સિવિલ હોસ્પિટલ, અમદાવાદ[૧] એશિયાનું સૌથી વિશાળ સારવાર કેન્દ્ર છે[સંદર્ભ આપો]અને અમદાવાદ સ્થિત છે. તે ખાસ નિદાન, થેરાપી અને પુનર્વસન દર્દી સરવાર કેન્દ્ર છે. આ કેન્દ્ર કુલ ૧૧૦ એકર જમીન પર ફેલાયેલું છે. તે પ્રતિષ્ઠિત સંસ્થાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલ સંલગ્ન હોસ્પિટલ ધરાવે છે. સિવિલ હોસ્પિટલની નવી ઇમારત અને બાંધકામ હઠીસિંગજી, પ્રેમાભાઇ અને સર્જન જનરલ ડી વિલીના પરોપકારી દાનની મદદના લીધે ૧૯૫૩ માં અસ્તિત્વમાં આવ્યું હતું.
આ હોસ્પિટલ ભારતનું જુનામાં જુનું અને આધુનિક સારવાર કેન્દ્ર છે, જે ૬ થી ૬.૫ લાખ[સંદર્ભ આપો] લોકોને અને વાર્ષિક ૭૦,૦૦૦ દર્દીઓને સારવાર આપે છે .ત્યાં એક નવ માળની ઇમારત (૨,૦૦૦ પથારી ધરાવતી) માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વર્લ્ડ બેન્કની સહાય મેળવવા દરખાસ્ત કરવામાં આવી છે, જેથી તેની ક્ષમતા વધીને ૪૮૦૦ પથારીની થશે. આ હોસ્પિટલ એના ઓછા દરને કારણે ઓછી આવક ધરાવતા લોકો માટે લાભદાયક છે.[૨][૩]
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |