આદિપુર | |||||||
— શહેર — | |||||||
![]() ગાંધી સમાધિ, આદિપુર
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°04′24″N 70°05′26″E / 23.073454°N 70.090585°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
નગર નિગમ | ગાંધીધામ નગરપાલિકા | ||||||
વસ્તી | ૮૬,૩૮૮ (૨૦૦૧) | ||||||
લિંગ પ્રમાણ | ૦.૮૯૪ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
અન્ય ભાષા(ઓ) | કચ્છી ભાષા | ||||||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 27 metres (89 ft) | ||||||
કોડ
|
આદિપુર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર કચ્છના અખાત થી આશરે ૧૩ કિ.મી. દૂર આવેલું છે.
મુળ તો આદિપુર, ભારત સરકાર દ્વારા, ૧૯૪૭ના વિભાજન પછી, શરણાર્થી શિબિર તરીકે રચવામાં આવ્યું હતું. તેનો વહિવટ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (SRC) નામે ઓળખાતી સ્થાનિક સ્વરાજ સંસ્થાને સોંપવામાં આવેલો. આ વસાહતની સ્થાપનાનો યશ ભાઈ પ્રતાપ દયાળદાસ નામના એક વ્યક્તિને કે જેણે મહાત્મા ગાંધીને ત્યારના પશ્ચિમ પાકિસ્તાનથી આવેલાં શરણાર્થીઓ (જે મહદાંશે સિંધી લોકો હતા) માટે જમીન અપાવવાની વિનંતી કરી. ગાંધીજીની સલાહથી કચ્છના મહારાવ, મહારાવ શ્રી વિજયરાજજી ખેંગારજી, એ ૧૫,૦૦૦ એકર (૬૧ ચો.કિ.મી.) જમીન દાનમાં આપી.[૧] આમ ગાંધીધામની જેમ આદિપુર પણ દાનમાં પ્રાપ્ત જમીન પર વસ્યું. ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સિંધોલોજી (Indian Institute of Sindhology)ની સ્થાપના આદિપુરમાં કરાઈ હતી જે સિંધી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય સંલગ્ન સંશોધનકાર્ય અને અભ્યાસનું કેન્દ્ર છે.[૧]
આદિપુર મોટી સંખ્યામાં ચાર્લી ચૅપ્લિનના ચાહકો અને વેશધારણ કરનારાઓ માટે પ્રસિદ્ધ છે.[૨]
આદિપુરમાં તોલાણી કોલેજીયેટ બોર્ડ દ્વારા સંચાલીત નવ ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ આવેલી છે: