ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક | |
---|---|
![]() ચંદ્રક | |
Awarded by ભારત સરકાર | |
Country | ![]() |
Type | લશ્કરી સન્માન |
Awarded for | યુદ્ધકાલીન સમયમાં વિશિષ્ટ સેવા માટે |
Precedence | |
Next (higher) | સર્વોત્તમ જીવન રક્ષા પદક[૧] |
Equivalent | અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક[૧] |
Next (lower) | વીર ચક્ર[૧] |
![]() રિબન |
ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક (યુવાયએસએમ; ગ્રેટ વૉર સર્વિસ મેડલ) ભારત સરકાર દ્વારા યુદ્ધના સમયમાં ઉત્કૃષ્ટ સેવા માટે આપવામાં આવતા સૈન્ય સન્માનોમાંનું એક છે. તે ઉચ્ચ સ્તરીય કામગીરીની વિશિષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે, જેમાં "ઓપરેશનલ સંદર્ભ"માં યુદ્ધ, સંઘર્ષ અથવા દુશ્મનાવટના સમયનો સમાવેશ થાય છે. યુદ્ધસમયનું આ સન્માન અતિ વિશિષ્ટ સેવા ચંદ્રકની સમકક્ષ છે, જે શાંતિકાળનું વિશિષ્ટ સેવા સન્માન છે. ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક મરણોપરાંત પણ એનાયત થઈ શકે છે.[૨]