પાર્શ્વનાથ | |
---|---|
૨૩માં જૈન તીર્થંકર | |
પાર્શ્વનાથની મૂર્તી, ઇ.સ. ૬-૭ સદી, વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | નેમિનાથ |
અનુગામી | મહાવીર |
પ્રતીક | સાપ[૧] |
ઊંચાઈ | ૯ ક્યુબિટ (૧૩.૫ ફીટ)[૨] |
ઉંમર | ૧૦૦ વર્ષ |
વર્ણ | લીલા |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | આશરે ૯મી-૭મી સદી[૩] |
દેહત્યાગ | આશરે ૮મી-૭મી સદી[૩] શિખરજી |
માતા-પિતા |
|
પાર્શ્વનાથ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૩મા તીર્થંકર છે.[૪] તેઓ ઐતહાસિક વ્યક્તિ તરીકે માન્યતા પામેલા સૌથી પ્રાચીન જૈન તીર્થંકર છે.[૫][૬] તેમના જીવન કાળ વિષે ચોક્ક્સ માહિતી નથી. જૈન ના મતે તેમનો કાળ ખંડ ઈ.પૂ. ૮મી થી ૯મી સદી દર્શાવે છે જ્યારે ઇતિહાસકારો તેમને ઈ.પૂ. ૮મી થી ૭મી સદીમાં મૂકે છે. મહાવીર, નેમિનાથ અને ઋષભદેવ સાથે પાર્શ્વનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે. તેમની મૂર્તિકલામાં માથે દર્શાવાતા બહુ ફેણધારી નાગના છત્રની વિશેષતા હોય છે. તેમની પૂજા અર્ચનામાં ધરણેંદ્ર અને પદ્માવતીની પણ પૂજા (નાગ દેવ અને દેવી) કરવામાં આવે છે.
પાર્શ્વનાથનો જન્મ વારાણસીમાં થયો હતો, તેમણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણ (સાધુ) સંઘની સ્થાપના કરી. તેમણે સાધુઓ માટે ચાર સંયમની અહિંસા, અચૌર્ય, અસત્ય અને પરિગ્રહના નિયમોની પરંપરા શરૂ કરી. શ્વેતાંબર ગ્રંથો, જેમકે આચારાંગ સૂત્ર (ખંડ ૨.૧૫) જણાવે છે કે મહાવીરના માતા પિતા પાર્શ્વનાથના અનુયાયીઓ હતા,[૫] આથી મહાવીરને પહેલેથી અસ્તિત્વ ધરાવતીના સુધારક તરીકે જોડી શકાયા. મહાવીરે પાર્શ્વનાથના ચાર સિદ્ધાંતોનો વ્યાપ વધાર્યો, તેમાં તેમણે અહિંસામાં પોતાના વિચાર્યો ઉમેર્યા અને તેમાં વૈરાગ્યને (બ્રહ્મચર્ય) ઉમેર્યો.[૭] પાર્શ્વનાથના મતમાં બ્રહ્મચર્યની જરૂર ન હતી,[૮] અને સંતોને સામાન્ય સભ્ય પરિવેશ ધારણ કરવાની છૂટ હતી.[૯] પાર્શ્વનાથ ને મહાવીર એ તીર્થંકરોના વિચાર ભેદ, શ્વેતાંબર અને દિગંબર મતભેદ વચ્ચેનું એક કારણ છે.[૧૦][૧૧][૧૨] પાર્શ્વનાથ અને મહાવીર ના વિચારો એક જેવા જ હતા એવી શ્વેતાંબરોની માન્યતાને દિગંબરો માનતા નથી.[૧૩][૧૧]
પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે ઇતિહાસ કારો માન્યતા આપે છે.[૧૪][૧૫] દુંડાના મતે, ઈસિભાશિયમ ના ખંડ ૩૧ જેવ લખાણો પાર્શ્વનાથના પ્રાચીન ભારતમાં ખરેખર અસ્તિત્વ હોવાના પારિસ્થિક પુરાવાઓ આપે છે.[૧૪] એચ જેકોબી જેવા ઈતિહાસકારો પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિત્વ માને છે કેમ કે તેમણે દર્શાવેલ ચતુર્યમ ધર્મ (ચાર નિયમ)નો ઉલ્લેખ બુદ્ધ ધર્મના પૌરાણીક લેખનો માં પણ મળી આવે છે.[૧૬]
તેમને ઐતિહાસિક વ્યક્તિવ માનેલ હોવા છતાં, અમુક ઐતિહાસિક દાવાઓ જેમ કે, મહાવીર સાથે તેમનો સંબંધ, પાર્શ્વનાથે શરૂ કરેલા શ્રમણ સંઘનો (સાધુ સંઘ)નો ત્યાગ અને તેમના જીવન સંબંધી અન્ય માહિતી વિષે ઇતિહાસકારોમાં મત ભેદ છે.[૧૭] જૈન લેખનોમાં તેમને ૧૩.૫૦ ફૂત ઊમ્ચ દર્શાવ્યા છે.[૨]
તેમની જીવન કથામાં કાલ્પનિકતાનો અંશ લાગે છે. જૈન લેખનો અનુસાર તેઓ મહાવીરથી ૨૫૦ વર્ષો પૂર્વે થઈ ગયા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા.[૧૮][૩] જૈન પરંપરા અનુસાર મહાવીરને ઈ. પૂ. ૫૯૯-૫૨૭માં મુકવામાં આવે છે તે અનુસાર પાર્શ્વનાથ ઈ.સ પૂ. ૮૭૧- ૭૭૨માં થયા હોવા જોઈએ.[૧૮][૧૯][૨૦]
જૈન ધર્મ થી બહાર લખાયેલ દંડો અનુસાર ઈતિહાસ કારો મહાવીરને બુદ્ધના સમકાલીન માને છે અને તેમને ઈ.સ. પૂર્વે ૫મી શતાબ્દિમાં મૂકે છે. ૨૫૦ વર્ષનું અંતર પકડતા પાર્શ્વનાથ ઈ. પૂ. ૮મી અથવા ૭મી શતાબ્દિમાં થઈ ગયેલા હોવા જોઈએ.[૩]
તેમના ઐતિહાસિક અસ્તિત્વોનો પુરાવો પ્રાચીન જૈન લેખનોમાં મળી આવે છે જેમાં આચરાંગ સૂત્રના ૧.૪.૧ અને ૧.૬.૩ ખંડમાં મહાવીર વિષેના મુખ્ય આલેખનો અન્ય અન પ્રાચીન સન્યાસીઓના નામ વગરના છુટપુટ ઉલ્લેખો મળે છે.[૨૧] જૈન જ્યોતિષ કે ખગોળ સંબંધી લેખનો મુખ્યત્વે બે જિનોની આસપાસ જ ગુંથાયેલા છે, આદિનાથ અને મહાવીર. ત્યાર બાદ રચાયેલા લેખન સાહિત્યમાં પાર્શ્વનાથ અને નેમિનાથની વાર્તાઓ મળી આવે છે. "કલ્પસૂત્ર" તે આ કાળની રચનાઓ માંની પ્રથમ રચના જ્ઞેય રચના છે. પન આ લેખનોમાં તીર્થંકરોની જે જીવન કથા છે તે વિરાટા શરીર કદ બતાવે છે, તેમાં પાત્રના વર્ણનની ઊંડાઈનો અભાવ છે, અને ત્રણ તીર્થંકરોનું વર્ણન મહાવીર સમાન દર્શાવાઈ છે.[૨૨]
ચોવીસ તીર્થંકરોની વાત જણાવતો "કલ્પસૂત્ર" એ સૌથી પ્રાચીન જૈન ગ્રંથ છે, પરંતુ તે ગ્રંથમાં વીસ તીર્થંકરોની માત્ર સૂચિ આપેલી છે, ત્રણ તીર્થંકરોનો અલ્પ જીવન વૃત્તાંત છે જ્યારે તીર્થંકર મહાવીરનો વિસ્તાર પૂર્વક જીવન ક્રમ વર્ણવેલો છે.[૨૨][૨૩] મથુરાની નજીક મળી આવેલી પ્રાચીન કાળની કોતરણીમાં જૈન મૂર્તિઓ છે પણા તેમાં લાંછન (જેમ કે સિંહ, નાગ)દર્શાવેલા નથી આથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. લાંચન દ્વારા ઓળખવાની પદ્ધતી પાછળથી અમલમાં મુકાઈ હશે આથી તે મૂર્તિઓ ઉપર તે ચિન્હ નથી.[૨૨][૨૪]
પાર્શ્વનાથનો જન્મ પોષ વદ ૧૦ના દિવસે બનારસ (વારાણસી)માં રાજા અશ્વસેના અને રાણી વામાદેવીને ઘેર થયો હતો. [૨૬][૧૪][૨૭] તેઓ ઈક્ષ્વાકુ કુળના હતા.
[૨૮][૨૯] તેમના જન્મ પહેલાં તેઓ જૈન જ્યોતીષ અનુસાર ૧૩મ દેવલોકના ઈન્દ્ર હતા.[૩૦] જ્યારે તેઓ પોતાની માતાના ગર્ભમાં હતા ત્યારે દેવલોકમઆંથી દેવોએ આવી ગર્ભ-કલ્યાણક ઉજવ્યો.[૩૧] તેમની માતાને ૧૪ શુભ સ્વપ્નો આવ્યા, જૈન મતે આ સ્વપ્નો તીર્થંકરના જન્મનો નિર્દેશ કરે છે.[૩૧] જૈન ગ્રંથો અનુસાર જ્યારે તેમનો જન્મ થયો ત્યારે સૌ ઈંદ્રોના સિંહાસન ડોલી ગયા હતા. ત્યાર બાદ તેમણે નીચે આવી જન્મ કલ્યાણક ઉજવ્યો.[૩૨]
પાર્શ્વનાથ જન્મથી શ્યામ-નીલો વર્ણ ધરાવતા હતા. પ્રકૃતિના ખોળે રમ્તા રમતા તેઓ આકર્ષક યુવાન બન્યા.[૩૨] ૮ વર્ષની ઉંમરે તેઓ જૈન મત અનુસારના શ્રાવકના ૧૨ વ્રતો પાળતા હતા.[૩૨][note ૧]
પાર્શવનાથ બનારસ (વારાણસી)ના રાજકુમાર હતા. દિગંબર મત અનુસાર પાર્શ્વનાથ પરણ્યા ન હતા, પરંતુ શ્વેતાંબર મત અનુસાર પાર્શ્વનાથ ના લગ્ન કૌશસ્થલના રાજા પ્રસેનજીતની પુત્રી સાથે થય હતા.[૩૪][૩૫] અમુક જૈન ગ્રઠોના અનુવાદ અક્રતા હેનરીચ ઝીમર લખે છે કે ૧૬ વર્ષની ઉંમરે પાર્શ્વનાથે પરણવાનો નિષેધ કર્યો અને વ્યક્તિનો સાચો સંગાથી આત્મા છે તે વિચરી આત્મસાધના કરવા ચાલ્યા ગયા.[૩૬]
૩૦ વર્ષની ઉંમરે પોષ સુદ અગિયારસના દિવસે તેમણે સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી અને સાધુ બન્યા.[૩૭][૩૮] બનારસ નજીક આવેલા ધાતકી વૃક્ષ નીચે૮૪ દિવસ ધ્યાન સાધના કરી તેમને કેવળ જ્ઞાન મેળવ્યું.[૩૯] જૈન ગ્રંથો ના વર્નન અનુસાર એમના પ્રભાવ હેઠળ સિંહ ને હરનના બચ્ચા પણ તેમની આસપાસ એક સાથે રમતા
ચૈત્ર વદ ચૌદશના દિવસે પાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.[૪૦] દેવલોકના દેવોએ સમોસરણની (ધર્મસભા કે મંડપ) રચના કરી, જેથી તેઓ પ્તાના જ્ઞાન વડે લોકોનું માર્ગદર્શન કરી શકે.[૪૧]
૭૦ વર્ષ સુધી લોકોને ધર્મ જ્ઞાન આપતાં આપતાં, ૧૦૦ વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા.[૧૪] તેમના મૃત્યુને જૈનો દ્વારા મોક્ષ કહેવામાં આવે છે તેનો અર્થ આત્માનું જન્મ મૃત્યુથી મુક્તિ એવો થાય છે.[૨૭] તેઓ શિખરજી પર્વત પર નિર્વાણ પામ્યા.[note ૨] હાલના કાળમાં આ ટેકરીઓને પોઆરસનાથ ટેકરીઓ તરીકે ઓળખવમાં આવે છે.[૪૪] જૈનો પાર્શ્વનાથને પરિસાડણીયા ('લોકોને પ્રિય') કહે છે.[૪૫][૪૬][૪૭]
જૈન પૈરાણીક અક્થાઓ પાર્શ્વનાથના પૂર્વભવોનું વર્ણન ધરાવે છે. પૂર્વભવોમાં તેમણે માનવ અને પ્રાણી યોનિમાં જન્મ લેતા લેતા આત્માની ઉન્નતિ કરતા તેઓ નિર્વાણ તરફ આગળ વધ્યા. [૪૮][note ૩] પાર્શ્વનાથના અમુક પૂર્વ ભવો નીચે મુજબ છે:[૫૦]
The dead Agnivega was reborn, states Zimmer, as a god with a life of "twenty two oceans of years", while the serpent went to the sixth hell.[૫૮] Ultimately, the soul of Marubhuti-Vajraghosa-Sasiprabha-Agnivega was once again born as Parshvanatha. In this life, he saved serpents from torture and death, and the serpent god Dharnendra and goddess Padmavati thereafter protected him, ever-present in his iconography.[૧૮][૫૯]
Jain texts give different inconsistent accounts of the disciples of Parshvanatha. According to the Kalpa Sūtra, a Śvētāmbara text, Parshvanatha had 164,000 śrāvakas (male lay followers) and 327,000 śrāvikās (female lay followers) and 16,000 sādhus (monks) and 38,000 sādhvīs (nuns).[૬૦][૫૦] According to Svetambara tradition, he had eight ganadharas (chief monks): Śubhadatta, Āryaghoṣa, Vasiṣṭha, Brahmacāri, Soma, Śrīdhara, Vīrabhadra and Yaśas.[૪૪] After his death, the Svetambara believe that ganadhara Śubhadatta became the head of the monastic order. He was then succeeded by Haridatta, Āryasamudra and Keśī.[૩૭]
Digambara tradition, in contrast, states that Parshvanatha had 10 ganadharas, such as in the Digambara text Avasyaka niryukti. They believe that Svayambhu was the chief male mendicant (sadhu). Svetambara texts such as Samavayanga and Kalpa-sutra mention Pushpakula as the chief female mendicant (aryika, sadhvi) among the female followers of Parshvanatha,[૬૦] whereas the Digambara text Tiloyapannati states she was Suloka or Sulocana.[૩૫]
The Nirgranthas (fetter-less) monastic tradition started by Parshvanatha was influential in ancient India, with the parents of Mahavira belonging to it as lay householders supporting the ascetics.[૬૧]