ભગવતી ચરણ વોહરા | |
---|---|
![]() ભગવતી ચરણ વોહરા | |
જન્મની વિગત | લાહોર, બ્રિટિશ ભારત | 15 November 1903
મૃત્યુની વિગત | 28 May 1930 લાહોર, બ્રિટિશ ભારત | (ઉંમર 26)
મૃત્યુનું કારણ | બોમ્બ દુર્ઘટના |
અભ્યાસ | બી.એ. |
શિક્ષણ સંસ્થા | લાહોર નેશનલ કોલેજ |
જીવનસાથી | દુર્ગાવતી દેવી |
સંતાન | સચિન્દ્ર વોહરા |
ભગવતી ચરણ વોહરા (૧૫ નવેમ્બર ૧૯૦૩ - ૨૮ મે ૧૯૩૦) એક ભારતીય ક્રાંતિકારી હતા, જે હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તે એક વિચારધારક, આયોજક, વક્તા અને અભિયાનકાર હતા.
વોહરાએ ૧૯૨૧ માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા માટે કૉલેજ છોડી દીધી હતી, અને આ આંદોલન બંધ થયા પછી, લાહોરની નેશનલ કૉલેજમાં જોડાયા, જ્યાં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. અહીંજ તેઓ ક્રાંતિકારી આંદોલનમાં જોડાયા. તેમણે ભગત સિંહ અને સુખદેવ સાથે મળીને રશિયન સમાજવાદી ક્રાંતિના આધાર પર એક અભ્યાસ વર્તુળ શરૂ કર્યો.
વોહરા એક ઉત્સાહી વાચક હતા. તેમણે જે સંસ્થાઓ સાથે કામ કર્યું હતું તેના કાર્યકારી મૂળમાં બૌદ્ધિક વિચારધારાનો ભંગ કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ જાતિના પૂર્વગ્રહોથી પ્રભાવિત ન હતા અને તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા તેમજ સમાજવાદી સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ગરીબોના ઉત્થાન માટે કામ કર્યું.
૧૯૨૬ માં, જ્યારે તેમના મિત્ર દ્વારા નૌજવાન ભારત સભા નામની ક્રાંતિકારી સંસ્થાની રચના કરવામાં આવી, ત્યારે તેઓને સંગઠનના પ્રચાર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૧] ૬ એપ્રિલ ૧૯૨૮ ના દિવસે, વોહરા અને ભગતસિંહે નૌજવાન ભારત સભાના ઘોષણાપત્રની તૈયારી કરી અને યુવા ભારતીયોને સ્વતંત્રતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમની એકમાત્ર માર્ગદર્શિકા તરીકે, "સેવા, વેદના, બલિદાન"નો ત્રિપક્ષી સૂત્ર રાખવા આગ્રહ કર્યો.
સપ્ટેમ્બર ૧૯૨૮ માં, ઘણા યુવા ક્રાંતિકારીઓ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં મળ્યા અને ચંદ્રશેખર આઝાદના નેતૃત્વ હેઠળ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (એચ.એસ.આર.એ.) માં પુન:સંગઠિત કર્યા. વોહરાને પ્રચાર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા [સંદર્ભ આપો] અને કોંગ્રેસના લાહોર સત્ર સમયે વ્યાપકપણે વહેંચવા માટે એચ.એસ.આર.એ.નું વ્યાપક ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું.[૨] તેઓ જે. પી. સેન્ડર્સની હત્યા અને ભગત સિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકવાના પક્ષમાં પણ હતા.[સંદર્ભ આપો]
૧૯૨૯માં તેણે કાશ્મીર બિલ્ડિંગ, લાહોરના રૂમ નંબર ૬૯ ભાડે લીધી અને તેનો ઉપયોગ બોમ્બ ફેક્ટરી તરીકે કર્યો. તેમણે ૨૩ ડિસેમ્બર ૧૯૨૯ માં દિલ્હી-આગ્રા રેલ્વે લાઇન પર વાઇસરોય લોર્ડ ઇરવિનની ટ્રેન હેઠળ બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી અને તેને અમલમાં મૂક્યો હતો. વાઇસરોય વિના કોઈ હાની ઉગરી ગયા અને મહાત્મા ગાંધીએ તેમના લેખ ધ કલ્ટ ઑફ બોમ્બ દ્વારા ક્રાંતિકારી કૃત્યની નિંદા કરતા, લોકોના હત્યામાંથી ઉગરી જવા બદ્દલ ભગવાનનો આભાર માન્યો.
મહાત્મા ગાંધીના લેખના જવાબમાં, વોહરાએ ચંદ્ર શેખર આઝાદ સાથે સલાહ-સૂચન કરીને ધ ફિલોસોફી ઑફ બોમ્બ નામનો લેખ લખ્યો હતો. જેમાં યુવાનોને આગળ આવવા અને તેમાં જોડાવા અપીલ કરી હતી.
વ્હોરા ૨૮ મે ૧૯૩૦ ના દિવસે લાહોરમાં રાવિ નદીને કાંઠે બોમ્બ પરીક્ષણ કરતા મૃત્યુ પામ્યા હતા.[૩] લાહોર કાવતરાના મુકદ્દમાની સુનાવણી હેઠળ ભગત સિંહ અને અન્ય લોકોને બચાવવા માટે આ ઉપકરણ વપરાવવાનો હતો પરંતુ પરીક્ષણ દરમિયાન જ વિસ્ફોટ થયો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.
તેમના પછી તેમની પત્ની દુર્ગાવતી દેવી (ક્રાંતિકારીમાં માટે તેઓ દુર્ગા ભાભી તરીકે જાણીતા હતા) અને એક પુત્ર સચિન્દ્ર વોહરા હતા.