અહમદ રઝા ખાન (અરબી : أحمد رضا خان, फारसी : احمد رضا خان, उर्दू : احمد رضا خان, हिंदी : अहमद रजा खान) (૧૪ જૂન ૧૮૫૬ - ૨૮ ઓક્ટોબર ૧૯૨૧), જેમને સામાન્ય રીતે ઇમામ અહમદ રઝાખાન બરેલ્વી અથવા આલા હજરતનાં નામે ઓળખવામાં આવે છે. તેઓ એક ઇસ્લામી વિદ્વાન, ન્યાયવાદી, ધર્મવિજ્ઞાની, તપસ્વી, સૂફી અને બ્રિટીશ ભારતમાં એક સુધારક હતા.[૧] તેઓ બરેલવી આંદોલનના સ્થાપક ગણાય છે. [૨][૩][૪] એહમદ રઝાખાને ઇસ્લામી કાનૂન,ધર્મ,દર્શન,વિજ્ઞાન અને શાયરી (જેમાં પયગંબર મોહમ્મદની સ્તુતિ કરતી રચનાઓ જેને "નાત" કહેવામાં આવે છે )જેવા વિવિધ વિષયો ઉપર ઘણુબધું લખ્યું છે.
અહમદ રઝાખાને અરબી,ફારસી અને ઉર્દૂમાં ગ્રંથો લખ્યા જેમાં ત્રીસ ભાગમાં ફતવાઓનું સંકલન "ફતાવા રઝ્વીયાહ" અને પવિત્ર કુરાન નું અનુવાદ અને સ્પષ્ટીકરણ " કન્ઝુલ ઈમાન" નો સમાવેશ થાય છે.એમના કેટલાક ગ્રંથોનું અનુવાદ યુરોપિયન અને દક્ષિણ એશિયાની કેટલીક ભાષાઓમાં થયું છે. [૫][૬]
કન્ઝુલ ઈમાન (ઉર્દૂ અને અરબી : کنزالایمان) અહમદ રઝાખાન દ્વારા કુરાનનો અનુવાદ ઉર્દૂ ભાષામાં છે. આ અનુવાદ સુન્ની ઇસ્લામમાં હનફી સંપ્રદાયના ન્યાયશાસ્ત્ર સાથે સંલગ્ન છે[૭] અને ભારતીય ઉપખંડમાં વ્યાપક રીતે વંચાતું સંસ્કરણ છે. પાછળથી આનો અનુવાદ અંગ્રેજી, હિન્દી, બંગાળી, ડચ, તુર્કી, સિંધી, ગુજરાતી અને પશ્તોમાં કરવામાં આવ્યો. [૬]
અલ ફતાવા એ રઝ્વીયાહ વિભિન્ન મુદ્દાઓ વિષે ઇસ્લામી નિર્ણયો બાબતનો ગ્રંથ છે. [૮][૯] ૩૦ ખંડોમાં આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે.૨૨૦૦૦ પૃષ્ઠોમાં ધર્મ,વ્યાપાર,યુદ્ધ અને લગ્ન તથા દૈનિક સમસ્યાઓ નો ઉકેલ દર્શાવવામાં આવ્યા છે. [૧૦][૧૧]
એમણે પયગંબર મુહમ્મદની પ્રશંસામાં સ્તુતિ કાવ્યો જેને અરબીમાં "નાત" કહેવામાં આવે છે, એની રચનાઓ કરી અને વર્તમાન કાળમાં એના વિષે ચર્ચા કરી. [૧૨] આ નાતો નો સંગ્રહ " હદાઈકે બક્ષિસ" છે. [૧૩] એમણે લખેલી રચનાઓ મુસલમાનો મસ્જીદમાં ખાસ કરીને શુક્રવારની નમાઝ પછી પઢે છે.જેમાં સૌથી પ્રસિદ્ધ "મુસ્તફા જાને રહમત પે લાખો સલામ " છે.એમણે પયગંબર સાહેબ ઉપરાંત કેટલાક સંતો વિષે પણ સ્તુતિ કાવ્યો લખ્યા છે. [૧૪][૧૫]
Globalisation, Religion & Development (2011), p. 53. Farhang Morady and İsmail Şiriner (eds.). London: International Journal of Politics and Economics.
Gregory C. Doxlowski and Usha Sanyal (Oct–Dec 1999). "Devotional Islam and Politics in British India: Ahmad Riza Khan Barelwi and His Movement, 1870–1920". Journal of the American Oriental Society. 119 (4): 707–709. doi:10.2307/604866. JSTOR604866.
Elizabeth Sirriyeh (1999) Sufis and Anti-Sufis: The Defense, Rethinking and Rejection of Sufism in the Modern World, p. 49. London: Routledge, ISBN0-7007-1058-2.
↑Usha Sanyal (1998). "Generational Changes in the Leadership of the Ahl-e Sunnat Movement in North India during the Twentieth Century". Modern Asian Studies. 32 (3): 635. doi:10.1017/S0026749X98003059.
↑Riaz, Ali (2008). Faithful Education: Madrassahs in South Asia. New Brunswick, NJ: Rutgers University Press. પૃષ્ઠ 75. ISBN978-0-8135-4345-1. The emergence of Ahl-e-Sunnat wa Jama'at ... commonly referred to as Barelvis, under the leadership of Maulana Ahmed Riza Khan (1855–1921) ... The defining characteristic ... is the claim that it alone truly represents the sunnah (the Prophetic tradition and conduct), and thereby the true Sunni Muslim tradition.CS1 maint: discouraged parameter (link)