પશ્ચિમ ભારતમાં લોહાણા સ્ત્રીઓ (આશરે ૧૮૫૫-૧૮૬૨). | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
---|---|
• પાકિસ્તાન • ભારત • યુ.કે. • પૂર્વ આફિક્રા | |
ભાષાઓ | |
મુખ્યત્વે ગુજરાતી, કચ્છી, સિંધી, પંજાબી અને હિંદી. વિદેશમાં સ્થાનિક ભાષાઓ. | |
ધર્મ | |
મુખ્યત્વે હિંદુ. જેઓ ઇસ્લામમાં વટલાયેલા તેઓ કટારિયા મેમણ અને ખોજા તરીકે અલગથી ઓળખાય છે. |
લોહાણા એક જ્ઞાતિ છે જેના વિશે સ્કંદપુરાણના હિંગુલાદ્રિ ખંડમાંથી માહિતી મળે છે. જે અનુસાર લોહના કિલ્લામાં વાસ કર્યો એટલે તેનું નામ લોહાણા પડ્યું છે.[૧]
લોહાણાઓ પ્રાચીન ક્ષત્રિય રાજવંશ અને ભગવાન શ્રી રામના પુત્ર લવના વંશજો હોવાનો દાવો કરે છે. લોહાણા શબ્દ લોહ-રાણા કે લોહર-રાણાનું અપભ્રંશ છે.[૨][વધુ સંદર્ભ જરૂરી] કવિ ચંદ બરડાઇ રચિત કાવ્ય પૃથ્વીરાજ રાસોમાં લોહાણા જાતિના બે વીરોનો ઉલ્લેખ છે. રાસો પ્રમાણે લોહાણા રાઠૌર વંશી છે.[૩] પરંતુ ૭મી સદીમાં લોહાણાઓના રાજ્ય સિંધમાં હતા તેનો વિસ્તારપૂર્વજ ઇતિહાસ ચચનામા નામના પુસ્તકમાંથી મળે છે. જેમાં લોહાણા રાજવંશનો રાજા અઘમ બ્રાહમણાબાદ અને નેરૂન (નારાયણ કોટ) ઉપર રાજ કરતો હતો. તેની નીચે સામા, લાખા અને સહતા લોહાણાઓના રાજ હતા. જ્યારે અલોરનો બ્રાહ્મણ રાજા ચચ લોહાણા રાજા અઘમને પત્ર લખે છે, તે પત્રમાં રાજા અઘમ લોહાણા પ્રાચીન રાજવંશ હોવાનો ઉલ્લેખ કરે છે.[૪][૫]
તેમણે પંજાબના પ્રદેશમાં અને બાદમાં આશરે ૮૦૦ વર્ષ પૂર્વે ભારતના સિંધ અને હાલના ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું.
તેઓ ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મુંબઈ શહેર અને ભારતના અન્ય શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. તેઓ જગતના અન્ય ઘણા દેશોમાં પણ ધંધા-રોજગાર અર્થે વસેલા છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |