વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે.
મધ્ય એશીયા (ઇ.સ. ૫૦૦) શક્યત: આહીરોની માતૃભૂમિ દર્શાવે છે.
આહીર મુખ્યત્વે એક પ્રાચીન ભારતીય યદુવંશીક્ષત્રિય[૧] જાતિ છે, જેમના સદસ્યો ને યાદવ સમુદાયના નામથી પણ ઓળખવામાં આવે છે તથા અહીર, યાદવ અને રાવ સાહબ કહેવામાં આવે છે,[૨][૩] કેમકે આ શબ્દો ને એક બીજાના પર્યાયવાચી મનાય છે. અત્યાર સુધી ની ખોજ અનુસાર અહીર, આભીર અથવા યદુવંશ નો ઇતિહાસ ભગવાન વિષ્ણુ, અત્રિ, ચંદ્ર, તારા, બુધ, ઈલા, પુરુરવા-ઉર્વશી ઇત્યાદિ થી સંબંધિત છે.[૪] ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે.[૫]
આહીર એક પ્રાચીન લડાયક જાતિ[૬] છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે.[૭] ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને સાયથિઅન્સ (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહીરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક તેમ જ ગોવાળો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે.[૮] તેઓ સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આમ તો તેઓ પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળમાં પણ જોવા મળે છે. આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજુદ છે, જે દક્ષિણ ભાગમાં આવે છે. આહીરોનો જાટ સાથે નજીકનો ગોત્ર સંબંધ જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે. આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે. ભારત માં આશરે ૪ કરોડ આહીરો છે.
આહીર મહારાજ યદુ ના વંશજ છે[૯] જે એક ઐતિહાસિક ચંદ્રવંશીક્ષત્રિય રાજા હતા.[૧૦][૧૧] આહીરો ને એક જાતિ, વર્ણ, અથવા નસલના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે, જેમણે ભારત અને નેપાળ પર રાજ કર્યું હતું.[૧૨]
આહીરોનો ઉદ્ગમ વિવાદાસ્પદ રહ્યો છે. વિવિધ વિદ્વાનો વિવિધ મતો પ્રદર્શિત કરે છે. અમુક ઇતિહાસકારો માને છે કે તેઓ મધ્ય એશિયના શક્તિશાળી ગોપાલક હતા.[૮]
ઇતિહાસકારો જાટને ગેતી, આહીરને અવાર (યુરેશિયન અવાર), શકને સાઈથીલ, ગુજ્જર અને ખત્રીને "ખઝાર", ઠાકુર અને ટરખન (પંજાબ)ને ટુખારીયન, સૌરાષ્ટ્રને સૌરા માટી કે સર્માટીયન્સ, સીસોદીયાને "સેસાનીયન" પરથી ઉતરી આવેલા માને છે.[૧૩]
આહીરોની ઐતિહાસિક ઉત્પત્તિ પર વિભિન્ન ઇતિહાસકારો એકમત નથી. પણ મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં યુગમાં પણ યાદવોનાં અસ્તિત્વની અનુભૂતિ થાય છે તથા એ યુગમાં પણ તેમને આભીર, અહીર, ગોપ અથવા ગ્વાળ જ કહેવાતું હતું.[૧૪] અમુક વિદ્વાન આહીરોના શારીરિક ગઠન ના અનુસાર તેમને આર્ય માને છે.[૧૫] પૌરાણિક દૃષ્ટિથી, આહીર અથવા આભીર યદુવંશી રાજા આહુકનાં વંશજ છે.[૧૬] શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ યાદવ કહેવાયા. યદુવંશીય ભીમ સાત્વતનાં વૃષ્ણિ આદિ ચાર પુત્રો થયા અને એમની જ ઘણી પેઢીઓ પછી રાજા આહુક થયા, જેમના વંશજ આભીર અથવા આહીર કહેવાયા.[૧૭]
આ પંક્તિથી સ્પષ્ટ થાય છે કે યાદવ અને આભીર મૂળભૂત રીતે એકજ વંશના ક્ષત્રિય છે તથા "હરિવંશ પુરાણ" માં પણ આ તથ્યની પુષ્ટિ થાય છે.
[૧૯]ભાગવતમાં પણ વાસુદેવજીએ આભીર-પતિ નંદ બાબાને તેમના ભાઈ કહીને સંબોધિત કર્યું છે અને શ્રીકૃષ્ણએ નંદજી ને મથુરા થી વિદા થતા સમયે ગોકુળવાસીઓ ને સંદેશ દેતા ઉપનંદ, વૃષભાન આદિ આહીરોને પોતાના સજાતીય કહીને સંબોધિત કર્યા છે. વર્તમાન આહીર પણ સ્વયંને યદુવંશી આહુકનાં સંતાન માને છે.[૨૦]
ઐતિહાસિક દૃષ્ટિકોણથી, આહીરોએ 108 A. D. માં મધ્ય ભારત માં સ્થિત 'અહીર બાટક નગર' અથવા 'અહીરોરા' અને ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લામાં અહીરવાળાની નિવ રાખી હતી. રુદ્રમૂર્તિ નામક આહીર અહીરવાળાનાં સેનાપતિ હતા જે સમય જતાં રાજા બન્યાં. માધુરીપુત્ર, ઈશ્વરસેન અને શિવદત્ત આ વંશના પ્રખ્યાત રાજાઓ થયા.[૨]
કોફ (કોફ 1990,73-74) નાં અનુસાર - આહીર પ્રાચીન ગોપાલક પરંપરા વાળી કૃશક જાતિ છે જેમણે પોતાના પારંપરિક મૂલ્યોને હંમેશા રાજપૂત પ્રથાનાં અનુરૂપ વ્યક્ત કર્યું છે.[૨૧]
મેગાસ્થનીજનાં વૃતાંત અને મહાભારતનાં વિગતવાર અભ્યાસ કર્યા પછી રુબેન આ નિશ્ચય પર પહોંચ્યા કે " ભગવાન કૃષ્ણ એક ગોપાલક નાયક હતા તથા ગોપાલકોની જાતિ આહીર જ કૃષ્ણના અસલી વંશજ છે, ન કે કોઈ બીજું રાજવંશ."[૨૨]
અમુક વિદ્વાનો, ચુડાસમા, જાડેજા અને દેવગિરીનાં યાદવોને આભીર જ માને છે.[૨૩]
ગુજરાતમાં આહીરોની ઘણી વસ્તી છે[૨૪]. ગુજરાતમાં આહીરોની મુખ્ય પાંચ જાતિઓ છે: પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટ અને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માતૃભાષા ગુજરાતી છે.[૨૫] ગુજરાતના જાતિ કલ્યાણ વિભાગમાં આહીરનો સમાવેશ શેક્ષણિક રીતે અન્ય પછાત વર્ગોમાં થયો છે.[૨૬]
પરથારિયા આહીરો પૂર્વી કચ્છમાં રહે છે અને તેમણે એક વ્રજવાણી નામે ગામ સ્થાપ્યું હતું. મચ્છોયા અને બોરીચા આહીરો ચોરડ ક્ષેત્રમાં રહેતાં (સાતલપુર). પરથારિયા આહીરો રતનાલ, ચોબારી, રામવાવ, કુડા, ગવરીપર, કણખૉઇ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઇ, ધ્રંગ, ધોરી, સુમરાસર, મમુઆરા, વાંગ, દાદોર, કુનેરીયા, નોખણીયા, લાખાપર, સતાપર, હીરાપર, પશુડા, લુણવા જેવા અનેક ગામો માં રહે છે. મચ્છોયા આહીર અલિયાબાડા, વાવડી, નેસડા રાજયર, પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડ ગામોમાં રહે છે. સોરઠીયા આહીર અંજાર, જામનગર, ભાવનગર, તાવિડા, રાજકોટ, જુનાગઢ,પોરબંદર, અમદાવાદ, લીંબડીમાં રહે છે. નાગોર અને શિયાણીમાં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બોરીચી, મિઠીરોહર, ભારાપર વીરા, મોડસર, ખોખરા, કાન્યાબે, જુમ્ખા, બળદિયા અને કેરામાં રહે છે.[૨૭]
પોરબંદરથીદ્વારકા જતા માર્ગ પર હર્ષદથી દ્વારકા અને જામનગર તેમજ ભાણવડ સુધીના વિસ્તારમાં સોરઠીયા આહીરની વસ્તી તેમજ સમગ્ર ગામો આવેલ છે. તેમજ પોરબંદરથી ઉના તેમજ જુનાગઢ વિસ્તારમાં સોરઠીયા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે. તેમજ મોરબી વિસ્તારમાં બોરીચા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે.
ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશીક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.
તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે.[૩૧][૩૨][૩૩][૩૪]
મહાભારતના સભા પર્વ અને ભીષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે, જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલું હતું. પ્રાચીન લીપીઓમાં શુરા અને અભિરાઓને સંયુક્ત રીતે શુરભીરા કહેવાતા[સંદર્ભ આપો]. પાછળથી તે બે શબ્દો નો અલગ અર્થ ન રહ્યો. ઘણાં વિદ્વાનો ભારતના અભીરા અને સુરભીર શબ્દોને બાયબલના સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધીત માને છે[સંદર્ભ આપો].
ત્રિકુટા સામ્રાજ્ય સામાન્ય રીતે આભીર (આહીર) સામ્રાજ્યના રૂપ માં માન્ય છે તથા ઇતિહાસ માં ત્રિકુટા આહીર સામ્રાજ્ય નામ થી જાણીતું છે. [૧૦૬][૧૦૭][૧૦૮][૧૦૯] વૈષ્ણવ ત્રિકુટા આહીર હૈહય શાખા ના યાદવ મનાય છે [૧૧૦] દહરસેન એ અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો.[૧૧૧] આ રાજવંશના નિમ્ન પ્રમુખ શાસક થયા -
કલચુરી રાજવંશના બે (ઉત્તરી અને દક્ષિણી) સામ્રાજ્ય થયા છે. ઇતિહાસમાં દક્ષિણી કલચુરિયો ને આહીર જાતિ ના મનાય છે.[૧૧૨]
દક્ષિણી કલચુરિયોના નિમ્ન શાસકો પ્રમુખ હતા.[૧૧૩][૧૧૪] 248-49 ઈસ્વી થી પ્રારંભ થવા વાળી કલચુરી-ચેદી સંવતની પ્રચલન પણ આભીર(આહીર) સમ્રાટ ઈશ્વરસેન એ કરી હતી.[૧૧૫]
↑भाषा भूगोल व सांस्कृतिक चेतना, Vijaya Candra Publisher Vidyā Prakāśana, 1996 Original from the University of California, पृष्ठ 28
↑भाषा भूगोल व सांस्कृतिक चेतना, Vijaya Candra Publisher Vidyā Prakāśana, 1996 Original from the University of California, पृष्ठ 28,29,30
↑Dvārakāprasāda Mītala (1981). "Braja kā rāsa raṅgamc̃a". the University of Michigan: Neśanala. મેળવેલ 19 अप्रैल 2016. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
↑मित्तल, द्वारका प्रसाद (1970). हिन्दी साहित्य में राधा. जवाहर पुस्तकालय. મેળવેલ 31 जुलाई 2016. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
↑जयंत कुमार दीक्षित, मुख्य विकास अधिकारी, बदायूं (26 Aug 2013). "अहीर राजा बुद्ध की नगरी में दूध के लिए मारामारी". जयंत कुमार दीक्षित, मुख्य विकास अधिकारी, बदायूं. उत्तर प्रदेश. जागरण. મેળવેલ 1 February 2015. CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
↑Jaunpur District megistrate. "THE HISTORY OF JAUNPUR". TEMPLE OF MA SHEETA CHAUKIYA DEVI. D.M., Jaunpur. મેળવેલ 29 April 2015. CS1 maint: discouraged parameter (link)
↑G. K. Chandrol, Madhya Pradesh (India). Directorate of Archaeology, Archives & Museums, Madhya Pradesh (India). Office of the Commissioner, Archaeology, Archives & Museums (2007). Katanera excavation, Dist. Dhar. Directorate of Archaeology, Archives & Museums, Govt. of Madhya Pradesh,. પૃષ્ઠ 14.CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
↑Bennett, Mathew (2001-09-21). Dictionary of Ancient & Medieval Warfare. Stackpole Books. પૃષ્ઠ 98. ISBN0-8117-2610-X.. The quoted pages can be read at Google Book Search.
↑"Yādava Dynasty" Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite
↑Mann, Gurinder Singh (2001-03-01). The Making of Sikh Scripture. Oxford University Press US. પૃષ્ઠ 1. ISBN0-19-513024-3.
↑Eternal Garden: Mysticism, History, and Politics at a South Asian Sufi Center by Carl W. Ernst p.107
↑Mokashi, Digambar Balkrishna (1987-07-01). Palkhi: An Indian Pilgrimage. SUNY Press. પૃષ્ઠ 37. ISBN0-88706-461-2.
↑Students' Britannica India By Dale Hoiberg, Indu Ramchandani.
↑P. 325 Three Mountains and Seven Rivers: Prof. Musashi Tachikawa's Felicitation Volume edited by Musashi Tachikawa, Shōun Hino, Toshihiro Wada
↑Agrawal, Ashvini (1989). Rise and fall of the imperial Guptas [गुप्त वंश का उदय और पतन] (1st ed. આવૃત્તિ). Delhi: Motilal Banarsidass. પૃષ્ઠ 61. ISBN9788120805927. મેળવેલ 14 जुलाई 2016. Check date values in: |accessdate= (મદદ); |edition= has extra text (મદદ)CS1 maint: discouraged parameter (link)