ઉત્તરકાશી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 30°44′N 78°27′E / 30.73°N 78.45°E |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ઉત્તરકાશી જિલ્લો |
વસ્તી | ૧૬,૨૨૦ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 1,352 metres (4,436 ft) |
ઉત્તરકાશી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ઉત્તરકાશી ઉત્તરકાશી જિલ્લા નું મુખ્ય મથક છે. આ નગર ભગીરથી નદીને કિનારે સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે.
ઉત્તરકાશી એ૩૦.૭૩° N ૭૮.૪૫° E.|}} [૧] અક્ષાંશ રેખાશ પર આવેલું છે. અહીંનું ભુપૃષ્ઠ પર્વતીય છે. આ જિલ્લામાં ઘણી નાની અને મોટી નદીઓ છે. યમુના અને ગંગા તેમાંથી સૌથી મોટી છે. તેમના મૂળ ગંગોત્રી (ગોમુખ) અને યમુનોત્રી છે. અસી ગંગા, જડ ગંગા એ ગંગાની અમુક ઉપનદીઓ છે
૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ઉત્તરકાશીની વસ્તી ૧૬,૨૨૦ હતી. તેમાં ૫૭% પુરુષો અને ૪૩% સ્ત્રીઓ હતી. સરાસરી સાક્ષરતા ૭૮% હતી જે રાષ્ટ્રીય સરાસરી સાક્ષરતા ૫૯.૫% થી વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૩% અને સ્ત્રીઓમાં સાક્ષરતા ૭૧% છે. ૧૧% વસતિ ૬ વર્ષથી નીચેનાની છે. અહીં મુખ્યત્વે ભોતિયા જાધ લોકો રહે છે.
ઉત્તરકાશી સાહસિક ખેલ જેવાકે વ્હાઈટ રીવર રાફ્ટીંગ અને પર્વતારોહણ માટે પ્રસિદ્ધ છે.