અલંગ | |||||
— ગામ — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°23′57″N 72°10′24″E / 21.399137°N 72.173352°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ભાવનગર | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
અંતર
| |||||
કોડ
|
અલંગ (અક્ષાંશ-રેખાંશ વિકિડેટા પ્રમાણે: 21°23'51"N, 72°10'39"E) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.
આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.
જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.
જહાજ ભાંગવાના ઉદ્યોગમાં ૨૦૧૪ થી સતત ત્રણ વરસ નબળા ગયા હોવાનો અહેવાલ વર્તમાનપત્રમાં પ્રકાશિત થયા હતા.[૧]. એ જ અહેવાલમાં ૨૦૧૭નું વર્ષ તેજીનું છે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.[૧]
ક્રમ | નાણાકીય વરસ | કુલ જહાજ | જહાજોનું કુલ વજન (લાખ મેટ્રીક ટનમાં) |
---|---|---|---|
૧ | ૨૦૧૪-૨૦૧૫ | ૨૭૫ | ૨.૪૯ |
૨ | ૨૦૧૫-૨૦૧૬ | ૨૪૯ | ૨.૪૩ |
૩ | ૨૦૧૬-૨૦૧૭ | ૨૫૯ | ૨.૫૯ |