લોનાર તળાવમહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાના લોનાર ખાતે આવેલું તળાવ છે, જે ઉલ્કાના પડવાથી બનેલું છે.[૨] આ તળાવ બેસાલ્ટ ખડકો પર બનેલું છે, તેમજ સેલાઇન અને આલ્કાઇન બંને ગુણધર્મો ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ અવકાશવિજ્ઞાનીઓએ તળાવનાં ગુણધર્મો વિશે વિવિધ અભ્યાસો કરેલ છે.[૩] લોનાર તળાવનો વ્યાસ ૧.૨ કિમી (૩,૯૦૦ ફીટ) તેમજ ૧૩૭ મીટર (૪૪૯ ફીટ) ઊંડાઇ ધરાવે છે. આ તળાવનો પરિઘ ૧.૮ કિલોમીટર (૫,૯૦૦ ફીટ) છે.[૪] આ તળાવની ઊંમર ૫૨,૦૦૦ ± ૬,૦૦૦ વર્ષો (પ્લેસ્ટોસિન) મનાય છે, તેમ છતાં, ૨૦૧૦માં થયેલ અભ્યાસ મુજબ તેની ઊંમર ૫,૭૦,૦૦૦ ± ૪૭,૦૦૦ વર્ષો મનાય છે.[૫][૬]
સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ, યુનાઇડેટ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે, જીઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, અને સાગર યુનિવર્સિટી અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાએ આ તળાવ પર વિસ્તૃત સંશોધનો કરેલ છે.[૭][૮]
૨૦૦૭માં આ તળાવમાં નાઇટ્રોજનમાંથી એમોનિયામાં થતું જૈવિક રૂપાંતરણ શોધાયું છે.[૯]
જૂન ૨૦૨૦ની શરુઆતમાં ૨-૩ દિવસ માટે તળાવના પાણીનો રંગ લાલ-ગુલાબી બન્યો હતો.[૧૦][૧૧][૧૨]અગારકર રીસર્ચ ઇન્ટિટ્યુટ, નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે પાણીનું પ્રમાણ ઘટવાને કારણે ક્ષારાશ વધતા બેક્ટેરિયાની વૃદ્ધિ થઇ હતી અને તેનાથી કેરોટેનોઇડના કારણે રંગમાં પરિવર્તન નોંધાયું હતું.[૧૩][૧૪][૧૫]
↑F. Jourdan, F. Moynier, C. Koeberl, S. Eroglu. (જુલાઇ ૨૦૧૧). "40Ar/39Ar age of the Lonar crater and consequence for the geochronology of planetary impacts". Geology. 39 (7): 671–674. doi:10.1130/g31888.1.CS1 maint: multiple names: authors list (link)