દિનકર જોષી | |
---|---|
દિનકર જોષી | |
જન્મની વિગત | ભડી ભંડારિયા, ભાવનગર, ગુજરાત | 30 June 1937
શિક્ષણ | બી.એ. (ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર) |
શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
વ્યવસાય | લેખક (૧૯૫૪-), બૅંકર (૧૯૫૯-૧૯૯૫) |
જીવનસાથી | હંસાબેન |
સંતાનો | નિખિલ, અખિલ |
માતા-પિતા | લીલાવતી અને મગનલાલ જોષી |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
હસ્તાક્ષર | |
દિનકર જોષી ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર છે. તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે.
તેમનો જન્મ ૩૦ જૂન ૧૯૩૭ના રોજ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયા ગામે થયો.[૧][૨] તેમનું મૂળ વતન નાગધણીંબા છે. તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા. તેમને બે પુત્રો છે. તેમની નવલકથા 'પ્રકાશનો પડછાયો' પર આધારિત ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં નાટકો ગાંધી વિ. ગાંધી તથા અંગ્રેજી અને હિન્દી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બન્યાં. તેઓ મહાભારત, રામાયણ, વેદ, ઉપનિષદ, વગેરે પ્રાચીન ગ્રંથોના અભ્યાસી છે અને સંપૂર્ણ મહાભારતના ગુજરાતી અનુવાદના ૨૦ ગ્રંથોનું સંપાદન પણ એમણે કર્યું છે. તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે.[૩] આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના કુલ શ્લોકોની સંખ્યા વિશેના દાવાને તેઓએ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો.[૪]