હિરણ્યાક્ષ | |
---|---|
વરાહ સાથે યુદ્ધ કરતો હિરણ્યાક્ષ, ૧૮મી સદીનું ચિત્ર. | |
જોડાણો | અસુર |
રહેઠાણ | પાતાળ |
શસ્ત્ર | ગદા |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | રુસભાનુ[૧] |
બાળકો | કલાનેમિ અંધક |
માતા-પિતા | કશ્યપ અને દિતિ |
સહોદર | હિરણ્યક્ષિપુ (ભાઇ) અને હોળિકા (બહેન) |
હિરણ્યાક્ષ (સંસ્કૃત: हिरण्याक्ष), જે હિરણ્યનેત્ર (સંસ્કૃત: हिरण्यनेत्र)[૨] તરીકે પણ ઓળખાતો હતો, અસુર હતો, જેણે સ્વર્ગ પર આક્રમણ કરી પૃથ્વીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.[૩][૪]
એક વખત હિરણ્યાક્ષે પૃથ્વીનું અપમાન કરીને તેને સમુદ્રમાં લઇ ગયો. લોકોએ ભગવાનનું આવાહન કરતા વિષ્ણુ વરાહ અવતાર સ્વરૂપે અવતર્યા અને પૃથ્વીને બચાવી અને હિરણ્યાક્ષનો વધ કર્યો.[૩][૪]