અરવિંદ ત્રિવેદી | |
---|---|
સંસદ સભ્ય, લોક સભા | |
પદ પર ૧૯૯૧ – ૧૯૯૬ | |
પુરોગામી | મગનભાઈ પટેલ |
અનુગામી | નિશા ચૌધરી |
બેઠક | સાબરકાંઠા (લોક સભા મતક્ષેત્ર), ગુજરાત |
અંગત વિગતો | |
જન્મ | ઈંદોર | 8 November 1938
મૃત્યુ | 5 October 2021 મુંબઇ | (ઉંમર 82)
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | નલિની અરવિંદ ત્રિવેદી |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, રાજનેતા |
અરવિંદ ત્રિવેદી (૧૯૩૮-૨૦૨૧) ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણ, લંકેશનાં પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે 'વિક્રમ અને વેતાળ' ધારાવાહિકમાં પણ અભિનય કરેલો.
તેમનો જન્મ ૮ નવેમ્બર ૧૯૩૮ના દિવસે મધ્ય પ્રદેશનાં ઈંદોર શહેરમાં થયો હતો.
૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં. ૨૦૦૨માં તેઓને ભારતના કેન્દ્રિય ફિલ્મ પ્રમાણન બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે વર્ષ ૨૦૦૩ સુધી સેવા આપી હતી.[૧]
૮૨ વર્ષની જૈફ વયે ૫ ઓક્ટોબર ૨૦૨૧ની મોડી રાત્રે મુંબઇમાં તેમનું નિધન થયું હતું.[૨]
અરવિંદ ત્રિવેદીએ તેમની કારકિર્દી દરમ્યાન ૨૫૦થી વધુ ચલચિત્રોમાં અભિનય કર્યો હતો.
શીર્ષક | પ્રકાર | ભાષા | વર્ષ | ટીપ્પણી |
---|---|---|---|---|
દેશ રે જોયા દાદા પરદેશ જોયા | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૯૮ | દાદાજી તરીકે |
રામાયણ | ટીવી ધારાવાહિક | હિન્દી | ૧૯૮૬ | રાવણ તરીકે |
ઢોલી | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૮૨ | |
મહિયારો | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૮૦ | |
સંતુ રંગીલી | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૭૬ | |
હોથલ પદમણી | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૭૪ | |
કુંવરબાઇનું મામેરું | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૭૪ | નરસિંહ મહેતા તરીકે |
આજ કી તાજા ખબર | ચલચિત્ર | હિંદી | ૧૯૭૩ | 'અરવિંદ ત્રિવેદી' તરીકે |
જંગલ મેં મંગલ | ચલચિત્ર | હિંદી | ૧૯૭૧ | |
જેસલ તોરલ | ચલચિત્ર | ગુજરાતી | ૧૯૭૧ | |
પરાયા ધન | ચલચિત્ર | હિંદી | ૧૯૭૧ |
|access-date=
and |date=
(મદદ)