અલ્લૂ અર્જુન | |
---|---|
જન્મ | ૮ એપ્રિલ ૧૯૮૨ ચેન્નઈ |
બાળકો | Arha Allu, Ayaan Allu |
અલ્લૂ અર્જુન (તેલુગુ: అల్లు అర్జున్) એ એક ભારતીય અભિનેતા છે, તેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે.[૧] અલ્લૂ અર્જુન નિર્માતા અલ્લૂ અરવિંદનો દિકરો છે, જોકે અન્ય નોંધપાત્ર સંબંધીઓમાં કાકા ચિરંજીવી અને પવન કલ્યાણ અને પિતરાઈ ભાઈ રામ ચરણ તેજા છે.
વિજેતા ચિત્રપટમાં બાળકલાકાર તરીકે અને ડેડી ચિત્રપટમાં નૃત્યાંગ તરીકે કામ કર્યા બાદ, ગંગોત્રી ચિત્રપટથી પોતાની અભિનય કારકિર્દી ની શરૂઆત કરી.[૨][૩] ત્યારપછી તેમણે સુકુમારની પ્રથમ ચિત્રપટ આર્યા માં મુખ્ય અભિનેતા તરીકે જોડાયા હતા.[૪][૫] આર્યા માં તેમની ભુમિકાએ તેમણે ફિલ્મફેર,બેસ્ટ તેલુગુ અભિનેતા માટે નોમિનેશન અપાવ્યુ હતુ અને નંદી એવોર્ડ્સ સેરેમની માં તેમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો, શ્રેષ્ઠ અભિનેતા અને બેસ્ટ એક્ટર જ્યુરી ના બે સિનેમા એવોર્ડ્સ પણ મળ્યા હતા.[૬] અને તે ફિલ્મને પણ ખુબ સફળતા મળી હતી.[૭]
પછી તેમણે વી.વી.વિનાયક ની બન્ની ફિલ્મમાં કોલેજ વિદ્યાર્થીની ભુમિકા ભજવી હતી, જેમાં તેમના અભિનય અને નૃત્યને વખાણાયા હતા.[૮] એ પછીની તેમની ચિત્રપટ એ.કરૂણાકરણની હેપ્પી હતી.[૯] તેમણે ત્યારબાદ પુરી જગન્નાથની દેશમુદુરૂ માં પણ અભિનય કર્યો હતો.[૧૦] તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેઓ ખુબ જ પ્રસિદ્ધ કલાકાર છે, તેમણે અત્યારસુધી પાંચ ફિલ્મફેર,દક્ષિણ એવોર્ડ્સ અને બે નંદી એવોર્ડ્સ જીત્યા છે.
૬ માર્ચ ૨૦૧૧ ના રોજ તેમણે સ્નેહા રેડ્ડી સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.[૧૧] તેમને અયાન નામે એક પુત્ર અને અરહા નામની એક પુત્રી છે. ૨૦૧૬માં તેમણે ૮૦૦ જ્યુબિલી નામની નાઈટક્લબ શરૂ કરી છે.[૧૨]
વર્ષ | શીર્ષક | પાત્ર |
---|---|---|
૨૦૦૨ | ડેડી | ગોપી |
૨૦૦૩ | ગંગોત્રી | સિમ્હાદ્રી |
૨૦૦૪ | આર્યા | આર્યા |
૨૦૦૫ | બન્ની | બન્ની |
૨૦૦૬ | હેપ્પી | બન્ની |
૨૦૦૭ | દેશમદુરૂ | બાલા ગોવિંદ |
૨૦૦૭ | પરૂગુ | કૃષ્ણા |
૨૦૦૯ | આર્યા ૨ | આર્યા |
૨૦૧૦ | વરૂદુ | સંદીપ |
વેદમ્ | આનંદ (કેબલ) રાજુ | |
૨૦૧૧ | બદ્રીનાથ | બદ્રીનાથ |
૨૦૧૩ | ઈદ્દરમૈયલતો | સંજુ |
|archive-date=
(મદદ)
|publisher=
(મદદ)
|publisher=
(મદદ)
|access-date=
and |archive-date=
(મદદ)