 23°02′51″N 72°34′22″E / 23.04750°N 72.57278°ECoordinates: 23°02′51″N 72°34′22″E / 23.04750°N 72.57278°E |
નિર્દેશક | મલ્લિકા સારાભાઈ |
વેબસાઇટ | darpana |
દર્પણ અકાદમી અથવા દર્પણ એકેડેમી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ, ગુજરાતની રજૂવાતી કળા (પરફોર્મિંગ આર્ટ્સ) શીખવતી એક શાળા છે, જેની સ્થાપના મૃણાલિની સારાભાઈ અને વિક્રમ સારાભાઈએ ૧૯૪૯ માં કરી હતી, [૧] [૨] તેનું સંચાલન છેલ્લા ત્રણ દાયકાથી તેમની પુત્રી મલ્લિકા સારાભાઈ દ્વારા કરવામાં આવે છે. [૩] આ શાળા દર વર્ષે અમદાવાદ ખાતે ત્રણ દિવસના વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય કળા ઉત્સવનું આયોજન કરે છે. [૪] આ સંસ્થાએ ૨૮ ડિસેમ્બર ૧૯૯૮ ના દિવસે તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી અને આ અવસરે શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રમાં, શ્રેષ્ઠતા માટેના મૃણાલિની સારાભાઈ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. [૫]
"દર્પણ" એ "અરીસા" માટેનો હિન્દી શબ્દ છે, [૬] અહીં તેનો ઉપયોગ "અભિનય દર્પણ" - હાવભાવના અરીસાના સંદર્ભમાં થયો છે. અભિનય દર્પણએ નંદિકેશ્વર લિખિત ભારતીય રંગમંચ-હસ્તકલા અને નૃત્ય પર આધારિત પ્રાચીન લેખ છે. [૭] [૮]
દર્પણ એકેડેમી ઑફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના અમદાવાદ, ગુજરાત, ભારત માં વિક્રમ સારાભાઈ અને તેમની પત્ની મૃણાલિની સારાભાઈએ કરી હતી. [૯] [૧૦] [૧૧]
૧૯૬૦ ના દાયકામાં સમાજ પરિવર્તન માટે કળાના ઉપયોગના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ થઈ. દર્પણના કઠપૂતળી કળાકારોએ ગ્રામ્ય વિકાસના ક્ષેત્રે કેન્દ્રીય મંત્રાલય સાથે મળીને ગામની મહિલાઓને ધુમાડા વગરના ચૂલાનો ઉપયોગ કરવાનું શીખવવાનું શરૂ કર્યું. ત્યારબાદ કૈલાસ પંડ્યા દ્વારા સંચાલિત નાટ્ય વિભાગે મા નામના નાટક દ્વારા લોકોને યુદ્ધના પ્રયત્નો પ્રત્યે સજાગ કર્યા. મૃણાલિની સારાભાઈએ, ભરતનાટ્યમના પરંપરાગત આધ્યાત્મિક મૂળથી દૂર જઈ દહેજ-હિંસાની ભયાનકતા નૃત્ય દ્વારા દર્શાવવા માટે આ શૈલિનો ઉપયોગ કર્યો. વર્ષોથી સામાજિક પરિવર્તન માટે કળાના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બે વિભાગોની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં પહેલો વિભાગ એટલે ૧૯૮૦માં વિકાસ માટે દર્પણ (દર્પન ફોર ડેવેલોપમેન્ટ, જે આજકાલ અભિનેતા કાર્યકર જીગ્નેશ પટેલ દ્વારા સંભાળવામાં આવે છે) અને બીજો વિભાગ એટલે ૨૦૦૧ માં ફિલ્મ નિર્માતા યાદવ ચંદ્રન દ્વારા સંચાલિત દર્પણ કમ્યુનિકેશન. આ ઉપરાંત, ૨૦૦૯ માં નાગરિકોને તેમની પોતાની લડાઈ લડવા માટે ઉપલબ્ધ કાયદા અને સાધનોનો ઉપયોગ કરવા અને લોકોને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટના ઉપયોગમાં વ્યવહારુ માર્ગદર્શન અને તાલીમ આપવા માટે CRANTI (સિટિઝન્સ રિસોર્સ અને એક્શન ઈનિશિએટિવ) ની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન, આ વિભાગોએ આખા ભારતમાં ૫૧ થી વધુ પરિયોજનાઓ પર કામ કર્યું છે, જે ૧.૨૫ કરોડ લોકો સુધી પહોંચી છે. તેઓ આ કામ જાહેર આરોગ્ય, મહિલા સશક્તિકરણ, જાતિના મુદ્દાઓ અને શિક્ષણથી લઈને પર્યાવરણ, માનવાધિકાર, સાંપ્રદાયિક સુમેળ, સુશાસન, લોકશાહીમાં નાગરિકની ભાગીદારી, જાતિ અને અપંગતા જેવા ક્ષેત્રોમાં કરે છે. આ માટે સંસ્થા ટેલિવિઝન, ફિલ્મ, થિયેટર અને પથ નાટક, પ્રશ્નમંચ, વાદ સ્પર્ધા, કઠપૂતળી અને બોર્ડ ગેમોના ઉપયોગ કરી તેમના ઉદ્દેશ્યો પૂરા પાડાવા કાર્ય કરે છે. તેઓ મહિલાઓ અને હિંસાથી લઈને ધાર્મિક અસહિષ્ણુતા, પર્યાવરણ, માનવાધિકાર, ભ્રષ્ટાચાર અને ન્યાય સુધીની અનેક સંવેદનશીલ સમસ્યાઓ વિશે અસરકારક રીતે વાત કરતી કરી શક્યા છે.
અકાદમીને ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૫-૨૦૦૭માં આર્ટિસ્ટ રેસીડેન્સી પ્રોગ્રામો પ્રદાન કરવા માટે યુનેસ્કોની પ્રાયોજકતા મળી હતી. [૧૨] [૧૩] [૧૪] વિશ્વની સંસ્કૃતિઓ અને પ્રાકૃતિક વારસાના રક્ષણમાં સક્રિય સંસ્થા - યુનેસ્કોની યાદિમાં આ અકાદમીની નોંધણી થયેલી હતી અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકોમાં ભાગ લેવા તેને આમંત્રણ આપ્યું હતું. [૧૫] [૧૬]
૧૯૬૨ માં, અચ્યુત કાનવિંદને અકાદમીના મકાનની રચના માટે સારાભાઈ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. [૧૭]
અકાદમી ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ, ભારતીય શાસ્ત્રીય ગાયન, મૃદંગમ્, વાયોલિન વાદન વાંસળી વાદન, કઠપૂતળી કળા અને માર્શલ આર્ટ કલરીપાયત્તુના અભ્યાસક્રમો ચલાવે છે. તેના વિભાગો કળાના પ્રદર્શન અને કળા પ્રશિક્ષણથી લઈને કળાનો વિકાસશીલ સંદેશાવ્યવહાર તરીકે અથવા સોફ્ટવેર વાપરીને કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
કૈલાસ પંડ્યા અને દામિની મહેતાની નાટ્ય વિભાગ માં વિવિધ પ્રકારના ૧૦૦ થી વધુ નિર્માણ માટે જવાબદાર છે.
દર્પણ યુવા લેખકોને આકર્ષિત કરે છે અને તેમના પ્રથમ લેખનોને રજૂ કરે છે, જેનાથી તેઓ નિર્મિતીના પ્રયત્નોનો અભિન્ન ભાગ બની જાય છે. મધુ રાય, લાભશંકર ઠાકર, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, ચિનુ મોદી અને હસમુખ બારાડી તેના ઉદાહરણો છે. સંસ્થાએ બે દાયકાથી વધુ સમય માટે થિયેટર-તાલીમ અભ્યાસક્રમો પણ ચલાવ્યા છે.
જન્વક નામની તેની સંશોધન પાંખે ગોવર્ધન પંચાલ લિખિત ભવાઈ જેવા લેખો પ્રૈસિદ્ધ કર્યા છે. આ સંસ્થાએ સાબરમતીના કિનારે નટરાણી નામનું એક પ્રયોગાત્મક નાટ્યગૃહ બંધાવ્યું છે, જે ગ્રીક એમ્પ્લીથિયેટરની યાદ દેવડાવે છે