સુની તારાપોરવાલા | |
---|---|
વર્ષ ૨૦૧૦માં સુની તારાપોરવાલા | |
જન્મની વિગત | 1957 (age 60–61) મુંબઈ |
રહેઠાણ | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
નાગરીકતા | ભારતીય |
વ્યવસાય | પટકથા લેખક, ફિલ્મ નિર્દેશન, તસવીરકાર |
સક્રિય વર્ષ | ૧૯૮૮–વર્તમાન |
સુની તારાપોરવાલા (Sooni Taraporevala) (જન્મ ૧૯૫૭) એક ભારતીય પટકથા લેખક, તસવીરકાર (ફોટોગ્રાફર) અને ફિલ્મ નિર્માતા છે. તેણીની શ્રેષ્ઠ ઓળખ મિસિસિપી મસાલા, નેઇમ સેઈક અને ઓસ્કાર દ્વારા નામાંકિત સલામ બોમ્બે (૧૯૮૮)ના પટકથાલેખક તરીકેની છે, આ બધાં ચલચિત્રો મીરા નાયર દ્વારા નિર્દેશિત છે.[૧]
તેમના દ્વારા નિર્દેશિત પ્રથમ ફિચર ફિલ્મ, જેનું શીર્ષક છે લીટલ ઝીઝુ , તેમની પોતાની પટકથા પર આધારિત છે અને મુંબઈ ખાતે વર્ષ ૨૦૦૭ની વસંત ઋતુમાં બનાવવામાં આવી હતી.[૨][૩] આ ફિલ્મ સુની તારાપોરવાલાનો પોતાનો પારસી સમુદાય જે વિવાદો અને પ્રશ્નો અમુભવી રહ્યો છે, તેને પ્રસ્તુત કરે છે.
તેમને વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૪] તેણી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સનું સભ્યપદ ધરાવે છે. તેણીએ ખેંચેલી તસવીરોને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યુયોર્ક ખાતે કાયમી સંગ્રહમાં સ્થાન આપવામાં આવેલ છે.
તારાપોરવાલાનો જન્મ એક પારસી પરિવારમાં થયો છે. સુનીએ પોતાનો શાળાકીય અભ્યાસ રાણી મેરી સ્કૂલ, મુંબઈ ખાતે પૂર્ણ કર્યો હતો. તેણીએ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્ર્મ માટે પૂર્ણ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. તેણીના વિષયો ઈંગ્લીશ અને અમેરિકન સાહિત્યના હોવા છતાં તેણીએ આલ્ફ્રેડ ગુઝેટ્ટી દ્વારા શીખવવામાં આવતા ઘણા ફિલ્મને લગતા અભ્યાસક્રમો ફિલ્મનિર્માણ સહિત શીખ્યા હતા.[૫] તેણી નાયરને સ્નાતકના વિદ્યાર્થી તરીકે મળ્યા, પછી તેમની સાથે લાંબા સમયનો સર્જનાત્મક સહયોગ રહ્યો છે. આ પછી તેણી ન્યૂ યોર્ક યુનિવર્સિટી ખાતે સિનેમા સ્ટડીઝ વિભાગમાં જોડાયા હતા અને ફિલ્મ સિદ્ધાંત અને વિવેચનના વિષયમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી તેણી વર્ષ ૧૯૮૧માં ભારત પરત ફર્યા અને સ્વતંત્ર તસવીરકાર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.[૬][૭][૮] તેણી વર્ષ ૧૯૮૮માં લોસ એન્જલસ ખાતે પરત ગયા હતા અને યુનિવર્સલ, એચબીઓ અને ડિઝની જેવાં વિવિધ નાટ્યગૃહો અને સ્ટુડિયો માટે પટકથા લખવાનું શરૂ કામ કર્યું હતું.
પટકથાલેખન
સુની તારાપોરવાલાએ સલામ બોમ્બે અને મિસિસિપી મસાલા, બંને મીરા નાયર દ્વારા નિર્દેશિત માટે પટકથાલેખનું કાર્ય કર્યું હતું. અન્ય પ્રોજેક્ટ માટે પણ નાયર માટે પટકથા લેખન કર્યું હતું, જેના પરથી ફિલ્મ માય ઓવ્ન કન્ટ્રી બનાવવામાં આવી હતી, જે અબ્રાહમ વર્ગીસ દ્વારા લખાયેલ પુસ્તક પર આધારીત હતી. આ ઉપરાંત સિનેમાના ઉચ્ચ એવા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખક ઝુમ્પા લાહીરીની નવલકથા, નેઇમસેઇક પર આધારીત ફિલ્મ, નેઇમસેઇક (૨૦૦૬) માટે પટકથા લેખનનું કાર્ય પણ તેમણે કર્યું હતું.
તેણી દ્વારા અન્ય કાર્યો પણ કરવામાં આવ્યાં છે, જેમ કે સચ એ લોંગ જર્ની લેખક રોહિન્ટન મિસ્ત્રી અને સ્ટુર્લા ગુન્નાર્સન દ્વારા નિર્દેશીત ફિલ્મ સચ એ લોંગ જર્ની અને ભારત સરકાર અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનએફડીસી) માટે ડો. જ્બ્બાર પટેલ નિર્દેશીત ફિલ્મ ડો. બાબાસાહેબ આંબેડકરનું પટકથા લેખનકાર્ય.
વર્ષ ૨૦૧૬માં તેણીએ દસ્તાવેજી ચલચિત્ર યે બેલેટનું દિગ્દર્શન આનંદ ગાંધીની મેમેસીસ લેબ માટે કર્યું હતું.
વર્ષ ૧૯૮૨માં કોલેજના વિરામ દરમિયાન તેણી તસવીરકાર રઘુવીરસીંઘને મળ્યા, તેમણે તેણીનું કાર્ય જોયું, જેમાં તેના વિશાળ પારસી કુટુંબની તસવીરો પણ સામેલ હતી. રઘુવીર સિંઘે તેણીને પારસી સમુદાય પરના પુસ્તક માટે કામ કરવા સૂચન કર્યું. આ પછી તેણીએ પારસી સમુદાય માટેના દસ્તાવેજી તસવીરો માટે વ્યાપક કામ કર્યું.
વર્ષ ૨૦૦૦માં, તેણી દ્વારા પ્રકાશિત પુસ્તક પારસીસ ધ ઝોરાષ્ટ્રીઅન્સ ઓફ ઈન્ડિયા ૧૯૮૦-૨૦૦૪, જે પરંપરાગત રીતે લુપ્ત થતા જતા સમુદાયનું પર્શિયામાં દમન પછીના સમયનું પ્રથમ અને એક માત્ર પારસી સમુદાયનું જોઈ શકાય તેવું દસ્તાવેજીકરણ છે. આ પુસ્તક સફળ થતાં, બીજી આવૃત્તિ પણ ઓવરલૂક પ્રેસ, ન્યૂયોર્ક દ્વારા વર્ષ ૨૦૦૪માં પ્રકાશિત કરવામાં આવી હતી.
તેના ફોટોગ્રાફ્સને ભારત, યુએસ, ફ્રાન્સ અને બ્રિટન સહિત, લંડન ખાતેની ટેટ મોર્ડન ગેલેરી ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ છે.
તેણીએ કારપેન્ટર સેન્ટર ઓફ વિઝ્યુઅલ આર્ટસ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, કેમોલ્ડ પ્રેસ્કૉટ રોડ, મુંબઇ અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી. ખાતે સ્વતંત્ર પ્રદર્શનો પણ કર્યાં છે. તેમના તસવીરકાર્યને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યુયોર્ક દ્વારા કાયમી સંગ્રહમાં સ્થાન મળેલ છે.
ધ વીટવર્થ આર્ટ ગેલરી, માન્ચેસ્ટર ખાતે તેમની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જે મુંબઇ શહેરનાં ઘરો ૧૯૭૭- ૨૦૧૭ વિષયક હતું . ધ ગાર્ડિયન દ્વારા આ પ્રદર્શનને યુકેનાં પ્રથમ ૫ પ્રદર્શનો પૈકીના એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન જાન્યુઆરી ૨૦૧૮ સુધી રાખવામાં આવ્યું હતું.
ઉપરોક્ત પ્રદર્શનની મોટી આવૃત્તિ સ્વરૂપે મુબઈ શહેરનાં ઘરો વિષયક ૧૦૨ તસવીરો સાથે કેમોલ્ડ પ્રેસ્કૉટ રોડ, મુંબઇ ખાતે ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૧૭ સુધી પ્રદર્શન યોજાયું હતું. જેને પછીથી સુનાપરન્તા, ગોવા ખાતે લઈ જઈ ત્યાં ૧૧ નવેમ્બર ૨૦૧૭ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
પીકો ઐયર અને સલમાન રશદી તેમ જ સુની તારાપોરવાલા લિખિત નિબંધોનું એક પુસ્તક હાર્પર કોલિન્સ દ્વારા ૧૨ ઓક્ટોબર, ૨૦૧૭ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યું હતું .
તેમણે દાંતના સર્જન ડો. ફિરદૌસ બત્તીવાલા (Firdaus Bativala) સાથે લગ્ન કર્યા છે. આ દંપતિને બે બાળકો છે. આ બાળકો જહાં બત્તીવાલા બ્રાઉન યુનિવર્સિટી ખાતે અને લીનાહ બત્તીવાલા કોર્નેલ યુનિવર્સિટી ખાતે સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે. તારાપોરવાલા મુંબઇ, ભારત ખાતે રહે છે.
વર્ષ ૧૯૮૯ થી ઓસ્કાર એકેડેમી[૧૦] ઓફ રાઇટર્સ રાઇટર્સ ગિલ્ડ ઓફ અમેરિકાનું સભ્યપદ
|access-date=
and |date=
(મદદ)
જીવનવૃતાંતલક્ષી કડીઓ:
અન્ય કડીઓ: