અરવલ્લી જિલ્લો | |
---|---|
![]() ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E | |
મુખ્યમથક | મોડાસા |
સ્થાપના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
નામકરણ | અરવલ્લી |
વિસ્તાર | |
• કુલ | ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯,૦૮,૭૯૭ |
વેબસાઇટ | arvalli |
અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે
આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે.[૧] અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.[૨]
૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.[૩] અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.[૪]
જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.[૫]
અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે.[૬] આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.[૨] આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.[૬]
અરવલ્લી જિલ્લામાં ૩ (ત્રણ) વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૩૦ | ભિલોડા (ST) | પી. સી. બરંડા | ભાજપ | ||
૩૧ | મોડાસા | ભિખુસિંહ પરમાર | ભાજપ | ||
૩૨ | બાયડ | ધવલસિંહ ઝાલા | અપક્ષ |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |