પ્રથમાષ્ટમી ઓડિશામાં સૌથી મોટા બાળકનાં જીવન અને સમૃદ્ધિ માટે યોજાયેલી એક વિધિ છે જેમાં તેમને વરિષ્ઠ સ્ત્રી સંબંધીઓ દ્વારા પ્રગટેલો દિવો અર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ વિસ્તૃત વિધિ કરવામાં આવે છે, જેમાં મંત્રનો પાઠ કરવામાં આવે છે. આ ઉજવણી ઉત્તર ભારતીય પંચાંગ મુજબ માગશર મહિનાની વદ આઠમે એટલે કે કારતકી પૂનમના આઠ દિવસ પછી આવે છે.
ધાર્મિક વિધિમાં માતા અને સંબંધીઓ દ્વારા મોટા બાળકની આરતીનો સમાવેશ થાય છે જે માટે મામા કાકા વિધિ માટે જરૂરી ચીજો મોકલે છે. તેમાં ગણેશ, શષ્ટી દેવી અને કુટુંબના દેવની પૂજા કરવામાં આવે છે. દિવસની મુખ્ય સ્વાદિષ્ટતા એંડોરી પીઠ છે.[૨] આ દિવસને સૌભાગિની અષ્ટમી, કાળ ભૈરવ અષ્ટમી અને પાપ-નાશિની અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.[૩]