માનવ ગોહીલ | |
---|---|
જન્મ | ૧૧ જુલાઇ ૧૯૭૪ વડોદરા |
જીવન સાથી | Shweta Kawatra |
માનવ ગોહીલ (જન્મ : ૯ નવેમ્બર ૧૯૭૪)[૧] એ એક ભારતીય ટેલીવિઝન અને ફીલ્મ અભિનેતા છે. તેઓ "કહાની ઘર ઘર કી" ન્દ્વાઆમ્રાઅની ટીવી ધારાવહીક દ્વારા જાણીતા બન્યા હતા. ત્ સિવાય તેમણે ડાન્સ રિયાલીટી શો "નચ બલીયે -૨", જાસૂસી ધારાવાહીક "સી. આઈ. ડી."માં પણ કાર્ય કર્યું છે. હાલમાં તેઓ તેનાલીરામા નામની ધારાવાહીમાં રજા કૃષ્ણ દેવરાયની ભૂમિકા ભજવે છે.
સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી તેમણે મનોરંજન ક્ષેત્રને વ્યાવસાયિક ધોરણે અપનાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહાની ઘર ઘર કી, કસૌટી, કુસુમ, અગલે જનમ મ્હે બિટિયા હી કીજો અને બડ્ડી પ્રોજેક્ટ જેવી ધારાવાહીકમાં અભિનય કર્યો છે. તેમણે મંદિરા બેદી સાથે "ફેમ ગુરુકુલ"નામના શોનું સંચાલન પણ કર્યું છે.
હિન્દી ફિલ્મ સિવાય સ્વરૂપ સંપટ સાથે તેમણે ગુજરાતી ફીલ્મ, સપ્તપદીમાં પણ અભિનય કર્યો છે.
આ સાથે તેમણે ખાલિદ મહોમ્મદ ના "કેનેડી બ્રીજ" અને ઈલા અરુણના "લેડી ફ્રોમ ધ ઓશન" નામના નાટકો માં પણ અભિનય કર્યો છે. તેમણે હોન્ડા અમેઝ, વોલ્ક્સ વેગન, આઈ. સી.આઈ. સી.આઈ. અને મહિન્દ્રા આદિની જાહેરતોમાં કામ કરેલ છે.
તેમનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગરમાં થયો હતો. ત્યાર બાદ તેઓ અભ્યાસ અર્થે વડોદરા જઈ વસ્યા હતા. [૨] તેમણે કોમર્સમાં સ્નાતક અને એમ. બી. એ. નો અભ્યાસ વડોદરામાં પૂરો કર્યો.[૩] તેમના લગ્ન ટેલિવીઝન અભિનેત્રી શ્વેતા કાવત્રા સાથે થયા છે. .[૪][૫] તે બંને એ સાથે મળી નચ બલીયે - ૨ માં ભાગ લીધો હતો. અહીં માનવને બેસ્ટ ડાન્સરનો ખિતાબ મળ્યો હતો. ૧૧ મે ૨૦૧૨ના દિવસે તેમને એક બાલિકા જન્મી હતી.[૬]
|archive-date=
(મદદ)
|archive-date=
(મદદ)