ઉત્તરા | |
---|---|
પતિ માટે રુદન કરતી ઉત્તરા | |
માહિતી | |
કુટુંબ | વિરાટ (પિતા), સુદેશના (માતા) |
ઉત્તરા (સંસ્કૃત: उत्तरा) હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે રાજા વિરાટની પુત્રી હતી અને તેના લગ્ન અર્જુન ના પુત્ર અભિમન્યુ સાથે થયા હતા.
અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન ઉત્તરાને નૃત્ય શીખવતો અને આ દરમિયાન તે ઉત્તરાથી પ્રભાવિત થયો અને તેના પુત્ર અભિમન્યુ સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. અભિમન્યુના મૃત્યુને લીધે ઉત્તરા ખુબ નાની ઉંમરે વિધવા બની હતી. અભિમન્યુના મૃત્યુ વખતે તે ગર્ભવતી હતી અને ત્યાર બાદ પરીક્ષિતનો જન્મ થયો જે બાદમાં હસ્તિનાપુરનો રાજા બન્યો હતો.
પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેઓએ રાજા વિરાટના રાજ્યમાં ગુપ્ત આશરો લીધો હતો. રાજા વિરાટને ઉત્તર નામનો એક પુત્ર પણ હતો. એક વખત યુદ્ધ દરમિયાન તેનો સારથી ખુદ અર્જુન (અજ્ઞાતવાસ દરમિયાન) બન્યો હતો. કુરુક્ષેત્ર યુદ્ધના પ્રથમ દિવસે શલ્યએ તેનો વધ કર્યો હતો.