આચાર્ય દેવવ્રત | |
---|---|
![]() | |
ગુજરાતના રાજ્યપાલ | |
પદ પર | |
Assumed office ૨૨ જુલાઇ ૨૦૧૯ | |
રાષ્ટ્રપતિ | રામ નાથ કોવિંદ |
મુખ્યમંત્રી | |
પુરોગામી | ઓમપ્રકાશ કોહલી |
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ | |
પદ પર ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ – ૨૧ જુલાઇ ૨૦૧૯ | |
મુખ્યમંત્રી |
|
પુરોગામી | કલ્યાણ સિંહ |
અનુગામી | કલરાજ મિશ્રા |
અંગત વિગતો | |
જન્મ | [૧] સમલ્ખા, પંજાબ, ભારત (હાલમાં હરિયાણા)[૧] | 18 January 1959
આચાર્ય દેવવ્રત (૧૮ જાન્યુઆરી ૧૯૫૯) જુલાઈ ૨૦૧૯થી ગુજરાત રાજ્યના રજ્યપાલ તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. તે આર્ય સમાજના પ્રચારક હતા અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.[૨][૩][૪][૧]
તેઓ ૧૯૮૧થી ગુરુકુળના અધ્યક્ષ રહ્યા છે. આ સંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા ચલાવવામાં આવે છે. સરકારની કોઈ આર્થિક સહાય વિના તેમણે ૧૯૮૦ના દાયકાથી ગુરુકુળ કુરુક્ષેત્રના માર્ગદર્શક, વાલી, પ્રિન્સિપાલ અને વોર્ડન તરીકે સેવા આપી છે. તે તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત અને નિયમિતતા માટે જાણીતા હતા.
આચાર્ય ડો. દેવવ્રતે ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી તી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ સ્ત્રીભ્રૂણહત્યા અને 'બેટી પઢાવો-બેટી બચાવો' અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવાસ કર્યો છે. હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં તેના પ્રકારની પ્રથમ વહીવટી કામગીરી તરીકે, આચાર્ય દેવવ્રત દ્વારા ડ્રગના દુરૂપયોગ અને અસહિષ્ણુતા સહિતના સીધા સામાજિક મુદ્દાઓ લેવા માટે પગલાં લેવામાં આવ્યા છે.
જુલાઈ ૨૦૧૯માં તેમને ઓમપ્રકાશ કોહલીની જગ્યાએ ગુજરાતના ૨૦મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૫]
|archive-date=
(મદદ)
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |