આંદમાન અને નિકોબાર કમાન્ડ | |
---|---|
![]() આઇએનએસ સરયુ, આઇએનએસ જારવા, પોર્ટ બ્લેર બંદર ખાતે તે બે સરયુ વર્ગની ચોકિયાત મનવારોમાંની એક છે. | |
સક્રિય | ૨૦૦૧- |
દેશ | ![]() |
મુખ્યાલય | પોર્ટ બ્લેયર |
સેનાપતિઓ | |
ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ | ઉપ-નૌસેનાપતિ બિમલ વર્મા |
આંદમાન અને નિકોબાર કમાન્ડ એ પોર્ટ બ્લૅર, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ખાતે સ્થિત ભારતીય સશસ્ત્ર સેનાનો પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખિયો પ્રદેશ આધારિત કમાન્ડ છે.[૧][૨] તેને દક્ષિણપૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્રધુનીમાં ભારતના વ્યુહાત્મક હિતોની રક્ષા માટે ઉભો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિસ્તારમાં ત્વરિત ગતિએ સૈન્ય અસ્કયામતો અથવા મદદ પહોંચાડવાનો છે. તે પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરાતી ભારતીય નૌસેનાની મનવારોને વહીવટી અને પરિવહનને લગતી મદદ આપે છે.[૩][૪][૫]
આશરે ૭૫૦ કિમી લંબાઇમાં સ્થિત આંદમાન અને નિકોબાર દ્વિપસમુહ ભારતની મુખ્યભૂમિથી આશરે ૧૨૦૦ કિમી દૂર છે અને ૫૭૨ ટાપુઓ ધરાવે છે. તેનું ઇન્ડોનેશિયાથી અંતર ૧૬૦ કિમી, મ્યાનમારથી ૪૫ કિમી અને થાઇલેન્ડથી ૫૫૦ કિમી છે. ટાપુસમુહમાં ટાપુઓ વચ્ચે પરિવહનનો અભાવ, ભારતની મુખ્યભૂમિથી અંતર અને બાંધકામની સામગ્રીનો વધુ પડતો ભાવ વગેરે કારણોસર ટાપુસમુહનો વિકાસ બહુ ઓછો થયો હતો. ૧૯૬૦ના દાયકામાં સુરક્ષાને લગતો પડકાર વધતાં ભારતની સુરક્ષા પ્રણાલીએ આંદમાન અને નિકોબાર કિલ્લાની સ્થાપના કરી અને એક વાઇસ એડમિરલ સ્તરના અધિકારીને તેનું નેતૃત્વ સોંપ્યું. આ કિલ્લામાં સૈન્યની ત્રણે પાંખોને નિયુક્ત કરવામાં આવી. ભારતીય ભૂમિસેનાએ શરુઆતમાં એક પલટણ અને ૧૯૯૦માં બ્રિગેડને ફરજ પર મૂકી. ભારતીય વાયુસેનાએ તેના વિમાનોને મુખ્યભૂમિ પરના તેના કમાન્ડ હેઠળ જ રાખ્યા અને કિલ્લામાં માત્ર સંપર્ક ટુકડી જ રાખી. ૧૯૯૩માં કાર નિકોબાર ખાતે વાયુસેનાએ ૩૭મી પાંખની સ્થાપના કરી.[૬]
૯૦ના દાયકામાં આંદમાન અને નિકોબાર કિલ્લાને સૂદુર પૂર્વ નૌસેના કમાન્ડમાં પરિવર્તિત કરવા પર વિચાર કરાયો. તત્કાલીન ભારતના વડાપ્રધાન પી વી નરસિંહ રાવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વચ્ચેની મંત્રણામાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારતને આંદમાનમાં સૈન્ય વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી.[૭]
૧૯૯૯ના કારગિલ યુદ્ધ બાદ આંદમાન અને નિકોબાર ટાપુસમુહને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું.[૬] આ યુદ્ધ બાદ ભારતના રક્ષા પ્રણાલીમાં સુધારા સૂચવવા રચવામાં આવેલ મંત્રીસમુહએ આંદમાન અને નિકોબાર કિલ્લાને ભારતીય નૌસેના હેઠળથી બદલી અને સૈન્યની ત્રણે પાંખો અને તટ રક્ષક દળના પ્રાદેશિક સંયુક્ત કમાન્ડ તરીકે રાખવો. મંત્રીઓ અનુસાર સંયુક્ત કમાન્ડ પ્રસ્તાવિત સૈન્ય વડા હેઠળ રાખવો. આંદમાન અને નિકોબાર કમાન્ડની સ્થાપના સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કરવામાં આવી અને તેના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ (પાછળથી એડમિરલ અને નૌસેના વડા) અરુણ પ્રકાશ બન્યા.[૮][૯] કમાન્ડના મુખ્ય કાર્યોમાં દાણચોરી, ચાંચિયાગીરિ, નશીલા પદાર્થો અને હથિયારોની હેરફેર પર રોક લગાવવાનું હતું. આ સિવાય મલાક્કાની સામુદ્રધુનીમાં ઉભા થતા કોઇ પણ ખતરા સામે રક્ષણ અને સામુદ્રધુનીની સામુહિક સુરક્ષાના કાર્યમાં યોગદાન આપવાનું હતું.[૧૦][૧૧] આ કમાન્ડ ભવિષ્યમાં ચીન તરફથી ઉભા થનાર ખતરાનો વિરોધ કરવા માટે પણ મહત્ત્વનો હતો. વધુમાં તે સમયે એવી અફવા પણ હતી કે ચીને આંદમાનથી માત્ર ૪૦ કિમી ઉત્તરે સ્થિત કોકો ટાપુસમુહમાં જાપ્તો રાખવા સૈન્ય મથક ઉભું કર્યું છે. જોકે તે પાછળથી ખોટી સાબિત થઈ.[૧૨][૧૩][૧૪]
આંદમાન અને નિકોબાર કમાન્ડનું નેતૃત્વ ભારતીય સેનાના ત્રણ સિતારા સ્તરના (ભારતીય ભૂમિસેનાના લેફ્ટ્ જનરલ અથવા તેમને સમકક્ષ) અધિકારી કરે છે. તેઓ સૈન્ય વડાની સમિતિના અધ્યક્ષના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમના ઉપાધિકારી બે સિતારા અધિકારી હોય છે અને ત્રણે પાંખોનું નેતૃત્વ એક સિતારા અધિકારી કરે છે.[૧૫][૧૬][૧૭] કમાન્ડના તત્કાલીન અને ૧૩મા વડા વાઇસ એડમિરલ બિમલ વર્મા છે.[૧૮][૧૯]
કમાન્ડનો નૌસેના વિભાગ સૌથી વિશાળ છે અને તે એક નેવલ કોમોડોર (એક સિતારા અધિકારી) ના સુકાન હેઠળ છે. કમાન્ડમાં પ્રક્ષેપાત્ર કોર્વેટ, ઉભય યુદ્ધ માટેની મનવારો, સમુદ્રથી જમીન પર સૈન્ય તૈનાત કરી શકતી મનવારો, ચોકિયાત મનવારો અને ઝડપી હુમલો કરી શકતી મનવારો તૈનાત છે.[૨૦][૨૧] તેમાં કોરા વર્ગની બે કોર્વેટ, સરયુ વર્ગની બે ચોકિયાત મનવારો, બંગારામ વર્ગની ચાર ચોકિયાત મનવારો, કાર નિકોબાર વર્ગની બે ચોકિયાત મનવારો, ત્રિંકટ વર્ગની એક ચોકિયાત મનવાર, કુંભીર વર્ગની ત્રણ રણગાડી ઉતારવા સક્ષમ મનવારો, શાર્દુલ વર્ગની એક રણગાડી ઉતારવા સક્ષમ મનવાર સામેલ છે.[૨૨][૨૩][૨૪] આ સિવાય સાત અન્ય ચોકિયાત મનવારો પણ તૈનાત છે. નૌસેનાના ડોર્નિયર ૨૨૮ પ્રકારના વિમાનો પણ તૈનાત છે.
ભારતીય ભૂમિસેનાની ૧૦૮મી બ્રિગેડ કમાન્ડનો ભાગ છે જેમાં ત્રણ પલટણો સામેલ છે. એક સ્થાનિય સૈન્ય (ટેરીટોરીયલ આર્મી)ની પલટણ પણ તૈનાત છે.[૨૫][૨૬] ભારતીય વાયુસેનાની ૧૫૩મી સ્ક્વોડ્રનના કેટલાક વિમાન, ૧૨૨મી હેલિકોપ્ટર સ્ક્વોડ્રનની ૩૭મી પાંખ અને ૧૫૧ સ્ક્વોડ્રનના ડોર્નિયર ૨૨૮ વિમાનો કમાન્ડના વિસ્તારમાં તૈનાત છે.[૨૭]
આંદમાન અને નિકોબાર વિસ્તારમાં તૈનાત ભારતીય તટ રક્ષક પણ કમાન્ડ હેઠળ મૂકવામાં આવ્યા છે અને તેની ૭૪૫મી સ્ક્વોડ્રન, ૯ અને ૧૦ વિભાગીય મુખ્યાલયો તૈનાત છે.[૨૮][૨૯]
૨૦૧૩માં નૌસેના દ્વારા નાભિકીય પનડુબ્બી અને તેના માટે ગોદી વિક્સાવવા પ્રસ્તાવ મૂકાયો હતો. વાયુસેનાએ સુખોઇ-૩૦ વિમાનો કમાન્ડ હેઠળ તૈનાત કરવા પ્રસ્તાવ મૂકાયો હતો. ભૂમિસેનાએ પણ બ્રિગેડથી સંખ્યાબળ વધારી અને ડિવિઝન સ્તર સુધી લઈ જવા યોજના બનાવાઈ હતી.[૩૦][૩૧] વધુમાં સરકારે ૨૦૧૫માં નૌસેનાને વધુ એક મથક બનાવવા, વાયુસેનાને હવાઇપટ્ટીઓની લંબાઈ વધારવા આદેશ અપાયો હતો. આ સિવાય ટાપુસમુહમાં ૨૦૨૨ સુધીમાં નૌસેનાની ૩૨ મનવારો તૈનાત કરવા યોજના છે.[૩૨][૩૩]
આંદમાન અને નિકોબાર કમાન્ડ દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારની તમામ નૌસેનાઓ સાથેનો સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે. તે થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપુર સાથે નિયમિત અભ્યાસો કરે છે અને દર બે વર્ષે યોજાતા મિલન બહુપક્ષીય નૌસેના અભ્યાસનો યજમાન બને છે.[૩૪][૩૫][૩૬] કમાન્ડ ભારતના વિશિષ્ટ આર્થિક વિસ્તારની ચોકી કરવાનું કાર્ય કરે છે. તેણે માનવતાના ધોરણે મદદ કરવાનું તેમજ આપાત પરિસ્થિતિમાં રાહત અને બચાવનું કાર્ય પણ કર્યું છે.[૩૭][૩૮][૩૯]
એપ્રિલ ૨૦૧૬માં કમાન્ડ દ્વારા જળ પ્રહાર નામક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્ય લક્ષ્યાંક કમાન્ડના વિભાગ એવા સૈન્યની પાંખો વચ્ચેનો તાલમેલ ચકાસવાનું હતું. તેમાં પૂર્વી નૌસેના કમાન્ડની મનવારો અને વિમાનો એ પણ ભાગ લીધો હતો.[૪૦] આ સિવાય અન્ય સમયાંતરે યોજાતા અભ્યાસમાં વાયુસેનાના વિમાનો જેગુઆર અને સી-૧૩૦ જે ઉપરાંત ભૂમિસેનાની પેરાશુટ રેજિમેન્ટ પણ ભાગ લઈ ચૂકી છે. આ અભ્યાસોમાં ટાપુસમુહનું સંરક્ષણ એક મુખ્ય ઉદ્દેશ હોય છે.[૪૧][૪૨]
મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ્ ૩૭૦ની શોધખોળ દરમિયાન આંદમાન અને નિકોબાર કમાન્ડની દરિયાઇ તેમજ હવાઇ અસ્કયામતોએ ભાગ લીધો હતો. શોધખોળ દરમિયાન કમાન્ડ તરફથી નૌસેનાની આઇએનએસ સરયુ, આઇએનએસ કેસરી અને આઇએનએસ કુમ્ભીર, અને તટ રક્ષક દળની કનકલતા બરુઆ, ભિખાજી કામા અને સાગર મનવારો યોગદાન તરીકે નિયુક્ત કરાઇ હતી.[૪૩][૪૪][૪૫] આ સિવાય હવાઇ સર્વેક્ષણ અને શોધ માટે નૌસેનાના બે બોઇંગ પી-૮આઇ, ડોર્નિયર ૨૨૮, તટ રક્ષક દળના ડોર્નિયર ૨૨૮ અને વાયુસેનાના સી-૧૩૦ જે વિમાનો નિયુક્ત કરાયા હતા. શોધ દરમિયાન નિયુક્ત તમામ ભારતીય સૈન્યનું નેતૃત્વ આંદમાન અને નિકોબાર કમાન્ડના વડાને સોંપાયુ હતું.[૪૬] કમાન્ડ સિવાય વાયુસેનાના દક્ષિણ વાયુસેના કમાન્ડ અને નૌસેનાના પૂર્વ નૌસેના કમાન્ડના વિમાનો તેમજ મનવારો શોધમાં સામેલ હતાં.[૪૭][૪૮][૪૯]
આંદમાન અને નિકોબાર કમાન્ડ હેઠળ નિમ્નલિખિત સૈન્ય મથકો આવે છે.[૫૦]
આધાર | શહેર | ભૂમિકા |
---|---|---|
આઇએનએસ કારદીપ |
કામોર્તા |
પરિવહન આધાર |
આઇએનએસ જારવા |
પોર્ટ બ્લેર | લોજિસ્ટિક્સ અને વહીવટી આધાર |
આઇએનએસ ઉત્ક્રોષ |
સંયુક્ત નેવલ અને એર ફોર્સ મથક | |
આઇએનએસ બાઝ |
કેમ્પબેલ ખાડી | નેવલ એર સ્ટેશન |
આઇએનએસ શીબપુર |
દિગલિપુર |
નેવલ એર સ્ટેશન |
કાર નિકોબાર એર ફોર્સ સ્ટેશન |
કાર નિકોબાર | એર ફોર્સ બેઝ |
કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ ની યાદી નીચે મુજબ છે.[૫૧]
No | Name | Branch | Rank | Appointment Date | Left Office | References |
---|---|---|---|---|---|---|
૧ | અરુણ પ્રકાશ | ![]() |
નૌસેનાપતિ | ૮ ઓક્ટોબર ૨૦૦૧ | ૩૦ ડિસેમ્બર ૨૦૦૨ | [૫૨][૫૩][૫૪] |
૨ | ઓ પી બાંસાલ | ઉપ-નૌસેનાપતિ | ૧૫ જાન્યુઆરી ૨૦૦૩ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૩ | [૫૫][૫૬] | |
૩ | ભૂપેન્દ્રસિંહ ઠાકુર | ![]() |
લેફ્ટનન્ટ જનરલ | ૧ ઓક્ટોબર ૨૦૦૩ | ૧૩ જાન્યુઆરી ૨૦૦૬ | [૫૭][૫૮] |
૪ | આદિત્ય સિંહ | ૧૪ જાન્યુઆરી ૨૦૦૫ | ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૬ | [૫૯][૬૦] | ||
૫ | અરુણ કુમાર સિંહ | ![]() |
ઉપ-નૌસેનાપતિ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬ | ૨૫ ઓક્ટોબર ૨૦૦૬ | [૬૧][૬૨] |
૬ | પેક્કિઆમ પોલ રાજકુમાર | ![]() |
એર માર્શલ | ૨ ડિસેમ્બર ૨૦૦૬ | ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ | [૬૩][૬૪][૬૫] |
૭ | સાધશિવન રાધાક્રિષ્નન | ૧ જાન્યુઆરી ૨૦૦૮ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ | [૬૬][૬૭] | ||
૮ | વિજય શંકર | ![]() |
ઉપ-નૌસેનાપતિ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ | [૬૮] |
૯ | દેવેન્દ્રકુમાર જોશી | નૌસેનાપતિ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ | ૨૮ ડિસેમ્બર ૨૦૧૦ | [૬૯] | |
૧૦ | એન સી મારવાહ | ![]() |
લેફ્ટનન્ટ જનરલ | ૧ જાન્યુઆરી ૨૦૧૧ | ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ | [૭૦][૭૧] |
૧૧ | પ્રમોન કુમાર રોય | ![]() |
એર માર્શલ | ૧ નવેમ્બર ૨૦૧૨ | ૩૦ જૂન ૨૦૧૪ | [૭૨] |
૧૨ | પ્રદીપ કુમાર ચેટર્જી | ![]() |
ઉપ-નૌસેનાપતિ | ૧ જુલાઈ ૨૦૧૪ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ | [૭૩] |
૧૩ | બિમલ વર્મા | ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ | હાલ સુધી | [૭૪][૭૫] |
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)