મુદ્રાલેખ | सत्यम् ज्ञानम् अनन्तम् (સંસ્કૃત) |
---|---|
પ્રકાર | રાજ્ય વિશ્વવિદ્યાલય |
સ્થાપના | ૧૯૬૭ |
કુલપતિ | ગુજરાતના રાજ્યપાલ |
ઉપકુલપતિ | ડો. આર. જી. કોઠારી |
સ્થાન | સુરત, ગુજરાત, ભારત 21°09′12″N 72°47′00″E / 21.1534°N 72.7832°E |
કેમ્પસ | શહેરી |
જોડાણો | વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) |
વેબસાઇટ | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી એક જાહેર યુનિવર્સિટી છે.[૧] અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ યુનિવર્સિટીનું નામ વિખ્યાત વિદ્વાન અને ગુજરાતી કવિ નર્મદના માનમાં ૨૦૦૪માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વીએનએસજીયુ) રાખવામાં આવ્યું હતું.[૨] ૧૯૬૫માં સ્થપાયેલી આ યુનિવર્સિટી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો પૂરા પાડે છે, જેમાં જાહેર વહીવટ, ગ્રામીણ અભ્યાસ, તુલનાત્મક સાહિત્ય અને જળચર જીવવિજ્ઞાન જેવા બિન-પરંપરાગત અનુસ્નાતક વિભાગોનો સમાવેશ થાય છે.
આ યુનિવર્સિટીની સ્થાપના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ, ૧૯૬૫ દ્વારા કરવામાં આવી હતી. ૧૯૬૬માં શરૂ થયેલી આ શૈક્ષણિક સંસ્થાને ૨૩ મે ૧૯૬૭ના રોજ યુનિવર્સિટી તરીકે સામેલ કરવામાં આવી હતી અને ૧૯૬૮માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)) દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. વીએનએસજીયુ એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે જેણે ગ્રામીણ અધ્યયનમાં અનુસ્નાતક અભ્યાસક્રમો પ્રદાન કર્યા છે.[૧] ૨૦૦૪માં તેનું નામ બદલીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના કવિ વીર નર્મદ તરીકે જાણીતા નર્મદશંકર લાભશંકર દવેના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[૨][૩]
(વેસુ) સુરત શહેરમાં આવેલી અર્બન યુનિવર્સિટી, યુનિવર્સિટીનું કેમ્પસ ૮૧૦ એકરમાં ફેલાયેલું છે. ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કેમ્પસમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, મેનેજમેન્ટ સ્ટડીઝ, રૂરલ સ્ટડીઝ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેડિસિન, લો અને નવા રચાયેલા કમ્પ્યુટર સાયન્સ, હોમિયોપેથી અને આર્કિટેક્ચરની ફેકલ્ટીઓ ધરાવે છે. વિવિધ વિભાગોમાં અનેક મોટા અને નાના સંશોધન પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે. બધા વિભાગોની પોતાની કમ્પ્યુટર પ્રયોગશાળાઓ અને વિભાગીય પુસ્તકાલયો છે. ૧.૭૨ લાખથી વધુ પુસ્તકો સાથેની આ કેન્દ્રીય લાઇબ્રેરી અને ૨૪૨ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ અને ૬૦૦૦ થી વધુ ઇ-જર્નલમાં સબ્સ્ક્રાઇબ કરે છે.[૩]
યુનિવર્સિટી કેમ્પસમાં ૮૦ ઇમારતો છે જેમાં ૬ બોયઝ હોસ્ટેલ અને ૫ ગર્લ્સ હોસ્ટેલ, ઉપરાંત એક જિમ્નેશિયમ, એક હેલ્થ સેન્ટર, ઇન્ડોર સ્ટેડિયમ અને તેના સ્ટાફ માટે રહેણાંક ક્વાર્ટર્સ નો સમાવેશ થાય છે. ડે કેર સેન્ટર પણ છે. રમતગમતની સુવિધાઓમાં ફિટનેસ સેન્ટર, બાસ્કેટબોલ કોર્ટ અને ટ્રેક્સ સાથેનું રમતનું મેદાન શામેલ છે. સીબી પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ યુનિવર્સિટીમાં આવેલું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ મેદાન આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમોના માપદંડોને અનુરૂપ ૩.૭૫ લાખ ચોરસ ફૂટને આવરી લે છે અને તેમાં ૩૫,૦૦૦ લોકો બેસી શકે છે.[૪][૫]
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વર્ષ ૨૦૧૯-૨૦૨૦ મુજબ ૨૯૦ સંલગ્ન કોલેજો ધરાવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નીચેના શિક્ષણ વિભાગો આવેલા છે:
નર્મદ સ્મૃતિ ભવન ખાતે સારિકા સદન ની પ્રતિકૃતિ છે, જે નર્મદનું ઘર છે, જેમાં તેમની કૃતિઓ અને સામાનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.