સુનિલ શેટ્ટી |
---|
૨૦૨૦માં લીધેલી સુનિલ શેટ્ટીની તસવીર |
જન્મની વિગત | (1961-08-11) 11 August 1961 (ઉંમર 63)[૨]
|
---|
અન્ય નામો | અન્ના, એક્શન અન્ના |
---|
વ્યવસાય | - અભિનેતા
- વ્યાપારી
- ફિલ્મ નિર્માતા
- ટીવી કલાકાર
|
---|
સક્રિય વર્ષો | ૧૯૯૧–હાલપર્યંત |
---|
જીવનસાથી | માના શેટ્ટી (૧૯૯૧) |
---|
સંતાનો | - અથિયા શેટ્ટી (પુત્રી)
- આહાન શેટ્ટી (પુત્ર)
|
---|
સુનિલ શેટ્ટી (જન્મ: ૧૧ ઓગસ્ટ ૧૯૬૧; પૂરું નામ: સુનિલ વિરપ્પા શેટ્ટી) એક ભારતીય અભિનેતા, ચિત્રપટ નિર્માતા, ટીવી કલાકાર, અને વ્યાપારી છે જે મુખ્યત્વે હિંદી ફિલ્મજગતમાં સક્રિય છે. ૨૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ ચિત્રપટોમાં કામ કર્યું છે. ખાસ કરી ને તેઓએ હાસ્યપ્રધાન અને મારધાડવાળાં ચિત્રપટોમાં અભિનય આપ્યો છે.[૩] ચિત્રપટ ધડકનમાં તેમણે કરેલા અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે.[૪]
તેઓ પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફિલ્મ નિર્માણ કંપનીના માલિક છે.[૫] તેમણે પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ 'ખેલ - નો ઓર્ડિનરી ગેમ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવા ચિત્રપટોનું નિર્માણ કર્યું છે.
- વિજેતા
- ૨૦૦૧: 'ધડકન' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[૬]
- ૨૦૦૧: 'ધડકન' માટે ઝી સિને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૭]
- ૨૦૦૫: 'મૈ હું ના' માટે GIFA શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
- ૨૦૧૧: 'રેડ એલર્ટ - ધ વૉર વિધિન' માટે સ્ટારડસ્ટ સર્ચ લાઇટ શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ[૮]
- નામાંકન
- ૧૯૯૫: 'દિલવાલે' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૬]
- ૧૯૯૮: 'બોર્ડર' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૬]
- ૧૯૯૮: 'બોર્ડર' માટે સ્ટારસ્ક્રિન શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
- ૨૦૦૧: 'રેફ્યુજી' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૬]
- ૨૦૦૧: 'રેફ્યુજી' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૯]
- ૨૦૦૧: 'ધડકન' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[૧૦]
- ૨૦૦૪: 'કયામત: સિટી અન્ડર થ્રેટ' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[૯]
- ૨૦૦૫: 'મૈ હું ના' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
- ૨૦૦૫: 'મૈ હું ના' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[૧૧]