દાંડી મેમોરિયલ | |
![]() | |
![]() | |
સ્થાપના | 30 January 2019 |
---|---|
સ્થાન | દાંડી, નવસારી, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°53′29″N 72°47′59″E / 20.89139°N 72.79972°ECoordinates: 20°53′29″N 72°47′59″E / 20.89139°N 72.79972°E |
પ્રકાર | સ્મારક |
વેબસાઇટ | dandimemorial.in |
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક અથવા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલ અથવા દાંડી મેમોરિયલ એ દાંડી, ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે, જે મીઠા સત્યાગ્રહના કાર્યકરો અને સહભાગીઓનું સન્માન કરે છે. આ સત્યાગ્રહ સંસ્થાનવાદી ભારતમાં અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી, જેનું નેતૃત્વ ૧૯૩૦ માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.[૧] આ સ્મારક સમુદ્ર કિનારે15 acres (61,000 m2)[૨] જમીન પર ફેલાયેલું છે. આ સ્મારક દરિયાકાંઠે આવેલા દાંડી નામના નગરમાં આવેલું છે જ્યાં ૬ એપ્રિલના ૧૯૩૦ન દિવસે દાંડી યાત્રા પૂર્ણ થઈ હતી અને અંગ્રેજ સરકારનો મીઠા પરનો ઈજારો સમુદ્ર પાણી ઉકાળી મીઠું ઉત્પન્ન કરી તોડવામાં આવ્યો હતો. આ પરિયોજના અંદાજીત ₹૮૯ crore (US$૧૨ million) ના ખર્ચે વિકસાવવામાં આવી હતી.[૩]
રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલને વિકસાવવા માટેની પરિયોજના ઉચ્ચ કક્ષાની દાંડી મેમોરિયલ કમિટી (એચ. એલ. ડી. એમ. સી.) દ્વારા અપાયેલ પરિકલ્પના અને સલાહ અનુસાર કરવામાં આવી હતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેને સમર્થન આપ્યું હતું.[૪] આઈ. આઈ. ટી. મુંબઈએ ડિઝાઈન કોઓર્ડિનેશન એજન્સી તરીકે સેવાઓ પ્રદાન કરી હતી. [૧] ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૦ મી જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ મહાત્મા ગાંધીની પુણ્યતિથીના દિવસે આ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.[૫]
આ સ્મારક 40-metre (130 ft) અંગ્રેજી "A" આકારની સ્ટીલ ફ્રેમ ધરાવે છે જે બે હાથનું પ્રતીક છે. તેને દરિયા કિનારાના વાતાવરણથી બચાવવા માટે, તે કાટ-વિરોધી સામગ્રીઓથી બનાવેલું છે. સ્મારકની ટોચ પર, 2.5-tonne (2,500 kg) મૂકવામાં આવેલો કાંચનો ઘન(ક્યુબ) મીઠાના સ્ગટિકનું પ્રતિનિધિત્વ કરે છે. આ ક્યુબને રાત્રે લેઝર લાઇટ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જે પિરામિડનો અભાસ આપે છે. ક્યુબના છત્ર હેઠળ, 5-metre (16 ft) ઊંચી ગાંધીજીની આગે કૂચ કરતી પ્રતિમા મૂકવામાં આવી છે. ૨૦૧૪ માં આ પ્રતિમાને મુંબઈમાં સાઠ અલગ અલગ ટુકડાઓમાં ઢાળી, એક પ્રતિમા સ્વરૂપે જોડી અને દાંડીમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. તેમાં બે વર્ષથી વધુ સમય લાગ્યો હતો. [૬] સદાશિવ સાઠે દ્વારા તેનું શિલ્પ તૈયાર કરાયું છે. [૧]
મુખ્ય સ્મારકની ડાબી બાજુ ૭૯ સ્વયંસેવકોવાળી ગાંધીજીની ખરા માપની પ્રતિમા છે. આ મૂર્તિઓ કાંસાની બનેલી છે.[૧] તેનું નિર્માણ કરવા વિશ્વભરના શિલ્પીઓ માટે એક ખુલ્લું આમંત્રણ જાહેર કરવામાં આવ્યું હતો અને ભારત, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા, બર્મા, જાપાન, શ્રીલંકા, તિબેટ, યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ૪૦ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી. દરેક શિલ્પકારે બે-બે શિલ્પો બનાવ્યાં હતા. માટીના શિલ્પો પૂર્ણ થયા પછી, મોલ્ડ અને ફાઇબરના બીબાં બનાવવામાં આવ્યા હતા અને શિલ્પોને જયપુરના સ્ટુડિયો સુકૃતિ દ્વારા સિલિકોન-કાંસાની મિશ્રધાતુમાં ઢાળવામાં આવ્યા હતા.[૭]
મીઠાના સત્યાગ્રહના દરિયા કાંઠાનો પ્રતીક દર્શાવવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવ અભેદ્ય, જીઓટેક્સટાઈલ આધારિત તળાવ છે, મીઠાના આયાતી ગળતરને અટકાવવા માટે નીચેથી અને ઉપરથી સીલ કરવામાં આવે છે. તળાવ વરસાદી પાણીથી ભરેલું છે જેને શુદ્ધિ કરણ પ્રક્રિયા કરી નિર્મળ ચળકતું શુધ્ધ પાણી બનાવવામાં આવે છે.[૧]
સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધી દ્વારા આત્મનિર્ભરતાના ગુણ પર ભાર મુકાયો હતો તે ગુણને ફરીથી સ્થાપિત કરવા માટે, સ્મારકને તેની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનાવાયું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ૪૦ સોલાર વૃક્ષો સ્થાપિત કરવામાં આઅવ્યા છે. આને લીધે આ સ્મારક શૂન્ય ઊર્જા પ્રોજેક્ટ બને છે. દિવસ દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા વીદ્યુત ગ્રીડ(જાળું)માં ઉમેરવામાં આવે છે અને રાત્રે, જરૂરી ઊર્જા ગ્રીડમાંથી પાછી આયાત કરવામાં આવે છે. આ સિસ્ટમ ખર્ચાળ બેટરીઓને સ્થાપવાની અને જાળવવાની જરૂરિયાતને ટાળે છે. [૮]
મુલાકાતીઓને ચળવળના ઉદ્દેશ્ય સાથે જોડાવવા માટે, સૌર મીઠું બનાવવાની તકતીઓ સ્થાપિત કરવામાં આવી છે. સ્મારક મુલાકાતીઓની મુલાકાતના સ્મૃતિચિહ્ન તરીકે, ઘરે એક ચપટી મીઠું લઈ જવાની છૂટ છે. આ પ્રવૃત્તિનો હેતુ મહાત્માની વ્યૂહાત્મક તેજસ્વીતાની ઉજવણી કરવાનો છે, જેમણે સ્વતંત્રતા તરફ દોરી જવા માટે મીઠાના શક્તિશાળી રૂપકનો ઉપયોગ કર્યો.[૧]
અહીં ચળવળના દેખાવ દર્શાવતા કુલ ૨૪ ભીંત મૂર્તિ-છબીઓ (મ્યુરલ) છે . મ્યુરલ માટે પ્રારંભિક કલ્પનાકરણ ક્લેફિંજર્સ પોટરી, ઉરકામ, કેરળ અને આઈ. આઈ. ટી. મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. [૧] ત્યાર બાદ,જવાહરલાલ નહેરુ આર્કિટેક્ચર અને ફાઇન આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા મૂર્તિ-છબીઓને માટીમાં બનાવવામાં આવી હતી અને બાદમાં તેમને સ્ટુડિયો સુકૃતિ દ્વારા કાંસામાં ઢાળવામાં આવી હતી.
અહીં એક ઈમારતની દીવાલ પર ગાંધીજી દ્વારા દાંડીમાં લખાયેલ એક વાક્યને તેમના જ હસ્તાક્ષરોમાં દર્શાવવામાં આવ્યું છે. જે આ મુજબ છે
I want world sympathy in this battle of Right against Might. (મારે તાકાત અને સત્યના યુદ્ધમાં વિશ્વની સહાનુભૂતિ જોઈએ છે)
પદયાત્રા દરમિયાન ગાંધીજીએ ૫ એપ્રિલ ૧૯૩૦ ની એક રાત સૈફી વિલામાં પસાર કરી હતી. [૯] તેના માલિક દાઉદી બોહરા સમુદાયના ૫૧ મા ધાર્મિક વડા સૈયદના તાહેર સૈફુદ્દીનની હતા. ૧૯૬૧ માં, તેમણે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને આ વિલા રાષ્ટ્રીય વારસાના ભાગ રૂપે રાષ્ટ્રને અર્પણ કરવા વિનંતી કરી. [૧૦]
૧૯૬૪ થી, વિલાનું સંચાલન ગુજરાત સરકાર કરે છે. તેની જાળવણી માટે સ્થાનિક જિલ્લા વહીવટને ગુજરાત પ્રવાસન વિભાગમાંથી ₹૫૦,૦૦૦ (US$૬૬૦) દર મહિને મળે છે. વર્ષ ૨૦૧૬ માં, ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણના વડોદરા સર્કલએ સૈફી વિલા અને પ્રાર્થના મંદિરને આંશિક રીતે પુનર્સ્થાપિત કર્યું હતું. [૧૧]