ઇન્ડિયન ઓપિનિયન એ મહાત્મા ગાંધીજી દ્વારા પોતાના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ચલાવેલું સાપ્તાહિક પત્ર હતું. ગાંધીજીના પ્રોત્સાહનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે ૧૯૦૩ના જૂન માસમાં આ પત્ર શરૂ કર્યુ હતું. ગાંધીજીએ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ આ પત્ર ચાલું રહ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠમાં સંગૃહિત માઇક્રોફિલ્મ ફાઇલોમાં આ પત્રના ૫ ઓગસ્ટ ૧૯૬૧ સુધીના અંકો મળે છે.[૧]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |