હસન જિલ્લો

કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

હસન જિલ્લો કર્ણાટક રાજ્યનાં નૈરુત્ય ભાગમાં આવેલ જિલ્લો તથા તે જ નામ ધરવતું જિલ્લામથક છે.તેનુ ભૌગોલિક સ્થાન :૧૨ંં ૩૧' થી ૧૩ં ૩૩'ઉ.અ. અને ૭૫ં ૩૩'થી ૭૬ં૩૮'પૂ. રે. વચ્ચેનો ૬,૮૧૪ ચોકિમી.જેટલો વિસ્તાર આવરી લે છે.આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો ૩.૫૫% વિસ્તાર રોકે છે.તેની આજુ બાજુ છ જિલ્લાઓ આવેલા છે.તે ઉત્તર અને વાયવ્ય તરફ ચિકમાગલુર જિલ્લાથી,પૂર્વ અને અગ્નિ તરફ ટુમ્કુર અને માંડ્ય જિલ્લઓથી તથા દક્ષિણ અને નૈરુત્ય તરફ મૈસુર અને કોડાગુ જિલ્લઓથી તથા પચ્ચિમ તરફ દક્ષિણ કન્ન્ડડ જિલ્લાથી ઘેરાયેલો છે.જિલ્લામથક હસન જિલ્લાના મધ્યભાગમાંં આવેલુ છે. જિલ્લાનું નામ હસન જિલ્લામથક પરથી પડેલુ છે.હસન નામ સિંહાસનપુર પરથી ઊતરી આવ્યાનું કહેવય છે.સિંહાસનપુર નામ અર્જુનના પૌત્ર જન્મેજય સથે સંકળયેલુ છે.વધુ પ્રચલિત માન્યતા એવી છે કે આ સ્થળની કુળદેવી હસનમ્બા પરથી હસન નામ ઉતરી આવ્યુ છે.[]


ભૂપૃષ્ઠ-જળપરિવાહ

[ફેરફાર કરો]

પશ્ચિમ ઘાટનાં કેટલાક શિખરો જિલ્લાની નજીકમાં થઇને પસાર થયો હોવાથી આ જિલ્લાની આબોહવા ગિરિમથક જેવી રહે છે,તેથી આ સ્થળ ગરીબોના 'ઊટી'ની ગરજ સારે છે.જિલ્લાનો કેટલોક ભાગ જંગલ-અચ્ચાદિત ટેકરીઓ વાળો છે,ત્યા ભારેથી અતિભારે વરસાદ પડે છે.જિલ્લાની ટેકરીઓના શિખરો ૯૦૦ મિટરથી ૧,૭૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની જળપરિવાહ રચનામાં હેમાવતી નદી મહત્વનું સ્થાન ધરાવે છે.યગાચી નદી હેમાવતીની સહાયક નદી છે.જ્યારે હેમાવતી કાવેરીની સહયક નદી છે.[]

આબોહવા

[ફેરફાર કરો]

અહીં ખંંડસ્થ આબોહવા હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા થંડા રહે છે. વરસાદ ૪૦૦ મિમી.ની આસપાસ પડે છે.

ખેતિ-પશૂપાલન

[ફેરફાર કરો]

જિલ્લાનુ અર્થતંત્ર ખેતિના પાકો અને બાગાયતી પેદાશો પર આધારિત છે.મુખ્ય કૃષિ પાકોમાં ડાંગર,રાગી,કઠોળ,શેરડી,મગફળી,બટાટા,અને મરચા તથા બાગાયતી-રોકડીયા પાકોમાં કોફી,ઇલાયચી,મરી,કેળા,નારંગી,કેરી,નારિયેળ,સોપારી,ફળો તેમજ શાકભાજીનો ઉછેર થાય છે.

જિલ્લામાં ઉધોગોનું સ્થાન મહત્વનું છે.અહીં ઓજારો અને સાધનો બનાવવાનો ઉધોગ કર્ણાટક ઇમ્પ્લીમેંટ એન્ડ મશિનરી કંપનિઓ દ્ધારા કાર્યરત છે.અહીં એસ્બેસ્ટોસ કંંપની,કોફી ઉધોગ,ડાંગર મિલો,તેલ મિલો,જીનિંગ-પ્રેસિંગ કારખાનાં,કાથી ઉધોગ મુખ્ય છે.આ ઉપરાંત માખી ઉછેર કેંદ્રો અને રેશ્મ મટે રેશમના કીડાનાં ઉછેરકેંદ્રો પણ વિકસ્યા છે.

આ જિલ્લામાં ખાધાન્ન,કાપડ,ખાધ્ય અને અખધ્ય તેલો,તમાકુ,ખાંડ,લાકડાં,પ્લાસ્ટિકનાં પતરાં, કૃત્રિમ રેઝિન,તાંબાનાં અને પિત્તળનાં,પતરાંની આયાત કરવામા આવે છે.અહી દિવાસળી,બિડી,સિંગતેલ,તાંબા-પિત્તળનાં વાસણો અને જુદા જુદા કદના લાકડા તૈયાર કરવામાં આવે છે.વેપાર અને વાણિજ્ય અહીયાની મુખ્ય પ્રવ્રુત્તિ છે.

પ્રવાસન

[ફેરફાર કરો]

જિલ્લાના નગરો પૈકી બેલુર,હસન,અને શ્રવણબેલગોડા વધુ મહત્વનાં છે.અહીં અર્કલગુડ ખાતે બુદ્ધે આશ્રમ સ્થપેલો અને કર્લેશ્વની પ્રતિમા સ્થાપેલી.અહી ઇશ્વરમંદિર અનેસહસ્ત્રકુટ જિનાલય તેમનાં સ્થાપત્ય માટે જાણિતા છે.આ સ્થળે દર વર્ષે ૪૦ દિવસનો ગણેશ ઉત્સવ ઉજવવામા આવે છે.આ ઉપરાંત ગોવિદરાજ સ્વામી મંદિર તથા વેંંકટરામ સ્વામી મંદિર પન જાણીતાં છે.હેમાવતી નદીના કિનારે આવેલા મંદિરો પણ ઉલ્લેખનીય છે.આ જિલ્લમાં ટીપુ સુલતાને ૧૭૯૨માં અહીં આજુબાજુ ખાઇવાળો મંંજરાબાદ કિલ્લો બંધાવેલો.યાગાચી નદી કાંંઠે બેલુરનું જાણીતુ પ્રવાસન-મથક આવેલુંંછે. અહીં ચન્નાકેશવ ની ચાર મીટર ઊંચી પ્રતિમાછે.તેના પુર્વ દ્ધારે અલભ્ય એવી રતિ‌મન્મથની મુર્તિઓ મુકેલી છે.અહી ચૈત્ર સુદના દિવસો દરમિયાન ચન્નાકેશવની વાર્ષિક યાત્રા નિકળે છે.આ માટે તાજેતરમાંં સાત મજાલાનો રથ તૈયાર કરાયો છે.૧૩મી સદિમાં થઈ ગયેલા કન્ન્ડ કવિ રાઘવંકની કબર અહી બેલુર ખાતે આવેલી છે.૧૩મી સદિનું કક્ષ્મી-નરસિંંહ મંદિર પણ જાણિતુ છે.દક્ષિણમાં આવેલું શ્રવણબેલગોડા જૈનોનું મુખ્ય યાત્રાધામ છે.ઐતિહાસિક અને સંસ્કૃતિક ધ્ર્ષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.આ નગર બે ટેકરીઓ વચ્ચે આવેલુ છે.દોદબેટ અથવા વિંધ્યગિરિ અથવા ઇંદ્ધગિરિ નામની ટેકરી પર અંદાજે ૧૭ મીટર ઊંંચાઈ ધરાવતી ગોમતેશ્વરની મહાકાય પ્રતિમા આવેલી છે.૯૭૮-૯૮૩ના સમય ગાઆળામાંં આ પ્રતિમા ચાવુંડરાયે આ પ્રતિમા બનાવડાવેલી.દર ૧૨ વર્ષે ગોમટેશ્વરની પ્રતિમા પર મહામસ્તાભિષેક યોજાય છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

શ્રવણબેલગોડા એવું એક પ્રાચિન સ્થળ છે.ત્યં આવેલી જૈન ધર્મની ગોમટેશ્વરની ભવ્ય પ્રતિમા૧૭ મિટરની લંબાઈ ધરાવે છે.અને ૨૫ કિ.મી દુરથી જોઇ શકાય છે.તે ૧૦૦૦ વર્ષ જુની માનવામાં આવે છે.તે સ્થાપત્યનો શ્રષ્ઠ નમુનો ગણાય છે.આ વિસ્તારમાં પ્રાચિન સમયમાં જૈન ધર્મનો ફેલવો થયો હતો.પૌરાણિક કથા મુજબ રાક્ષસોના ગુરુ શુક્રાચાર્યે 'મૃતસંજીવની મંત્ર મેળવવા વાસ્તે,કાવેરી નદીના કિનારે,રામનાથપુરમાં તપ કર્યુ હતુ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ પંડ્યા, ગિરીશભાઈ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૫૪-૧૫૬.