મલ્હારરાવ ગાયકવાડ | |
---|---|
વડોદરાના મહારાજા | |
![]() મલ્હારરાવ ગાયકવાડ | |
વડોદરા સ્ટેટના ૧૧મા મહારાજા | |
શાસન | ૧૮૭૦ - ૧૮૭૫ |
પુરોગામી | ખંડેરાવ દ્વિતીય ગાયકવાડ |
અનુગામી | માધવરાવ થાંજવુરકર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા |
જન્મ | ૧૮૩૧ |
મૃત્યુ | 1882 (aged 50–51) |
રાજવંશ | ગાયકવાડ |
પિતા | સયાજીરાવ ગાયકવડ દ્વિતીય |
ધર્મ | હિંદુ |
મલ્હાર રાવ ગાયકવાડ વડોદરા (બરોડા) રાજ્યના અગિયારમા મહારાજા હતા, જેમણે ૧૮૭૦ થી ૧૮૭૫ સુધી શાસન કર્યું હતું. તે સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય ના છઠ્ઠા પુત્ર હતા અને તેમના મોટા ભાઈ, ખંડેરાવ દ્વિતીય ગાયકવાડના મૃત્યુ પછી વડોદરાના મહારાજા બન્યા.[૧]
૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાંમાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.
મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.[૨]
બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા.[૧][૩]