અઝટેક લિપિ ( અંગ્રેજી:Aztec writing) ( હિંદી:अजटेक लिपि) મેક્સિકો પ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલી એનિમાસ નદીના ખીણપ્રદેશમાં વસવાટ કરતા રેડ ઇંડિયન આદિવાસીઓની પરંપરાગત વહેવારની ભાષા અને લિપિ છે. અઝટેક ભાષા અને લિપિને સ્થાનીક ભાષામાં નહુઆ અથવા નહુઅતલ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષા અને સ્પેનીશ ભાષાના માધ્યમ દ્વારા આ ભાષાના કેટલાક શબ્દો આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પ્રાપ્ત કરી ચુક્યા છે, જેમ કે ટોમેટો, ચોકલેટ, ક્રોસેલાટ વગેરે. મેક્સિકો નગર ખાતે હાલના સમયમાં અઝટેક (નહુઆ) બોલવા વાળા લોકોની સંખ્યા લગભગ દસ લાખ જેટલી છે.
આ ભાષા અમેરીકન કુળ (ઉટી-અઝટેક વર્ગ)ની એક ભાષા છે. આ ભાષાઓને કુલ ૬ (છ) ઉપવર્ગોંમાં વહેંચવામાં આવેલી છે, જેમ કે- ૧. નહુઅતલ્ ૨. પિપિલ, ૩. નિકરઓ, ૪. ટલસ્કલટેક, ૫. સિગુઆ, ૬. કજ઼કન. રોમન લિપિનું આધિપત્ય સ્થપાયું તે પૂર્વેના સમયકાળમાં આ ભાષાઓ જે લિપિમાં લખવામાં આવતી હતી તેને અઝટેક લિપિ કહેવામાં આવે છે. આ એક ચિત્રલિપિ જ છે. આ લિપિ અમેરીકાની માયાલિપિનું એક વિકસિત સ્વરૂપ છે. આ લિપિના બધાજ સંકેત ચિન્હો ચિત્ર જ હોય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |