ભારત રત્ન પાંડુરંગ વામન કાણે | |
---|---|
સંસદ સભ્ય , રાજ્ય સભા (નામાંકીત) | |
પદ પર ૩ એપ્રિલ્ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૪ | |
જન્મની વિગત | |
મૃત્યુ | April 18, 1972[૧] | (ઉંમર 91)
શિક્ષણ સંસ્થા | મુંબઈ વિશ્વવિદ્યાલય |
નોંધપાત્ર કાર્ય | ધર્મશાસ્ત્રનો ઇતિહાસ |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૬૩) |
ડો. પાંડુરંગ વામન કાણે ( જન્મ: ૭મી મે ૧૮૮૦- મ્રુત્યુ: ૧૮મી એપ્રીલ ૧૯૭૨) એક જાણીતા ભારતીયવિદ્યાવિદ્ અને સંસ્ક્રુતના વિદ્વાન હતા. તેમને ૪૦ કરતા પણ વધુ વર્ષોની શૈક્ષણીક કારકિર્દી દરમ્યાન ૬૫૦૦ પાનાનાં ' ધર્મશાસ્ત્ર નો ઇતિહાસ' નાં પાંચ ભાગ પ્રકાશીત કર્યા હતાં .તેઓના આ યોગદાન બદલ દેશનો સર્વોચ્ય એવો 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ડો. કાણે એ પુરાતનકાળ અને મદ્યયુગીન ભારતીય ધર્મો અને કાયદાપ્રણાલીનાં ઊંડા સંશોધન બાદ ' ધર્મશાસ્ત્ર નો ઇતિહાસ' ના ૬ ભાગો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતાં. આ સંશોધનો માટે તેઓએ મુંબઈની જાણીતી એશિયાટીક સોસાયટી અને પુણેની ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઇનસ્ટીટયુટનાં સંશોધન ગ્રન્થોનો ઉપયોગ લઈ કર્યો હતો. આ સંશોઘનો પાછળ તેમનુ સંસ્ક્રુતનું જ્ઞાન અને હેતુલક્ષી અભિગમ જવાબદાર હતો. આ ઉપરાંત તેઓએ કાવ્ય શાસ્ત્રનો ઇતિહાસ, ભારત અને મહારાષ્ટ્ર રાજ્યનો સાંસ્કુતિક ભૌગોલિક ઇતિહાસ, મરાઠી ભાષાનું વ્યાકરણ,કૌટિલ્યનું અર્થશાસ્ત્ર,ગણિત અને નાટ્યશાસ્ત્રમાં પણ ઘણું સંશોધન કર્યુ હતુ. તેમના લેખો અને નિબંધોના કુલ ૧૯૮ જેટલા પુસ્તકો પ્રસિધ્ધ થયા હતાં.
ડો.કાણેનાં આવા પ્રદાનને કારણે તેઓને મહામહાપોધ્યાયનું બિરુદ આપવામાં આવેલ હતું. તેઓએ મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતીનો પણ હોદ્દો સંભાળ્યો હતો. કુરુક્ષેત્ર યુનિવર્સિટીનાં ભારતીય વિદ્યા વિભાગની સ્થાપનામાં પણ તેઓએ યોગદાન આપ્યુ હતું. ૧૯૫૬ની સાલમાં તેઓને ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતા. ભારત સરકાર દ્વારા તેઓને બે વખત રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા અને ભારતીય વિદ્યાભવન દ્વારા માનદ સભ્યની નિમણુંક કરવામાં આવી હતી. ૧૯૬૩ના વર્ષમાં તેઓને દેશનું સર્વોચ્ય 'ભારત રત્ન'નું સન્માન આપવામાં આવ્યુ હતું.
ડો.કાણેની યાદમાં મુંબઈની એશિયાટીક સોસાયટી દ્વારા ૧૯૫૪માં ' ઓરીએન્ટલ સ્ટડી' નાં અનુસ્નાતક વિભાગ ચાલુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓની યાદમાં દર ૩ વર્ષે ડો. પી.વી.કાણે સુવર્ણ ચંદ્રક વૈદીક,ધર્મશાસ્ત્ર અને અલંકાર સાહિત્યમાં પ્રદાન માટે આપવામાં આવે છે.