હિમાંશી શેલત | |
---|---|
![]() | |
જન્મનું નામ | હિમાંશી ઇન્દુલાલ શેલત |
જન્મ | હિમાંશી ઇન્દુલાલ શેલત 8 January 1947 સુરત, ગુજરાત |
વ્યવસાય | ટૂંકી વાર્તા લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
નોંધપાત્ર સર્જનો | અંધારી ગલીમાં સફેદ ટપકાં (૧૯૯૨) |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬) |
જીવનસાથી | વિનોદ મેઘાણી (૧૯૯૫ – ૨૦૦૯) |
સંબંધીઓ | ઝવેરચંદ મેઘાણી (શ્વસુર) |
સહી | ![]() |
હિમાંશી શેલત (૮ જાન્યુઆરી, ૧૯૪૭) ગુજરાતી વાર્તાકાર છે.[૧]
તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. ૧૯૯૫માં તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા હતા.[૧]
તેઓ ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહ્યા હતા.[૨]
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |