અસલ ઉત્તરની લડાઈ | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
![]() |
![]() | ||||||
સેનાનાયક | |||||||
![]()
|
![]() બ્રિગેડિયર એ આર શમી † | ||||||
શક્તિ/ક્ષમતા | |||||||
૪૫ સેન્ચ્યુરીઅન રણગાડીઓ ૪૫ એમ૪ શેરમાન રણગાડીઓ |
૪થું અશ્વદળ (૪૪ પેટન રણગાડીઓ) ૫મું અશ્વદળ (૪૪ પેટન રણગાડીઓ)[૧] | ||||||
મૃત્યુ અને હાની | |||||||
૧૦ રણગાડીઓનો નાશ | આશરે ૯૯ રણગાડીઓનો નાશ |
અસલ ઉત્તરની લડાઈ એ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૮થી ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૫ વચ્ચે લડવામાં આવેલ સૌથી મોટી રણગાડીઓની લડાઈ હતી. આ લડાઈની શરુઆત પાકિસ્તાન દ્વારા ભારતીય વિસ્તારમાં પાયદળ અને બખ્તરિયા દળો વડે સરહદથી પાંચ કિમી અંદર સ્થિત ખેમકરણ ગામને કબ્જે કરી લેવાતાં થઈ.[૨] ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો અને ત્રણ દિવસની ભીષણ લડાઈ બાદ અસલ ઉત્તર પાસે પાકિસ્તાની સૈન્ય પીછેહઠ કરવા મજબૂર થયું. ભારત આ લડાઈ સફળ વ્યૂહરચના, મેદાન પ્રદેશની પરિસ્થિતિ અને ભારતીય ભૂમિસેના દ્વારા લડવામાં આવેલ ભીષણ લડાઈના આધારે જીત્યું.[૩]
આ લડાઈને દ્વિતિય વિશ્વ યુદ્ધમાં લડાયેલ કુર્સ્કની લડાઈ સાથે સરખાવવામાં આવે છે કેમકે આ લડાઈ બાદ ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધને ભારત તરફી ઝોક મળ્યો.[૪] સૈન્ય ઇતિહાસના નિષ્ણાત ડૉ. ફિલિપ ટોવ્લ અનુસાર આ લડાઈમાં ભારતના પ્રતિકારે સમગ્ર યુદ્ધને ભારતની તરફેણમાં આણી દીધું[૫] અને પાકિસ્તાની હાર આ યુદ્ધની સૌથી મોટી હાર હતી. આ લડાઈ સાથે જ સિઆલકોટ ક્ષેત્રમાં ફિલ્લોરાની લડાઈ લડવામાં આવી જેમાં પણ ભારતનો વિજય થયો.
દ્વિતીય વિશ્વયુદ્ધની કુર્સ્કની લડાઈ બાદ આ લડાઈ સૌથી મોટી રણગાડીની લડાઈ માનવામાં આવે છે. પાકિસ્તાની દળો જેમાં ૧લી બખ્તરિયા ડિવિઝન અને ૧૧મી પાયદળ ડિવિઝન સામેલ હતી તેણે આંતરરાષ્ટ્રિય સરહદ પાર કરી અને ખેમકરણ ગામ પર કબ્જો કરી લીધો. પરિસ્થિતિનો તાગ ઝડપથી મેળવી અને ૪થી પહાડી ડિવિઝનનું નેતૃત્વ કરી રહેલ મેજર જનરલ ગુરબક્ષ સિંઘે તેમના દળોને પાછળ હટી અને ખેમકરણને કેન્દ્રમાં રાખી અને ઘોડાની નાળ આકારનો રક્ષણાત્મક ઘેરો રચવા આદેશ આપ્યો. લડાઈની વ્યૂહરચના બ્રિગેડિયર થોમસ થિઓગરાજના દિમાગની ઉપજ હતી.
રાત્રિ દરમિયાન ભારતીય સૈનિકોએ તે વિસ્તારના શેરડીના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી છોડી દીધું અને મુખ્યત્વે એમ૪૭ અને એમ૪૮ પેટન રણગાડીઓ ધરાવતી પાકિસ્તાની ૧લી બખ્તરિયા ડિવિઝનને ઘોડાની નાળ આકારની જાળમાં પ્રવેશવા લલચાવી. ભીની જમીનના કારણે પાકિસ્તાની રણગાડીઓની આગેકૂચ ધીમી થઈ ગઈ અને ઘણી રણગાડીઓ કીચડમાં ફસાઈ ગઈ. આશરે ૯૯ પાકિસ્તાની રણગાડીઓ જેમાં મોટાભાગની પેટન હતી અને કેટલીક શેરમાન અને ચાફી હતી તે નાશ પામી.[૬] સામે ભારતના પક્ષે આશરે ૧૦ રણગાડીઓનો નાશ થયો.[૭]
ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની દળોના શરુઆતના હુમલા છતાં લડાઈ ભારતના નિર્ણાયક વિજયમાં પરિણમી.[૫] પાકિસ્તાની દળનું નેતૃત્વ કરી રહેલ મેજર જનરલ નાસિર અહેમદ ખાન મૃત્યુ પામ્યા.[૫] સૈન્ય ઇતિહાસકાર સ્ટિવન ઝેલ્ગા અનુસાર પાકિસ્તાને સમગ્ર યુદ્ધમાં ૧૬૫ રણગાડીઓ ગુમાવવાનું સ્વીકાર્યું છે જેમાંથી અડધોઅડધ આ લડાઈમાં જ નાશ પામી હતી.
પરવેઝ મુશર્રફ જે પાછળથી પાકિસ્તાનના સેનાધ્યક્ષ અને રાષ્ટ્રપતિ બન્યા તેઓ આ લડાઈમાં ૧૬મી ફિલ્ડ રેજિમેન્ટના યુવા લેફ્ટનન્ટ તરીકે લડ્યા હતા. આ લડાઈમાં ભારતીય સૈનિક અબ્દુલ હમીદને સાત[૮] પાકિસ્તાની રણગાડીઓના નાશ કરવા માટે પરમવીર ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરવામાં આવ્યું.[૯]
આ લડાઈના અંતે યુદ્ધમેદાનમાં પેટન નગરની સ્થાપના કરવામાં આવી કેમ કે ત્યાં મોટી સંખ્યામાં પાકિસ્તાની પેટન રણગાડીઓ નાશ પામી હતી.
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ)