આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન એ એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના પશિમ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્ય શહેર કોલકાતા નજીક હાવરામાં શિબપુર ખાતે આવેલું છે[૧]. આ ઉદ્યાન ઈ. સ. ૧૭૮૭ના વર્ષમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. પહેલાં રોયલ બોટોનીકલ ગાર્ડન[૨] અને પછીથી કલકત્તા બોટોનીકલ ગાર્ડન તરીકે ઓળખાતા આ ઉદ્યાનને ભારતીય વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝના સન્માનમાં હાલના આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.
આ ઉદ્યાનમાં ભારતીય ઉપખંડમાં થતી વનસ્પતિઓ ઉગાડી તેના પર સંશોધનો કરવામાં આવે છે. ૧૦૯ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં ૧૨૦૦૦ જેટલી વનસ્પતિઓ ઉગાડવામાં આવેલ છે, જે પૈકી અમૂક વનસ્પતિઓ દુર્લભ ગણાય છે. અહીંનું ખાસ આકર્ષણ વિશાળ કદ ધરાવતું વડનું ઝાડ છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ઓર્ચિડ (orchid), વાંસ અને તાડ આ ઉદ્યાનમાં ઉગાડવામાં આવેલ છે.