પોંક એક ગુજરાતી નાસ્તો છે જેને જુવારના કાચા કુમળા દાણાને શેકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે ભેળવી ખાવામાં આવે છે.[૧]
આ નાસ્તો બનાવવા માટે, લીલા કાચા જુવારને ભુંજવા અથવા શેકવામાં આવે છે: તેને વાની અથવા હરડા પણ કહેવાય છે.[૨] પોંક માત્ર શિયાળાના ઠંડા મહિનાઓ દરમિયાન જ કુદરતી રીતે પ્રાપ્ય હોય છે (નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી) (મુખ્ય ગાળો ડિસેમ્બર અને જાન્યુઆરીની આસપાસ છે). તકનીકી વિકાસને લીધે, હવે ઑક્ટોબરના અંત થી લઈ માર્ચની શરૂઆત સુધી પણ તે હવે ઉપલબ્ધ હોય છે.
હજીરાની આસપાસના વિસ્તારથી પોંક સુરતના સ્થાનિક ફેરિયા સુધી પહોંચાડવામાં આવે છે. જુવારના ડૂંડાને કોલસામાં શેકી ડૂંડામાંથી દાણા બહાર કાઢવામાં આવે છે. સારો પોંક રંગમાં લીલો હોવો જોઈએ અને જિલેટીન ડેઝર્ટ જેવો નરમ હોવો જોઈએ.