વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
શૂર્પણખા | |
---|---|
શૂર્પણખાને નકારતા રામ | |
જોડાણો | રાક્ષસી |
રહેઠાણ | લંકા |
શાસ્ત્રો | રામાયણ અને રામાયણના અન્ય સંસ્કરણો |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | વિદ્યુતજિહ્વા |
માતા-પિતા |
|
સહોદર | રાવણ (ભાઇ) વિભીષણ (ભાઇ) કુંભકર્ણ (ભાઇ) |
શૂર્પણખા (સંસ્કૃત: शूर्पणखा, અર્થ: જેના નખ ઊપણીની પાંખ જેવા છે.) એ વાલ્મિકી રચિત મહાકાવ્ય રામાયણ નું એક પાત્ર છે. રામાયણના મુખ્ય ખલનાયક, લંકાના રાજા રાવણની બહેન છે.[૧]
તે ઋષી વિશ્રવા અને તેની બીજી પત્ની કૈકસીની સૌથી નાની પુત્રી હતી. તેના જન્મ સમયે તેને મિનાક્ષી નામ આપવામાં આવ્યું હતું અને કેટલાક લોકો તેને ચન્દ્રનખા (ચંદ્ર જેવા નખ ધરાવતી) તરીકે પણ ઓળખતા હતા. તે તેની માતા કૈકસી અને તેની દાદી કેતુમતી જેટલી સુંદર હતી. શૂર્પણખા મોટી થઈ અને તેણે કાલકેય દાનવ કુળના દાનવ રાજકુમાર વિદ્યુતજીહ્વા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. એક દાનવ સાથે લગ્ન કરવા બદલ રાવણ શૂર્પણખા ઉપર ગુસ્સે થયો. દાનવો રાક્ષસોના પ્રાણઘાતક દુશ્મનો હતા. રાવણ શૂર્પણખાને સજા કરવા માંગતો હતો. પરંતુ મંદોદરીએ રાવણને પોતાની બહેનની ભાવનાઓનો આદર કરવાનું સમજાવ્યું. આમ રાવણે શૂર્પણખા, તેના પતિ અને દાનવોને સત્તાવાર રીતે સંબંધીઓ તરીકે સ્વીકાર્યા.
પાતાળલોક પરની ચડાઈ વખતે તેના ભાઈ, રાવણે તેની નવપરિણીત બહેનને મળવાનું નક્કી કર્યું. ત્યારે રાવણને વિદ્યુતજીહ્વાનો શૂર્પણખા સાથે લગ્ન કરી, રાવણને મારી નાખવાનો સાચો હેતુ સમજાયો. શૂર્પણખાની ગેરહાજરીમાં, વિદ્યુતજીહ્વાએ રાવણ પર હુમલો કર્યો, રાવણે સ્વ-રક્ષણમાં પોતાના બનેવીની હત્યા કરી.[૨] આનાથી શૂર્પણખાનું હૃદય ભાંગી ગયું અને વિધવા શૂપર્ણખા તેનો સમય લંકા અને દક્ષિણ ભારતના જંગલોમાં ગાળવા લાગી. કેટલીકવાર રાવણના આદેશ પર તે વનમાં વસેલા અસુર સંબંધીઓ, ખર અને દુષણ સાથે રહેતી. તેને વિદ્યુતજીહ્વા દ્વારા શંભ્રી નામે એક પુત્ર જન્મ્યો હતો, જેની લક્ષ્મણ દ્વારા આકસ્મિક રીતે હત્યા થઈ હતી.
વાલ્મીકિ રામાયણ અનુસાર, આવી જ એક મુલાકાત દરમ્યાન પંચવટીના જંગલમાં તેનો ભેટો અયોધ્યાના વનવાસ ભોગવતા રાજકુમાર રામ સાથે થયો. રામની યુવાનીના સારા દેખાવને લીધે તે તેમના પર મોહીત થઈ. રામે નમ્રતાથી તેના પ્રસ્તાવને નકાર્યો, અને કહ્યું કે તે તેની પત્ની સીતાને સમર્પિત છે અને તેથી તે તેમના જીવનમાં બીજી પત્ની ક્યારેય નહીં સ્વીકારે. નકારી કાઢેલી શૂર્પણખાએ તેના નાના ભાઈ લક્ષ્મણનો સંપર્ક કર્યો, જેણે કઠોર અને ક્રૂર પ્રતિસાદ આપી, કહ્યું કે તે પનીમાં જે ગુણો ઇચ્છે છે તે તેનામાં નથી. આખરે જ્યારે તેણે જોયું કે બન્ને ભાઈઓ તેની મજાક ઉડાવે છે ત્યારે અપમાનિત અને ઈર્ષાળુ શૂર્પણખાએ સીતા પર હુમલો કર્યો, પરંતુ લક્ષ્મણ દ્વારા તેને નિષ્ફળ કરી દેવાયો અને તેનું નાક અને ડાબી બાજુનો કાન કાપી નાખ્યો અને તેને લંકા મોકલી દીધી.
શૂર્પણખા પહેલા તેના ભાઈ ખર પાસે ગઈ, તેણે રામ પર હુમલો કરવા માટે સાત રાક્ષસ લડવૈયા મોકલ્યા, જેમને રામે સરળતાથી હરાવી પાછા મોકલાવ્યા. ખરે પોતાના ૧૪,૦૦૦ સૈનિકો સાથે મળીને હુમલો કર્યો, જેમા સુમાલીનો પુત્ર અને કૈકસીનો ભાઈ- અકં સિવાય સૌ કોઈ માર્યા ગયા. અકંપ લકા નાસી ગયો. શૂર્પણખા પછી રાવણના દરબારમાં પહોંચી અને તેણે તેના ભાઈને પોતે સહેલા અપમાનની વાત કરી. સીતાની સુંદરતાની વાત સાંભળીને તેના ભાઈ રાવણે સીતાનું અપહરણ કરવાનું નક્કી કર્યું. રાવણને ઉશ્કેરવામાં અકંપને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોતાના ભાઇ, વિભીષણનો વિરોધ હોવા છતા રાવણે સીતાનું અપહરણ કર્યું અને લંકા સાથે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ.
આ સિવાય શૂર્પણખાનો વાલ્મીકિ તરફથી કોઈ વધુ ઉલ્લેખ નથી, પણ એવું માનવામાં આવે છે કે રાવણ પછી વિભીષણ રાજા બન્યો. તે પછી પણ તેણી લંકામાં જ રહી હતી. તેણી અને તેની સાવકી બહેન કુંબીની થોડા વર્ષો પછી સમુદ્રમાં મરી ગઈ હોવાનું માનવામાં આવે છે.
રામાયણના કેટલાક સંસ્કરણોમાં દાવો કરવામાં આવ્યો છે કે શૂર્પણખાને રામ અને લક્ષ્મણ ભાઈઓ પ્રત્યે કોઈપણ આર્કષણ ન હતું. તે પોતાના પતિ વિદ્યુતજીહ્વાની હત્યાનો બદલો લેવા રાવણની હત્યા કરવા માંગતી હતી. ઘણા વર્ષોથી તેના પતનનું કાવતરું રચતા રચતા તેણીને ખબર પડી કે રામ રાવણ કરતા વધારે શક્તિશાળી હતો. જેણે તેના બંને ભાઈઓ, ખર અને દુષણની હત્યા કરી હતી, જેમણે રામ અને લક્ષ્મણનો સામનો કર્યો હતો, જ્યારે તેઓ દ્વારા શૂર્પણખાનું અપમાન કરવામાં આવ્યું હતું. તેના પિતરાઇ ભાઈઓ રામથી ગભરાઈ ગયા હતા, તેથી શૂર્પણખાએ તેના ભાઈઓને રામની વિરોધમાં કાન ભંભેરણી કરી. તે જાણતી હતી કે તે તેના ભાઈને મારી નાખવા માટે પૂરતો શક્તિશાળી છે.
બીજો એક ઉલ્લેખ, વોલ્ગાના પુસ્તક લિબરેશન ઑફ સીતા અનુસાર શૂર્પણખાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. જ્યારે તેણે જંગલમાં લક્ષ્મણને જોયો ત્યારે તેણી તેના ઉપર મોહિત બની. અને તે જાણતી નહોતી કે લક્ષ્મણ પહેલેથી જ પરિણીત છે. જ્યારે તેણી તેનામાં તેની રુચિ દર્શાવવા માટે પહોંચી, ત્યારે તે નારાજ થઈ ગયો અને ગુસ્સામાં આવી તેનું નાક કાપી નાખ્યું, જેથી તે કદરૂપી બની ગઈ. આખરે, વર્ષોના એકાંત અને આત્મનિરીક્ષણ પછી તેણીએ તેની આંતરિક શાંતિ મેળવી અને તે સીતાના જાદુઈ બગીચામાં પહોંચી. અને સુંદરતા પાછી મેળવી.